ETV Bharat / state

ABVP Meeting : અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઊઠી, મેયર અને કલેક્ટરને મોકલાશે લેખિત પ્રસ્તાવ - અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 75 વર્ષ

રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદનું નામ બદલવા માટે વધુ એકવાર માગણી ઊઠી રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠકમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઊઠી હતી. આ માટે અમદાવાદ મેયર અને કલેક્ટરને લેખિત પ્રસ્તાવ આપવામાં આવશે.

ABVP Meeting : અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઊઠી, અમદાવાદ મેયર કલેક્ટરને મોકલાશે લેખિત પ્રસ્તાવ

author img

By

Published : Feb 9, 2023, 5:52 PM IST

અમદાવાદ મેયર અને કલેક્ટરને લેખિત પ્રસ્તાવ આપશે એબીવીપી

અમદાવાદ : ABVP દ્વારા ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલી કર્ણાવતી નામ કરવાની માંગ ફરી એક વાર ઉઠી છે. તાજેતરમાં જ મળેલી ABVP બેઠકમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ કરવામાં આવી હતી. આ રસ્તા મંજૂર કરીને આગામી સમયમાં અમદાવાદ શહેરના મેયર અને અમદાવાદના કલેકટરને લેખિતમાં પ્રસ્તાવ આપવામાં આવશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.

નામ કર્ણાવતી કરવામાં આવે તેવો પ્રસ્તાવ : ગુજરાતના ઐતિહાસિક શહેર તરીકે જાણીતા એવા અમદાવાદને રાજ્યની આર્થિક પાટનગરી પણ કહેવાય છે. અમદાવાદ આમ તો અલગ અલગ નામથી લખવામાં આવે છે. અત્યારે અમદાવાદને અમદાવાદ અને કર્ણાવતી બંને નામથી લખવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ નહીં પરંતુ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તેવી માંગ ફરી એકવાર ઉઠી છે. બે દિવસ પહેલા મળેલી આરએસએસની વિદ્યાર્થી પાંખ એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠકમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો 'નામ બડે દર્શન ખોટે': અમદાવાદને કર્ણાવતી કરવા રાજ્યએ 2 વર્ષમાં એકવાર પણ કેન્દ્રને દરખાસ્ત નથી કરી

અમદાવાદ નામ બદલવાની માંગ : ABVP રાજ્ય પ્રધાન યુતિ ગજેરાએ જણાવ્યું હતું કે 500 વિદ્યાર્થીઓમાંથી અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. હવે તે દરખાસ્ત સંદર્ભે અમે સંબંધિત અધિકારીઓને મળીશું અને નામ બદલાવાની માંગ કરીશું. વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા યાત્રા અમદાવાદ અને સુરત ખાતે આવશે. જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં ભાગ લેશે અને અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી નામ જાહેર કરવામાં સમર્થન કરશે. આ પ્રસ્તાવ અમદાવાદ શહેરના મેયર અને અમદાવાદના કલેકટરને આપવાનો નિર્ણય કરવામાં આવે છે.

પહેલા પણ માંગ ઉઠી હતી : અમદાવાદ શહેરને કર્ણાવતી નામ જાહેર કરવામાં આવે તેવી માંગ નવી નથી. અગાઉ પણ અમદાવાદ શહેરને કર્ણાવતી કરવામાં આવે તેવી માંગ સરકાર સામે મૂકવામાં આવી હતી અને સરકારે પણ આ માંગ પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદ શહેર એ વિશ્વનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ શહેર છે અને જો અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે તો અમદાવાદ શહેરનો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પણ ગુમાવો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના 7 વર્ષ થયાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી થયું નહીં : આચાર્ય ધર્મેન્દ્ર, VHP

ABVP 75 વર્ષ વિશેષ યોજના : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 75 વર્ષની વિશેષ યોજના હેઠળ સમગ્ર ગુજરાતના ચાર મહાનગરો અને 35 જિલ્લાઓમાં જિલ્લા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં તમામ જિલ્લાના સ્થાનિક વિષયો વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદનું કર્ણાવતી કામ કરવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેસાણા ખાતે પર્યાવરણની જાળવણી માટેની જાગૃતિ માટેનો પ્રસ્તાવ થયો છે. અરવલ્લી જિલ્લા ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની માંગ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.