ETV Bharat / state

Ahmedabad News : 3 મહિના વિત્યા છતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિરીક્ષણ નહીં : વિપક્ષના પ્રહાર

AMC દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી બ્રિજ નિરીક્ષણ માટેનું કામ એજન્ડામાં મૂકવામાં આવે છે, પરંતુ તે કામને મંજૂરી ન આપતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ ચોમાસા પહેલા પ્રથમ તબક્કાનો કામ પૂર્ણ કરવાનું હતું, પરંતુ હજી સુધી તેમના કામને મંજૂરી ન આપતા વિપક્ષે તંત્રને આડે હાથે લીધી છે.

Ahmedabad News : 3 મહિમા વિત્યા છતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિરીક્ષણ નહીં : વિપક્ષના પ્રહાર

author img

By

Published : Jun 8, 2023, 8:27 PM IST

3 મહિમા વિત્યા છતાં AMC દ્વારા બ્રિજ નિરીક્ષણ નહીં, વિપક્ષના પ્રહાર

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલો હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ સામે આવતા જ સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકામાં આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. AMC દ્વારા 82 જેટલા બ્રિજનું નિરીક્ષણ કરવા માટેની તૈયારી દર્શાવવી હતી, પરંતુ હાઇકોર્ટની ફટકારનું પાલન કોર્પોરેશનમાં થતું નથી તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું હતું, ત્યારે હજુ સુધી કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી એજન્ડામાં મુકવામાં આવે છે. પરંતુ તે કામને મંજૂરી આપવામાં આવી રહી નથી.

મોરબી બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના તમામ બ્રિજનું ચેકીંગ કરવાની સૂચના આપવામાં આવી હતી, ત્યારે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ દ્વારા શહેરમાં આવેલા અંદાજે 82 જેટલા બ્રિજનું નિરીક્ષણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પંરતુ આ જાહેરાત 3 મહિના થયા હોવા છતાં તેનું નિરક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ બ્રિજના નિરીક્ષણ માટે અનેક વખત કમિટી કામ લાવવામાં આવે છે. પરંતુ તેમના કામને મંજૂરી આપવામાં આવતી નથી. સત્તા પક્ષ દ્વારા કોન્કટ્રાક્ટર બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બ્રિજનું કામ એજન્ડામાં લાવવામાં આવે છે. કામને મંજૂરી આપવામાં આવતી નથી. જેના કારણે બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ કોન્ટ્રાક્ટર બચાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉત્તમ ઉદાહરણ હાટકેશ્વર બ્રિજમાં જોવા મળ્યું હતું. - શહેઝાદ ખાન (વિપક્ષ નેતા)

એજન્ડા કામ પણ મંજૂરી નહીં : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના નિરીક્ષણની કામગીરી ત્રણ તબક્કામાં કરવાની તૈયારી દર્શાવી હતી. જેમાં નદી પરના ઓવરબ્રિજ, રેલવે પરના ઓવરબ્રિજ તેમજ શહેરમાં આવેલા ફ્લાય અને અંડરબ્રિજનું નિરીક્ષણ કરવા માટે મલ્ટીમીડિયા કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ, કસાડ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ અને પંકજ.એમ.પટેલ કન્સલ્ટન્સી કામગીરી સોંપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ કામ માટે અનેકવાર એજન્ડા મીટીંગમાં મૂકવામાં આવે છે, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી નથી.

ત્રણ તબક્કામાં કામ કરવાની સૂચના : ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલના અનુસંધાને સમગ્ર રાજ્ય મહાનગરપાલિકાની નગરપાલિકામાં તૈયાર થયેલા વિવિધ બ્રીજનું નિરીક્ષણ ત્રણ તબક્કામાં કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રથમ કક્ષાનું નિરીક્ષણ ચોમાસા પહેલા જ્યારે બીજા કક્ષાનું નિરીક્ષણ ઓક્ટોબર માસના પૂર્ણ થવામાં આદેશ આપવામાં આવ્યા હતા. જેના અંતર્ગત ગુજરાત સરકારમાંથી મંજૂર પ્રતિ ચોરસ મીટર પર 22.10 રૂપિયા તેમજ બીજા તબક્કાનો નિરીક્ષણમાં 81 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને ત્રીજા તબક્કામાં 302 રૂપિયા પ્રતિ ચોરસ મીટરની કામગીરી કરનાર કંપનીને આપવામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

  1. Gandhinagar News : મોરબી ઘટના બાદ સરકારે 35,700 બ્રિજ તપાસ્યા, 12 બ્રિજ બંધ કરવામાં આવ્યા
  2. Vadodara Atal Bridge: સેફટી મુદ્દે યોગેશ પટેલે કમિશનરનો જાહેરમાં ઉધડો લીધો, કહ્યું યોગ્ય તપાસ કરો
  3. Vadodara Dumad Bridge : કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી દેણા અન્ડરપાસ અને દુમાડ બ્રિજનું લોકાર્પણ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.