ETV Bharat / state

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં વેગ મળશે, મહારાષ્ટ્ર સરકારે લીલી ઝંડી આપી - Bullet train project Vapi

મહારાષ્ટ્રમાં સરકાર બદલાવાની સાથે હવે ઘણા પ્રોજેક્ટમાં ઝડપ (bullet train project)આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં સરકાર બદલાવવાથી જમીન સંપાદન સહિત અન્ય (Mumbai Ahmedabad bullet train project)પ્રક્રિયા પર લાગેલી રોક પણ દુર થઈ ગઈ છે. જોકે હવે મુંબઈ તરફનું કામ પણ ખુબજ ઝડપથી આગળ વધશે.

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં વેગ મળશે, મહારાષ્ટ્ર સરકારે લીલી ઝંડી આપી

author img

By

Published : Jul 14, 2022, 8:57 PM IST

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં સરકાર બદલાવવાની સાથે હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(bullet train project)ગોકળ ગતિએ નહી પણ બુલેટ ગતિએ આગળ વધશે. જેને લઈ દિલ્હીમાં આ પ્રોજેક્ટને બુલેટ ગતિએ(Mumbai Ahmedabad bullet train project) આગળ ધપાવવા માટે બેઠકો શરૂ થઈ ગઈ છે. ત્યારે જુઓ શું છે આખો મોદીનો ડ્રિમ બુલેટ પ્રોજેક્ટ?

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવો અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Ahmedabad Mumbai bullet train project) છેલ્લા કેટલાય સમયથી મંદ ગતિએ ચાલતો હતો. મહારાષ્ટ્રની જૂની સરકાર આ પ્રોજેક્ટમાં વધુ ધ્યાન આપતી ન હતી અને પ્રોજેક્ટનો વિરોધ કરતા હતાં. મહારાષ્ટ્રમાં હવે શિવસેનાની નવી શિંદે સરકાર અને ભાજપની સરકાર આવી છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ વહેલી તકે અને ઝડપથી પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો - ભારતના સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દોઢ વર્ષ અગાઉ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો હતો. સરકારે રાજ્યમાં જમીન સંપાદનની પ્રક્રિયા જ બંધ કરી દીધી હતી. જેને પગલે ભારત સરકારે બુલેટ ટ્રેન વાપી સુધી જ દોડાવવાનું મન બનાવી લીધું હતું. જો કે હવે મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત શિંદે સરકાર આવતા થાણે અને મુંબઈ સહિતના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા વેગવંતી બનશે તે સુનિશ્ચિત થઈ ચૂક્યું છે.

2026 સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રેન દોડાવવાની - ઉદ્ધવ ઠાકરેના વિરોધ અને અસહકારભર્યા વલણના લીધે વિલંબમાં પડેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2026 સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રેન દોડાવવાની કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેના પછી બે જ સપ્તાહમાં બદલાયેલા ઘટના ક્રમમાં નવી સરકારના અસ્તિત્વ પહેલા જ દિલ્હીમાં જાપાનના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજીને આગળની કામગીરીની સમીક્ષા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ભારતને આ પ્રોજેક્ટમાં જાપાન સરકારનો ટેકનિકલ અને આર્થિક સહયોગ મળ્યો છે. જેથી મોદીનો ડ્રિમ સફળતા તરફ આગળ વધી રહ્યો હતો.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

આ પણ વાંચોઃ Surat Bullet Train Project: જાણો ક્યા વર્ષથી સુરત અને બીલીમોરા વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે

પ્રોજેક્ટની જાહેરાત 2017માં થઈ - આ પ્રોજેક્ટની જાહેરાત 2017માં થઈ હતી અને ત્યારે 2023 સુધીમાં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનો લક્ષ્યાંક હતો. પરંતુ મહારાષ્ટ્ર સરકારે જમીન સંપાદન સહિતની બાબતોમાં અવરોધ ઊભો કરતા 2026 સુધીમાં વડોદરાથી બિલીમોરા વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડતી કરવામાં આવશે તેવો અંદાજ છે. જોકે હાલ અમદાવાદ અને મુંબઈ વચ્ચેના કોરિડોરમાં દર મહિને 50 પિલર બની રહ્યા છે.

ચૂંટણીની આસપાસના સમયમાં પૂરી કરવાનો ઇરાદો - ગુજરાતમાં અત્યાર સુધી જમીન સંપાદન સહિતના ક્ષેત્રોમાં 74,000 કરોડનું રોકાણ થઈ ચૂક્યું છે. આ રુટમાં 12 સ્ટોપેજ હશે. બુલેટ ટ્રેન શરૂ થશે તો એકપણ સ્ટોપ વગર મુંબઈ 2.07 કલાકમાં પહોંચી શકાશે. જ્યારે સ્ટોપેજ સાથે 2.58 મિનિટમાં પહોંચાશે. સરકાર બદલાવવાની સાથે આ પ્રોજેક્ટનું કામકાજ વેગ પકડી શકે છે. વડાપ્રધાન મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને તેઓ સ્વાભાવિક રીતે આગામી લોકસભા ચૂંટણીની આસપાસના સમયમાં પૂરી કરવાનો ઇરાદો પણ રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ Bullet Train Project : અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે કહી મોટી વાત, ઠાકરેની કેવી ઝાટકણી કાઢી જૂઓ

બુલેટ ટ્રેનનું સંપૂર્ણ કામ ખુબજ ઝડપી - બુલેટ ટ્રેન બાબતે પીઆરઓ સુષ્મા ગોરને પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમને જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનું સંપૂર્ણ કામ ખુબજ ઝડપી ચાલી રહ્યું છે, હાલ મહારાષ્ટ્રમાં સરકાર બદલાવવાથી જમીન સંપાદન સહિત અન્ય પ્રક્રિયા પર લાગેલી રોક પણ દુર થઈ ગઈ છે. જોકે હવે મુંબઈ તરફનું કામ પણ ખુબજ ઝડપથી આગળ વધશે, તો બીજી તરફ ઓગસ્ટ સુધીમાં સુરતથી બીલીમોરા સુધી ટ્રાયલ રન શરૂ કરવાનું આયોજન પણ ગોઠવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.