અમદાવાદ: દરેક સમાજ પોતાના સમાજ સુદ્રઢ કરવા માટે સંમેલન કરતા હોય છે. જેમાં સમાજના આગેવાનો હેઠળ સમાજના જે પ્રશ્નો છે તેને રજૂ કરવામાં આવતા હોય છે. તેવી જ રીતે સમસ્ત મોદી સમાજ દ્વારા પણ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો તેમજ વિદ્યાર્થી શૈક્ષણિક રીતે કેવી રીતે પૂરતી મદદ કરી શકાય તે માટે એક રાષ્ટ્રીય મહાસમેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 રાજ્યોના મોદી સમાજના અલગ અલગ ઘટકોના અદાધિકારી તેમજ આગેવાનો હાજર રહેશે.
સમસ્ત મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલનનું આ પહેલા બે વખત સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ સરદાર પટેલ સ્મારકમાં 21 મે 2023ના રોજ આ રાષ્ટ્રીય મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં 20 રાજ્યોમાંથી 150 સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાતના 16 જિલ્લા અને 50 તાલુકામાંથી અલગ અલગ ઘટકોના જે તે સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેશે. - પૂર્ણેશ મોદી (કાર્યકારી પ્રમુખ)
કુરિવાજો દૂર કરવામાં આવશે : વધૂૂમા જણાવ્યું હતું કે, સમાજમાં રોટી અને બેટીનો જે વ્યવહાર મૂળભૂત રીતે એક ઘટકથી બીજા ઘટક સાથે મળી એકબીજા નજીક આવે તે રીતે કામ કરવામાં આવશે. આ ઉપરાંત સારા અને ખરાબ પ્રસંગમાં જે કુરિવાજો છે તેને દૂર કરવામાં આવશે. શિક્ષણના સ્તરમાં કેવી રીતે સુધારો કરવામા આવે IPS અને આઇપીએસની તૈયારી કરતા વિદ્યાર્થીને પણ તમામ પ્રકારની સુવિધા પૂરી આપવામાં આવે અને સમાજ અલગ અલગ ઘટકમાં વહેચાયેલો છે. તેને એક કરીને એક સમાજ શ્રેષ્ઠ સમાજ કેવી રીતે બને તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
સરકારી યોજનાનો લાભ વધુ કેવી રીતે મળે : શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક તેમજ રાજકિય ક્ષેત્રે મોદી સમાજ OBCમાં આવે છે. દેશમાં 13 કરોડ મોદી સમાજના લોકો ઓબીસીમાં છે. અલગ અલગ રાજ્યમાં પણ અતિપછાત આવે છે. તો સરકારી યોજના લાભ મળે તેથી સમાજના આગેવાનો આગળ કેવી રીતે મદદરૂપ થાય તેની ચર્ચા પણ આ રાષ્ટ્રિય મહાસંમેલનનું કરવામાં આવશે.
હવે મોદી સમાજ આ 4 ક્ષેત્રમાં આગળ વધવા પર ધ્યાન આપશે, બેઠકમાં લેવાયો નિર્ણય