અમદાવાદ : કોંગ્રેસ દ્વારા આજે 40 વર્ષથી બંધ પડેલી મિલના કામદારોના હકો અને અધિકાર માટે મજુર મહાસંગ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા 40 વર્ષથી પોતાના હક અને લેવાની વ્યાજની રકમ માટે કામદારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ગરીબ માણસના અધિકાર અને હકો સાથે રમત કરતા પરિબળોને દાખલા રૂપી સજા કરવામાં આવે તેવી વિનંતી સરકાર પાસે કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો : કોંગ્રેસના દીપક બાબરીયાએ જણાવ્યું હતું કે, 40 વર્ષ પહેલા બંધ થયેલી મિલો 40 વર્ષથી કામદારો પોતાનો હક માટે જજુમી રહ્યા છે. જેમાંની એક અરજી હાઇકોર્ટમાં ચાલી રહી છે. જેમાં આઠ કરોડમાંથી હજુ સુધી એક કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા છે. હજુ પણ સાત કરોડ જેટલી રકમ મજૂરોને આપવાની બાકી છે. અમદાવાદ શહેરના મજૂરોની જમીન પડાવી લેવાનો કારસો કર્યો હતો. ત્યારે આપ મજૂર કામદારોને 1983થી PF અને વ્યાજની રકમ આપવાની બાકી છે. જેને લઈને આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કામદારો સાથેનો વિશ્વાસઘાત : વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં પ્રસાદ મિલની 500 કરોડની જમીન કામદારોના 40 વર્ષના વિલંબ માટેના બેંકના સરેરાશ વાર્ષિક ડિપોઝિટ જેટલાં વ્યાજ સાથેના 180 કરોડના લેણાની રકમની સામે 7 કરોડમાં પતાવટ કરી. આ સ્કીમના નામે 25 કરોડમાં આપી દેવાની દરખાસ્તને ગુજરાત હાઇકોર્ટમાં બિલ્ડરો સાથેના મેળા પાણીમાં મહાજનની મંજૂરીએ મિલ કામદારો સાથેનો કારમો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મીટ ફેક્ટરીમાં ગેસ લીકેઝ થતા 50થી વધુ લોકોની હાલત ગંભીર
1400થી વધુ કામદારો : 1983માં બંધ પડેલી પ્રસાદ મિલમાં 1400થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. જેમાથી આજ સુધીમાં 50 ટકા જેટલાં કામદારો ન્યાયની આશામાં 40 વર્ષથી રાહ જોતા મૃત્યુ પામ્યા છે. 1986માં મિલનું લિક્વિડેશન જાહેર થયેલું અને કામદારોની રકમ 8 કરોડ નક્કી કરવામાં એવી હતી. જેમાં મિલ મશીનરી, બિલ્ડીંગ તેમજ અન્ય મિલકતો વેચતા તેમાંથી કામદારોએ તેમના હિસ્સાની 10 ટકા જેટલી રકમ પ્રાપ્ત છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનનો કાયકાદીય વિવાદ આખરે પહોંચ્યો હાઈકોર્ટ
જમીન આંટીઘૂંટીમાં : બાકીની રકમ જમીનના વેચાણમાંથી જ પ્રાપ્ત થઈ શકે તેવી પરિસ્થિતિ હતી, પરંતુ આ મિલની જમીન લીઝની જમીન હોવાથી આંટીઘૂંટીમાં સપડાઈ ગયેલી અને સુપ્રીમ કોર્ટમાં કામદારોના હિતમાં સ્કીમ કરી મિલને પુન જીવન કરવાની ટકોરનો લાભ લીધો હતો. જેમાં કેટલાક બિલ્ડરો દ્વારા મિલની શહેરની વચ્ચોવચ વિક્ટોરિયા ગાર્ડન લાલ દરવાજા પાસે આશરે 35000 ચોરસમીટર જમીન પાણીના હડપ કરી જવાના ઇરાદે એક સ્કીમ રજૂ કરવામાં આવી હતી. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.