ETV Bharat / state

Ahmedabad Metro: ભારત ન્યૂ ઝીલેન્ડની T20 મેચ મેટ્રોને ફળી

અમદાવાદમાં રમાયેલી ભારત અને ન્યૂ ઝીલેન્ડની (Ahmedabad Metro) ત્રીજી મેચમાં મેટ્રોનો સમય વધારીને રાત્રિના 12:00 વાગ્યા સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને પગલે મેટ્રોની આવકમાં ભારે વધારો જોવા મળ્યો હતો. જેમાં એક જ દિવસમાં મેટ્રોની 8 લાખની આવક થઈ હતી.

Ahmedabad Metro: મેટ્રોને ભારત અને ન્યૂઝીલેન્ડની T20 મેચ ફળી, નોંધાણી આટલી આવક

author img

By

Published : Feb 3, 2023, 2:20 PM IST

Updated : Feb 3, 2023, 3:13 PM IST

અમદાવાદ: અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થતા લોકોને ઝડપી મુસાફરીની સેવાનો લાભ મળી રહ્યો છે. સામાન્ય લોકોને મુસાફરી માટે બેસ્ટ છે મેટ્રો. પરંતુ ધણી વાર એવું થતું હોય છે કે મેટ્રોના સમયમાં આવકજાવકનો મેળ આવતો નથી. જેના કારણે મેટ્રો હોવા છતા તેનો લાભ મળી શકતો નથી. ત્યારે મેટ્રોના સમયમાં વધારા કરતા તેની કમાણીમાં બમણો વધારો જોવા મળ્યો છે.

સમયમાં ફેરફારઃ શરૂઆતમાં સવારના 9 થી રાતના 8:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ નોકરીયાત વર્ગને ધ્યાનમાં રાખીને મેટ્રોનો સમય સવારે 7થી રાતના 10 સુધીનો કરવામાં આવ્યો હતો. પરંતુ તારીખ 1 ફેબ્રુઆરીના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં પ્રેક્ષકોનો ઉત્સાહ અને ધ્યાનમાં લઈને મેટ્રો ટ્રેનનું સંચાલન રાત્રિના 12:00 વાગે સુધી ચાલુ રાખવાનો નક્કી કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન મેટ્રોને ભારે આવક નોંધાણી હતી.

આ પણ વાંચો અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે

લોકોએ કરી મુસાફરી: અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી મેટ્રો ટ્રેનની સૌથી લાંબો રૂટ પૂર્વથી પશ્ચિમનો કોરિડોર એટલે કે થલતેજ થી વસ્ત્રાલ ગામના રૂટ પર 30,115 લોકોએ મુસાફરી કરી હતી. જેમાં મેટ્રોની આવક 507805 થઈ છે. જ્યારે ઉત્તરથી દક્ષિણના રૂટ ની વાત કરવામાં આવે તો એપીએમસીથી મોટીરા સુધીના આ રૂટ પર 20,942 લોકોએ મુસાફરી કરી હતી. જેમાં 3,35,255ની આવક થઈ હતી. આમ કુલ 51057 લોકોએ મુસાફરી કરી હતી જેમાં મેટ્રોની આવક 843060 એક જ દિવસમાં થઈ છે.

મેટ્રો એક સારી સુવિધા: 2023ના પ્રથમ માસ એટલે કે જાન્યુઆરી માસમાં કુલ 10,91,119 લોકોએ મેટ્રોની મુસાફરી કરી હતી. જેમાં મેટ્રોને 16750117.13 જેટલી આવક થઈ છે. જોકે મેટ્રોનો સમય હવે સવારના 7 થી રાતના 10 કરવામાં આવતા નોકરિયાત વર્ગ માટે મેટ્રો એક સારી સુવિધા ઉભી થઈ શકે છે. જેના કારણે મેટ્રોની આવકમાં પણ હવે વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો હજીરા ખાતે તૈયાર થશે 60 હજાર કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ જેના કારણે બુલેટ ટ્રેન બનશે આત્મનિર્ભર

પાર્કિંગ અને AMTS સુવિધા મળશે: મેટ્રો સ્ટેશનની નજીકમાં કોઈ પાર્કિંગની સુવિધા ન હોવાથી મેટ્રોની આવકમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો સ્ટેશનની નજીક આવેલા કોર્પોરેશનના પ્લોટમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આગામી સમયમાં મેટ્રોના મુખ્ય સ્ટેશનથી AMTS સેવા પણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી મેટ્રોની મુસાફરી કરતા લોકો AMTSની સેવાનો પણ લાભ લઈ શકશે.

Last Updated : Feb 3, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.