અમદાવાદ : ક્રિકેટ રસિકો માટે હાલમાં ખેલાતી આઈપીએલ મેચો વેકેશનના કારણે વધુ આકર્ષક બની છે ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિકોને વધુ આનંક થાય એવા સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદમાં આગામી તા. 26મી મે અને 28 મેએ મહત્ત્વની આઇપીએલ મેચ રમાવાની છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ મેચને ધ્યાનમાં જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકીટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.આ ટિકિટનો દર વ્યકિત દીઠ રુપિયા 25 રહેશે.
સમય પણ વધારાયો : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે મેટ્રો સેવાનો સમય લંબાવવાનો પણ નિર્ણય કરાયો છે. GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 7 વાગ્યાથી રાત્રિના 1:30 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય પણ કર્યો છે. આમ મેચ જોવા જવા માટે કે મેચ પૂર્ણ થવા બાદ પરત જવા માટે પણ મેટ્રો ટ્રેન સુવિધા આસાનીથી મળી રહેશે.
મેટ્રો ટ્રેનની પેપર ટિકીટની વિશેષતા : GMRC દ્વારા બહાર પડાયેલ સ્પેશ્યલ પેપર ટિકિટની કેટલીક વિશેષતાઓ છે. આઈપીએલ મેચના દિવસે સાંજના સમયે ટિકિટ ખરીદવા માટે રાહ જોવાનો સમય ટાળવા માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર અગાઉથી બપોરે 12 વાગ્યાથી સ્પેશ્યલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે. સ્પેશ્યલ પેપર ટીકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફિકસ રુપિયા 25 છે જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી બીજા કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
આટલું યાદ રાખો : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવા મુજબ ખાસ તો ધ્યાનમાં રાખવાનું છે કે આઇપીએલ મેચોના દિવસોમાં લંબાવેલ ટ્રેનના સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સ્પેશિયલ પેપર ટિકિટથી મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ) સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ ઉપલબ્ધ રહેશે. આ અંગે જીએમઆરસીના રેગ્યુલર વાણિજ્ય નિયમો અને પ્રક્રિયાઓ સ્પેશ્યલ પેપર ટિકીટ પર પણ લાગુ પડશે.