ETV Bharat / state

Ahmedabad Metro Court : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ, સાક્ષીઓએ જુબાનીમાં શું કહ્યું?

બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. આજે ફરિયાદ પક્ષે રજૂ થયેલાં સાક્ષીઓના નિવેદન લેવાયાં છે. કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી આગામી 12 જૂનના રોજ હાથ ધરાશે.

Ahmedabad Metro Court બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ, સાક્ષીઓએ જુબાનીમાં શું કહ્યું?

author img

By

Published : May 20, 2023, 9:17 PM IST

સાક્ષીઓના નિવેદન લેવાયાં

અમદાવાદ : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવાના બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાનિની ફરિયાદ દાખલ થયેલી છે. જેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદમાં રહેતા હરેશભાઇ પ્રાણશંકર મહેતાએ બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી લાલુપ્રસાદ યાદવ સામે આઇપીસીની કલમ 499, 500 (બદનક્ષી)ની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે.

કોર્ટ કાર્યવાહીમાં શું થયું : માનહાનિની ફરિયાદ મામલે કોર્ટમાં આજની સુનાવણીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવતા સાક્ષી એવા અખિલ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ રાજેન્દ્ર ટાંક તેમજ અન્ય બે સાક્ષી જતીન પટેલ અને પંકજ પટેલના નિવેદન લેવાયાં હતાં. જેમાં સાક્ષીઓએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે તેજસ્વી યાદવે 22 માર્ચ 2023 ના ગુજરાતી ઠગ છે તેવું જાહેરમાં નિવેદન આપ્યું હતું. જેથી અમારા અખિલ ભારત ગુજરાતી સમાજના ગુજરાતીઓને દુઃખ લાગ્યું છે. આ નિવેદનથી ગુજરાતીઓને આઘાત લાગ્યો છે. છત્તીસગઢના ગુજરાતી સમાજે પણ તેજસ્વી યાદવ સામે પોલીસ ફરિયાદ કરી છે.

તેજસ્વી યાદવ વિરુધ્ધ ફરિયાદ દાખલ થઈ તેમાં ત્રણ સાક્ષીઓએ જુબાની આપી છે. તેમજ મુખ્ય ફરિયાદી હરેશ મહેતાએ જે ખાનગી ચેનલની યુ ટ્યુબ પર આ સમાચાર જોયા હતા. જેથી ખાનગી ન્યુઝ ચેનલના એડીટરને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે કે જે નોટિસ મળેથી તેજસ્વી યાદવે જે નિવેદન આપ્યા છે તેની ઓરીજનલ કોપી સીડી અને પેન ડ્રાઈવ સાથે હાજર રહેવા ફરમાન કર્યું છે. આ મામલે વધુ સુનાવણી 12 જુને હાથ ધરાશે...પ્રફુલ પટેલ (ફરિયાદીના વકીલ)

ગુજરાતીઓનું અપમાન : આ સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું કે તેજસ્વી યાદવના વાયરલ વિડિયોમાં ગુજરાતીઓને ઠગ કહ્યાં હતાં. જેનાથી અમારી લાગણી દુભાઈ છે, ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે. ગુજરાતીઓ પોતાની મહેનત અને સાહસથી દેશ દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. આ ગાંધી, સરદાર પટેલ અને નરસિંહ મહેતાનું ગુજરાત છે. આવા ગુજરાતીઓને ઠગ કહી મહાપુરુષોનું અને ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે.

ગુજરાતીઓની પ્રમાણિકતા પર સવાલ : દેશમાં બધી જ જાતિઓને સમાન અધિકાર આપવામાં આવે છે. બીજા રાજ્યમાં જઇએ ત્યારે ગુજરાતીઓની પ્રમાણિકતા પર સવાલ ઉભા થાય છે. આ મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, જેથી કોઈ રાજકીય આગેવાન આવું નિવેદન આપતા અટકે.

  1. Defamation Complaint : બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ કરનાર હરેશ મહેતા કોણ છે જાણો
  2. Tejashwi Yadav Defamation Case: તેજસ્વી યાદવની મુશ્કેલીમાં થયો વધારો, માનહાનિ કેસમાં અમદાવાદની કોર્ટમાં થઇ પ્રથમ સુનાવણી
  3. Tejashwi Yadav : ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.