અમદાવાદઃ : એક તરફ કોરોના વાઇરસના કારણે સંપૂર્ણ દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે કોરોના વાઇરસને લઈને બધાં જ મંદિરો બંધ છે.
આ પહેલાં ચૈત્રી નવરાત્રિમાં ગુજરાતના વિવિધ શક્તિપીઠો જેમ કે અંબાજી, પાવાગઢ, બહુચરાજી વગેરે સ્થળોએ ભક્તો રથ અને ધજા સાથે સંધમાં નીકળતાં હતાં, પરંતુ હવે કોરોના વાઇરસના કારણે મંદિરો ભક્તો વગર સૂના પડયાં છે. તો મંદિર સાથે સંકળાયેલા જે લોકો ચૂંદડી, શ્રીફળ, કંકુ વગેરે વેચીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં તેમને પણ તકલીફ પડી રહી છે.