ETV Bharat / state

Ahmedabad Crime : 40 વર્ષના આધેડે 17 વર્ષીય સગીરાની હત્યા કરવાનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં એક તરફ પ્રેમીએ પોતાની અડધા ઉંમરની પ્રેમિકાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. યુવક સગીરાના પિતા ન હોવાના કારણે જબરદસ્તી લગ્નની જીદ લઈને બેઠો હતો. પરંતુ સગીરાએ લગ્નની ના પાડતા પ્રેમીએ છરી વડે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Ahmedabad Crime : 40 વર્ષના યુવકે 17 વર્ષીય સગીરાની હત્યા કરવાનો કર્યો પ્રયાસ

author img

By

Published : Apr 13, 2023, 9:47 PM IST

અમદાવાદમાં એક તરફ પ્રેમીએ પોતાની અડધા ઉંમરની પ્રેમિકાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ 40 વર્ષીય યુવાને પોતાનાથી અડધાથી પણ ઓછી ઉંમરની એટલે કે 17 વર્ષની સગીરનું ગળું કાપ્યું હોવાની ઘટના બની છે. સગીરા સાથે લગ્ન કરવા યુવાન હેરાન કરતો હતો. સગીરાએ પ્રસ્તાવ ઇનકાર કરતા આરોપીએ સગીરની હત્યાનો પ્રયાસ કર્યો છે. જોકે વાડજ પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી છે.

શું હતો સમગ્ર મામલો : આ સમગ્ર મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી ભરત બોડાણ દ્વારા એક તરફી પ્રેમમાં સગીરાનું છરીથી ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સગીરા અને તેનો પરિવાર છેલ્લા 4 વર્ષથી વાડજ વિસ્તારમાં રહેવા આવ્યો હતો, અપરિણિત આરોપી ભરતની નજર સગીરા પર પડી હતી. તે સગીરા સાથે એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. બે વર્ષ પહેલા સગીરાને પામવા માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. પરતું સગીરાએ ઇનકાર કરી દીધો હતો.

કેવી રીતે કર્યો હુમલો : આ દરમિયાન સગીરાના પિતાનું અવસાન થતાં આરોપી ભરતે પિતા વગરની દીકરીને પામવા ફરી એક વખત હેરાન કરવાનું શરૂ કર્યું અને લગ્ન પ્રસ્તાવ લઈને સગીરાની માતા જોડે પહોંચી ગયો. આરોપી અને સગીરા વચ્ચે 23 વર્ષની ઉંમરનો ફરક હતો. જેથી તેની માતાએ લગ્ન કરવાની ના પાડી હતી. આરોપી ભરતે સગીરા સાથે લગ્ન નહીં થતા તેની હત્યાનું ષડયંત્ર રચ્યું. સગીરા સાંજે શાકભાજી લેવા ઘરેથી નીકળી ત્યારે આરોપી છરી લઈ તેનો પીછો કર્યો અને તેના ગળાના ભાગે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad Crime : પૂર્વ પ્રેમીએ કરી હતી મહિલાની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ

પ્રેમ સંબંધ રાખવા હેરાન : પકડાયેલા આરોપી ભરત છેલ્લા બે વર્ષથી સગીરાને પ્રેમ સંબંધ રાખવા માનસિક હેરાન કરતો હતો. ત્યારે સગીરાએ પોતાના પરિવારને ભરતના કરતુતની જાણ કરી હતી અને બન્ને પરિવાર વચ્ચે ઝઘડો પણ થયો હતો. એક તરફી પ્રેમમાં પાગલ થયેલા ભરતે સગીરાને પામવા માટે તેને પોતાની તમામ હરકતો પાર કરી દીધી હતી. યુવક છેલ્લા એક મહિનાથી સતત સગીરનો પીછો કરતો હતો. જેથી સગીરાએ ઘરેથી નીકળતા પણ ડર લાગતો હતો.

આ પણ વાંચો : Snatchers Killed Youth In Surat : સુરતમાં સ્નેચરોએ મોબાઇલ માટે યુવકની કરી હત્યા, ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ

આરોપી હિંમત ખુલ્લી ગઈ : ફરી ઝઘડો ન થાય જેના ડરથી સગીરાએ ભરતના કરતૂતોની પરિવારજને જાણ કરી ન હતી. જેના કારણે આરોપી ભરતની હિંમત ખુલ્લી હતી. આરોપીએ સગીરાને આત્મહત્યા કરવાની કે તેની હત્યા કરી દેવાની ધમકી આપ્યા કરતો હતો. પરતું સગીરાએ તેના લગ્નનો પ્રસ્તાવ નહીં સ્વીકારતા આરોપીએ તેની હત્યાનો પ્રયાસ કર્યો છે. આ અંગે બી ડિવિઝનના ACP હરીશકુમાર કણસાગરા એ જણાવ્યું હતું કે, ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપીની ધરપકડ કરી છે. હાલ આ ઘટનાને લઈને આરોપીની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.