અમદાવાદ : અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં સ્થિત કાંકરીયા પ્રાણી સંગ્રહાલયમાં આજકાલ તો વરસાદના કારણે ઠંડક ભલે હોય પણ ઊનાળાની તૈયારીઓ પણ જોવા મળી રહી છે. કાંકરીયાના પ્રસિદ્ધ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુપંખીઓને આગામી દિવસોમાં આકરા તાપથી બચાવવા માટે કુલર સહિતની વ્યવસ્થાઓ ઝૂના સંચાલકો દ્વારા ગોઠવાતી નજરે પડી હતી.
પાણીની અંદર ORS : અમદાવાદના કાંકરીયા પ્રાણી સંગ્રહાલય તરીકે ઓળખાતા ઝૂમાં આગામી સમયમાં વેકેશન વખતે લોકોનો ધસારો પણ થશે. ત્યારે અમદાવાદમાં મોટાભાગે તાપમાનનો તારો 43 ડિગ્રીથી પણ વધુ રહે છે. એવા સમયેે પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી આકુળવ્યાકુળ થઇ જતાં હોય છે. જેને લઇને પશુપખીઓને ગરમીથી બચાવવા માટે કુલર તેમજ નેટની જાળીઓ લગાવવામાં આવી છે. જેથી પ્રાણીઓ ગરમીમાં થોડી રાહત મેળવી શકે. આ ઉપરાંત પ્રાણીઓને લૂ ન લાગે તે માટે પાણીની અંદર ORS પણ નાખવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...
ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકાયા : રાજ્યમાં ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે દિવસે ગરમીનું તાપમાન જોવા મળી રહ્યું છે. હાલમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન છે જે આગામી દિવસોમાં વધશે. ત્યારે એપ્રિલ મે મહિનામાં તાપમાન 43 ડિગ્રીથી પણ વધારે થતું જોવા મળતું હોય છે. ત્યારે પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ પ્રાણીસંગ્રહાલય ખાતે ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકવામાં આવ્યા છે.
કુલર અને નેટ લગાવાઇ : કાંકરીયા પ્રાણી સંગ્રહાલય ડાયરેક્ટર આર. કે.સાહુએ જણાવ્યુ હતું કે દર વર્ષે જ્યારે ગરમીની ઋતુ આવે છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ છે તેમની ખાસ ગરમી ન લાગે તેની તકેદારી રાખવામાં આવે છે. પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલરો મૂકવાની સાથે પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો હોવાથી થોડાક અંશે ગરમીથી રાહત મળે છે. પરંતુ જ્યાં તડકાનું પ્રમાણ જોવા મળતું હોય છે ત્યાં ગ્રીન નેટ પણ લગાવવામાં આવે છે. જેથી ગરમીથી રાહત મળે તે પ્રકારનું આયોજન કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે કરવામાં આવ્યું છે.
ખોરાક પર પૂરતું ધ્યાન : વધુમાં જણાવ્યું હતું કે પ્રાણીઓની દરેક હલનચલન પર પણ નજર રાખવામાં આવે છે. તેના ખોરાક પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લુ ન લાગે તે માટે પાણીની અંદર જ તેમને દવાઓ નાખવામાં આવે છે. જેથી લૂ બચી શકાય છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1500 થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓની ઠંડક મળે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત માંસાહારી પ્રાણીઓ માટે પણ અલગ ગોગર સિસ્ટમ પણ લગાવવામાં આવશે. આગામી દિવસોમાં પ્રાણીઓને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓ માટે પાણીમાં ORS નાખવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો Asiatic Lion: વનરાજ પણ વૃદ્ધ થાય, અમદાવાદમાં એશિયાટિક લાયન અનંતની વાટે
યોગ્ય તાપમાન જરુરી : ઊનાળાની ગરમીની વાત કરીએ તો અમદાવાદમાં એપ્રિલ- મે માસની અંદર તાપમાન 43 ડિગ્રી પણ પહોંચી જાય છે. તેવામાં વાઘ સિંહ હરણ દીપડા હાથી રીંછ જેવા અનેક પ્રાણીઓ તેમજ પક્ષીઓ ડિહાઇડ્રેશનનો શિકાર બનતા હોય છે. જેના કારણે પ્રાણીઓમાં યોગ્ય તાપમાન જળવાઈ રહે ત ખૂબ જ જરૂરી હોય છે. જેન ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલય દ્વારા કુલર નેટની જાળી લગાવી દેવામાં આવ્યા છે તેમજ ડિહાઇડ્રેશનની બચવા માટે પાણીના હોજ પણ ભરી દેવામાં આવ્યા છે.