ETV Bharat / state

અમદાવાદઃ રામ જન્મ ભૂમિ પૂજનમાં જૈન સમાજે 24 કિલો ચાંદી અર્પણ કર્યું - અજીતનાથ ભગવાન

અયોધ્યામાં રામ જન્મ ભૂમિના ભૂમિ પૂજનને લઇ સમગ્ર હિન્દુ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે લઈ જૈન સમાજ પણ આગળ આવ્યો છે. જૈન સમાજમાં 24 તીર્થંકરો પ્રમાણે 24 કિલો ચાંદી અર્પણ કરવામાં આવશે. જેને લઈ હાલ 18 કિલોથી વધુ ચાંદી RSS અને VHPના આગેવાનોને અપર્ણ કરી દેવામાં આવ્યું છે.

રામ જન્મ ભૂમિના ભૂમિ
રામ જન્મ ભૂમિના ભૂમિ
author img

By

Published : Aug 2, 2020, 6:17 PM IST

અમદાવાદઃ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન અને અન્ય કેટલાંક તીર્થંકર ભગવાનના જન્મ અયોધ્યા નગરીમાં થયા હતા. 500 વર્ષના સંઘર્ષ પછી કરોડ ભારતીયોની શ્રદ્ધાના ફળ સ્વરૂપે અયોધ્યા નગરીમાં રામ મંદિર નિર્માણ કરવામાં આવશે રામના જન્મના સ્થળ પર ભૂમિ પૂજન તેમજ શિલાન્યાસને લઇ સમગ્ર હિન્દુ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રામ જન્મ ભૂમિના ભૂમિ
જૈન સમાજમાં 24 તીર્થંકરો પ્રમાણે 24 કિલો ચાંદી અર્પણ કરવામાં આવશે

રામ મંદિરના શિલાન્યાસ માટે થઈ જૈન સમાજ દ્વારા 18 કિલો ચાંદીની અયોધ્યામાં ભૂમિ પૂજન અને શિલાન્યાસ માટે અર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જૈન સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું છે કે, જૈન સમાજમાં 24 તીર્થંકર ભગવાન હોય છે. જે કારણે 24 કિલો ચાંદી આગામી દિવસોમાં અયોધ્યાના રામ જન્મ ભૂમિ પૂજનમાં અર્પણ કરવા માટે તેઓ કટિબદ્ધ છે.

રામ જન્મ ભૂમિના ભૂમિ
ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે દિવસે તમામ જૈનોના ઘરે વધુમાં વધુ નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે

શિલાન્યાસ માટે થઈ શત્રુંજય તીર્થ પાલીતાણા, હઠીસિંગ જૈન દેરાસર અમદાવાદ, ગુરુરામ પાવન ભૂમિ સુરત, મહુડી તીર્થ, કલીકુંડ તીર્થ ધોળકા આદિ અનેક જૈન પવિત્ર તીર્થના રજકણો તથા અભિષેક સાથે જળ પણ અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યા છે.

જૈન સમાજનો એક મહત્વનો ઉદ્દેશ છે કે, દરેક હિન્દુત્વ ધર્મ એક જ છે અને ખભે ખભા મિલાવી રાષ્ટ્ર સાથે જોડાવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જૈન ધર્મની અંદર નવકાર મહામંત્ર સૌથી મહત્વનો જાપ ગણવામાં આવે છે. જેને લઇ ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે દિવસે તમામ જૈનોના ઘરે વધુમાં વધુ નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે.

રામ જન્મ ભૂમિ પૂજનમાં જૈન સમાજે 24 કિલો ચાંદી અર્પણ કર્યું

તમામ જિનાલયોનેની અંદર પ્રભુભક્તિ સ્વરૂપે સ્નાત્ર મહોત્સવ, અંગ રચના સાથે ઘરે દીપોત્સવ કરી દિવાળી જેવો માહોલ નવનિર્માણ કરવામાં આવશે. આ સાથે તેમને એક સંદેશો પાઠવ્યો હતો કે, રાષ્ટ્રના સમગ્ર સમાજ નિર્માણ પામનારા ઈતિહાસિક રામ મંદિરમાં તેમને પણ ભાગ લેવો જોઈએ.

રામ મંદિરના નિર્માણ માટે જૈન સમાજના બે શ્રાવકો એટલે કે, બાબુલાલ કોઠારીના બન્ને પુત્રો રામ કોઠારી અને સરહદ કોઠારીએ રામ જન્મ ભૂમિ માટે થઈ પોતાનું બલિદાન આપ્યું હતું. આ બલિદાન એળે નથી ગયું. આ વાત જ સમગ્ર ભારતીય પ્રજા માટે ગૌરવ લેવા સમાન છે. જેથી આ મહામંગલકારી શુભ પ્રસંગને લઈ જૈન સમાજ આગળ આવ્યો છે અને ખભેથી ખભો મિલાવી દિવાળી જેવો માહોલ બનાવવા માટે કટિબદ્ધ બન્યા છે.

અયોધ્યા લઈ જઈ રહેલી ચાંદીની ઈંટનું વાપીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયા

વાપી: અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન મોદી તેમજ સંતોના હસ્તે આરંભ થઈ રહ્યો છે. શિલાન્યાસના વિધિના કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ સંપ્રદાયોના 50 સંતો-મહંતોને નિમંત્રિત કરાયા છે. એ સાથે જ દાનનો પણ ધોધ વહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા પણ ચાંદીની ઈંટ મોકલવામાં આવી છે. અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ માટે આ ચાંદીની ઈંટ લઈને જઇ રહેલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સચિવ અને અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દક્ષિણ ગુજરાતના રાહુલભાઈનું વાપીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરતઃ રામ મંદિર નિર્માણ માટે જૈનાચાર્યોએ 11 કિલો ચાંદીની ભેટ આપી

વર્ષો બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. હિન્દુ ધર્મ માટે આ ખૂબ મહત્વનો તહેવાર છે, ત્યારે એકતા અને ભાઈચારાનો ભાવ દર્શાવી જૈન ધર્મના જૈન મુનિઓ પણ મંદિરમાં વિશેષ યોગદાન આપવા આગળ આવી રહ્યા છે. ભવ્ય રામ મંદિરના યોગદાન માટે જૈન ધર્મના શુભમંગલ ફાઉન્ડેશન ગુરુરામ પાવનભૂમિ સુરતના ગચ્છાધિપતિ જૈન આચાર્ય વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે VHP અને RSSને 11 રજત દ્રવ્ય આપવામાં આવ્યું છે.

રામ મંદિર શિલાન્યાસ: ગાઝિયાબાદ ચાંદીના વેપારીઓ દ્વારા 22 કિલો ચાંદીની ઇંટ મંદિરને ભેટ

ગાઝિયાબાદ: 5 ઓગસ્ટે યોજાનારા રામ મંદિરના શિલાન્યાસને લઇને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાઝિયાબાદમાં, સરાફાના વેપારીઓ અને કારીગરોએ રામ મંદિર માટે 22 કિલો ચાંદીની ઇંટ તૈયાર કરી છે. ઈંટ બનાવવા માટે 14 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.