ETV Bharat / state

Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું... - તથ્ય પટેલ શીલજ રોડ પર અકસ્માત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે. તથ્ય પટેલની કારની સ્પીડ 141.27 હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગાંધીનગરમાં પણ અગાઉ અકસ્માત કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ઉપરાંત કારને લઈને યુકેથી પણ રીપોર્ટ આવશે. આ ઉપરાંત હજુ પણ અલગ અલગ આઠથી દસ રિપોર્ટ આવવાના બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...

author img

By

Published : Jul 24, 2023, 10:37 PM IST

તથ્ય પટેલની કારની સ્પીડ 141.27 હોવાનો રિપોર્ટમાં ખુલાસો

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે પોલીસે કારચાલક તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. તેવામાં આ સમગ્ર કેસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક કાર્યવાહી અને વધુમાં વધુ પુરાવાઓ આરોપી સામે એકત્ર કરવા માટે અલગ અલગ તપાસ કરવામા આવી રહી છે. આ સમગ્ર કેસની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. ઘટનાસ્થળનું FSL દ્વારા પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ દસ્તાવેજી પુરાવાઓ વાહનની સ્પીડ, વાહનનો કાટમાળ અને વાહનના અથડાવાના સમયે સામેલ વાહનોની તપાસ કરવામાં આવી હતી.

વાહનની સ્પીડ ખુલાસો : અકસ્માતનો બનાવ બન્યો તે સમયે 17થી વધુ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ મળી આવતા તેઓના નિવેદન ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. વધુમાં વાહનની સ્પીડ 141.27 હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે, એટલે સત્ય પટેલ જેગુઆર કાર ઓવર સ્પીડમાં ચલાવતો હતો તે સાબિત થયું છે. વાહનની લાઈટ પણ પૂરતી હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે. RTOને સાથે રાખીને પોલીસે કરેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માત સર્જનાર જેગુઆર ગાડીના અન્ય રિપોર્ટ ટ્રાફિક પોલીસ દ્વારા કંપની પાસેથી માંગવામાં આવ્યા છે.

રિપોર્ટ યુકેથી આવશે : જોકે તે રિપોર્ટ હજુ સુધી કંપની દ્વારા પોલીસને આપવામાં આવ્યા નથી. કારણ કે તે રિપોર્ટ યુકેથી આવતા હોવાથી સોમવારે મોડી રાત સુધી પોલીસને સુપ્રત કરવામાં આવી શકે છે. સાથે જ ટ્રાફિક પોલીસે જે નમૂનાઓ ડીએનએ સેમ્પલ માટે લીધો હતા તેનો રિપોર્ટ પણ મંગળવાર સુધીમાં પોલીસને મળી જશે. DNA રિપોર્ટમાં ગાડીની સીટ અને સ્ટેરીંગ તેમજ અલગ અલગ જગ્યાઓ પરથી હાથના ફિંગરપ્રિન્ટ મેળવ્યા છે. જેમાં તથ્ય પટેલ જ કાર ચલાવતો હતો. તેનો મજબૂત પુરાવા તરીકે ઉપયોગ થશે.

મિત્રોને સાક્ષી : આ કેસમાં ટ્રાફિક પોલીસે તથ્ય પટેલની સાથે કારમાં સવાર તેના મિત્રોને સાક્ષી તરીકે બનાવી તેઓના નિવેદન પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. તેનો પણ ઉપયોગ પોલીસ દ્વારા પુરાવા તરીકે કરવામાં આવશે. ટ્રાફિક પોલીસને વધુમાં જાણવા મળ્યું છે કે એક વિડીયો વાયરલ થયો હતો, જે મામલે ગુનો પણ દાખલ થયો હતો, તે મામલે પણ આ કેસમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

તથ્યનો વધુ એક અકસ્માત : ગાંધીનગરમાં એક જગ્યાએ તથ્ય પટેલે અકસ્માત કર્યો હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જે મામલે વીમા કંપની તરફથી વીમો મેળવ્યો હોય જેના કારણે પોલીસને આ બાબતની જાણ થઈ છે. જોકે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ટ્રાફિક પોલીસે હાથ ધરી છે.

આઠથી દસ રિપોર્ટ : આ કેસમાં હજુ પણ આઠથી દસ અલગ અલગ મુદ્દાઓના રિપોર્ટ આવવાના બાકી છે, જે તમામ રિપોર્ટ સોમવારે મોડી રાત્રે અથવા તો મંગળવાર સુધીમાં ટ્રાફિક પોલીસને મળી જશે. ટ્રાફિક પોલીસ દ્વારા જેગુઆર કંપની પાસેથી જે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, તેમાં આ કારની સ્પીડ લિમિટ અને તેની ક્ષમતા સહિતની અલગ અલગ બાબતો અંગે રિપોર્ટ મેળવવામાં આવશે. ગાડીની સ્પીડના નીતિ નિયમો કેવા છે, ગાડીની મેક્સિમમ સ્પીડ કેટલી છે, જે સ્પીડમાં ગાડી ચાલતી હતી જો બ્રેક મારવામાં આવી હોત તો ગાડી કેટલી દૂર જઈને ઉભી રહેતી તે તમામ બાબતોએ ખુલાસા થશે.

શીલજ રોડ પર અકસ્માત : પોલીસે તપાસમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. 31 ડિસેમ્બર 2022ની મોડી રાત્રે તથ્ય પટેલે વધુ એક અકસ્માત સર્જાયો હતો. શીલજ રોડ પર જેગુઆર ગાડી થાંભલા પર ચઢાવી દીધી હતી. અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલની ગાડીમાં તેના મિત્રો પણ સાથે હતા. જેગુઆર કંપનીમાં નો-ક્લેમ ઇન્શ્યોરન્સ તપાસમાં અકસ્માતની વિગત સામે આવી છે. જેગુઆર કંપનીમાં નો-ક્લેમ ઇન્શ્યોરન્સ તપાસમાં અકસ્માતની વિગત સામે આવી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

87 કેસ ઓવર સ્પીડિંગ : મહત્વનું છે કે ઇસ્કોન અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર સ્પીડ લઈને ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં રવિવાર સાંજ સુધીમાં 87 કેસ ઓવર સ્પીડિંગના દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ કામગીરી રાજ્યભરમાં એક મહિના સુધી કરવામાં આવશે, તેવું આદેશ પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો હોય તેને લઈને પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

ઇસ્કોન અકસ્માત કેસના અનેક પરીક્ષણના રિપોર્ટ આવી ચૂક્યા છે, જેમાં તથ્ય પટેલની કાર ઓવર સ્પીડમાં હતી, તે સાબિત થઈ ચૂક્યું છે, RTOના રિપોર્ટમાં કારમાં બ્રેક ફેઈલ કે અન્ય કોઈ ખરાબી ન હતી, તે પણ સાબિત થયું છે. સ્થળ પર હાજર 17 લોકોને સાક્ષી તરીકે નિવેદન લેવાયા છે. જોકે હજુ પણ અલગ અલગ આઠથી દસ રિપોર્ટ આવવાના બાકી હોય તે રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે. - એન.એન ચૌધરી (JCP, ટ્રાફિક, અમદાવાદ)

ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ : આ મામલે આરટીઓના રિપોર્ટના મુજબ જે જેગુઆર કાર છે તે કારની બ્રેક ફેઈલ કે અન્ય કોઈ સાધનોમાં ફેલિયર ન હોવાનું પણ સામે આવ્યું છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ સમગ્ર કેસની તપાસમાં સાત દિવસમાં ચાર્જ શીટ અને એક મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી અંગેનું નિવેદન આપ્યું હતું, તેવામાં ટ્રાફિક પોલીસ દ્વારા આગામી બેથી ત્રણ દિવસમાં આ સમગ્ર કેસની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દેવામાં આવશે તેવુ પણ ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

  1. Iscon Bridge Accident: તથ્ય પટેલ 14 દિવસના જેલ હવાલે, જેગુઆરની સ્પીડ 140થી વધુ હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું
  2. Iskcon Bridge Accident: તથ્ય પટેલે ઘટના સમયે ગાડીને બ્રેક ન મારી હોવાની કબૂલાત કરી, 30થી વધુ લોકોના નિવેદન લેવાયા
  3. ISKCON Bridge Accident Case: તથ્ય પટેલનો ડ્રગ્સ રિપોર્ટ નેગેટિવ પંરતુ તેની મુશ્કેલીમાં વધારો, પોલીસ તપાસના ધમધમાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.