અમદાવાદ: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર 19 જુલાઈના રોજ થયેલ અકસ્માત અમદાવાદ શહેરના લોકોને હચમચાવી મચાવી નાખ્યો હતો. જેમાં ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેની પાછળ જેગુઆર કારે 9 જેટલા લોકોને અડફેટે લીધા હતા. આરોપી તથ્ય પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી ખાતે મોકલવામાં આવ્યો છે.
" એજન્સી દ્વારા રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા તથ્ય પટેલેને પૂછવામાં આવ્યુ કે રિમાન્ડ દરમીયાન પોલીસ દ્વારા કોઈ મારઝૂડ કે દબાણ કરવામાં આવ્યું હતું કે નહીં જેમાં તથ્ય પટેલ કોઈ દબાણ કર્યું ન હોવાનું જણાવ્યુ હતુ. કોર્ટ દ્વારા જામીન અરજી ફાઈલ કરવામાં માંગે છે. તે પણ પૂછ્યું હતું પણ અમારા તરફ કોઈ જામીન અરજી ફાઈલ કરવામાં આવી નથી. તથ્ય પટેલે 14 દિવસ માટે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડી મોકલવામાં આવ્યો છે." - નિશાર વૈદ્ય, આરોપી તથ્ય પટેલના વકીલ
જેગુઆરની સ્પીડ 140થી વધુ: FSL રિપોર્ટમાં પણ તથ્ય પટેલ 140થી પણ વધુની સ્પીડે કાર ચલાવતો હોય તેવું સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને ઉપર 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. જેના સંદર્ભમાં પણ તેને જ્યુડિશિયલ કસ્ટડી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજે પ્રગ્નેશ પટેલના પુત્ર તથ્ય પટેલને 3 દિવસના રિમાન્ડ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા 14 દિવસ માટે સાબરમતી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અગાઉ અકસ્માતનો વીડિયો આવ્યો સામે: તથ્ય પટેલની મુશ્કેલીમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે પહેલા પણ તે અને તેના મિત્રો સાથે સિંધુભવન પર એક આવેલ કાફેની અંદર મોજ મસ્તી કરતો નજરે પડ્યો હતો. જેમાં તથ્ય પટેલ કાફેની અંદર થાર ગાડી સ્પીડમાં ઘુસાડતો વીડિયો વાયરલ થયો છે. જે કાફેના માલિક પણ તથ્ય પટેલ પર કેસ દાખલ કર્યો છે. હવે તેની મુશ્કેલીમાં વધારો થાય તો નવાઈ નહીં.