કેમિકલ અને પીઓપીમાંથી બનેલી મૂર્તિથી પર્યાવરણ અને દરિયાઈ સૃષ્ટિને ભયંકર નુકશાન થાય છે. તે બાબતે જાગૃતિ આપતા હવે પેપર માટે પ્રાકૃતિક રંગો અને વૃક્ષમાંથી નીકળતા ગુંદરમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે ભક્તોનો ઝુકાવવા વધ્યો છે અને વિસર્જન માટે પણ લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. જેનાથી પર્યાવરણ સુરક્ષિત રહે અને આવો જ એક પ્રયાસ કર્યો છે શહેરના શિલ્પા ચોકસીએ.
અનોખી રીતે માટીના ગણપતિનું વિસર્જન, વિસર્જન માટે વપરાયેલા પાણીથી ગોટા ઉગાડાશે ગણેશ વિસર્જન કરવા જતા શિલ્યા ચોક્સી શિલ્પા ચોક્સી જણાવે છે કે આઠમા દિવસે માટીના ગણપતિનું વિસર્જન કર્યું છે. આ ગણપતિના ભજનમાં અમે ગરબા રમીને તથા બીજી પ્રવૃત્તિ કરીને ગણપતિજીને વિદાય આપી છે. તેના માટે ઘરમાં જ એક કુંડ બનાવ્યો છે અને આ કુંડમાં ગણપતિની સાથે અમે 108 ગોટાના બીજ પણ નાખ્યાં અને હવે આ પાણીને ઘરના આંગણમાં નાખીશ જેના લીધે ઘરમાં સુંદર ગોટાઓ ઉગશે.