ETV Bharat / state

Ahmedabad Crime : નાની મોટી ચોરી તો જોઈ હશે પણ અમદાવાદમાં શોર્ટકટમાં પૈસા કમાવવા બે ક્રેનની ચોરી કરાઇ - hydra crane Theft in Vatva GIDC

અમદાવાદના વટવામાં બે ભારે ભરખમ હાઈડ્રો ક્રેન ચોરીની ઘટના બની છે. શોર્ટ કટમાં પૈસા કમાવવા માટે બે ભેજાબાજ ચોરે ક્રેન ચોરીનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જે ક્રેન ચોરી થતાં પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ થતાં ચોરોને દબોચી લીધા છે.

Ahmedabad Crime : નાની મોટી ચોરી તો જોઈ હશે પણ અમદાવાદમાં શોર્ટકટમાં પૈસા કમાવવા બે ક્રેનની ચોરીનો કિસ્સો

author img

By

Published : Jul 13, 2023, 3:45 PM IST

અમદાવાદ : શહેરમાં ચોરીની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે, સાયકલથી લઈને મોટા ડમ્પર સુધી ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પરંતુ અમદાવાદમાં વટવા GIDC વિસ્તારમાં હાઈડ્રો ક્રેન ચોરીની ઘટના બની છે. ટૂંકા સમયગાળામાં વધુ પૈસા કમાવવાની લાલચે બે ક્રેનની ચોરી થઈ હતી, જે ઘટનામાં પોલીસે CCTV ફૂટેજ તેમજ અન્ય બાબતો એકત્ર કરી આરોપીઓની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : ચોરીની તો અનેક ઘટનાઓ તમે વાંચી અને જોઈ હશે, પરંતુ તમને કોઈ એમ કહે કે ભારે ભરખમ ક્રેનની ચોરી થઈ તો બે મીનીટ માટે તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે નાના મોટા વાહનો તો ચોરીને બીજા રાજ્યમાં વેચી શકાય છે પણ ક્રેન ચોરીને કોઈ ચોર કેટલે દૂર ભાગી શકે અને ક્રેનને કઈ રીતે કોઈ જગ્યાએ સંતાડી શકાય. અમદાવાદમાં બે ભેજાબાજ ચોરે શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ક્રેનની ચોરી કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ તેમજ અન્ય બાબતોની તપાસ કરી બે ક્રેન ચોરી કરનારા બે આરોપીઓની ધરપકડ કરી છે.

વેપારીએ ફરીયાદ નોંધાવી : આ અંગે સુરજભાન યાદવ નામનાં ક્રેન સર્વિસનું કામ કરતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે. તેઓ વટવા GIDC ખાતે સાંઈનાથ ક્રેન સર્વિસ નામથી ક્રેન સર્વિસનો વેપાર કરે છે. ફરિયાદી પાસે ત્રણ હાઈડ્રા ક્રેન છે. ગત 8 જુલાઈ 2023ના રોજ તેઓની બે હાઈડ્રા ક્રેન ડ્રાઈવર બિરેન્દ્રકુમાર ગૌણ દ્વારા રામોલ ચોકડી પાસે હાથીજણ સર્કલ તરફના રોડ પર રાજતાજ કંપની પાસે પાર્ક કરી હતી અને બીજા દિવસે ડ્રાઈવર ક્રેન લેવા ગયા ત્યારે બન્ને ક્રેન જોવા ન મળતા ફરિયાદીને જાણ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે ગુનો દાખલ થતા જ અલગ અલગ રીતે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ શોર્ટકટથી પૈસા કમાવા માંગતા હોવાથી આ ગુનો કર્યો હોવાની હકીકત સામે આવી છે. - પ્રદિપસિંહ જાડેજા (ડિવિઝન ACP)

શોર્ટકર્ટમાં પૈસા કમાવવા પ્લાન : 19 લાખની કિંમતની બન્ને ક્રેન ચોરી થતા વટવા GIDC પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. વટવા GIDC પોલીસ સ્ટેશનના PI એન.ડી નકુમની સૂચનાથી સર્વેલન્સ PSI એમ. બી પટેલે અલગ અલગ ટીમો કામે લગાડી આ મામલે તપાસ શરૂ કરી હતી. આસપાસના GIDC તેમજ હ્યુમન સોર્સ અને બાતમીના આધારે આ મામલે પોલીસે ખેડાના અમજદખાન પઠાણ તેમજ વસ્ત્રાલના અજયગીરી ગોસ્વામી નામના આરોપીની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ ડ્રાઈવીંગનું કામ કરે છે અને ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે આ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આ મામલે ઝડપાયેલા આરોપીઓ અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ન હોવાનું સામે આવ્યું છે.

  1. Ahmedabad Crime : ભેજાબાજ ચોર ! બાઈક ચોરી કરી આવી જગ્યાએ છુપાવ્યું
  2. Surat Crime: માર્કેટમાંથી 17 કટ્ટા બટાટા ચોરાયા પણ ટમેટા ચોર જ પકડાયો
  3. Rajkot Crime: બસ સ્ટેન્ડમાં મોબાઇલ ચોરી કરતો શખ્સ CCTV કેમેરામાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.