અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ વખત વહેલુ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ રાજ્યમાં 140 કેન્દ્ર ઉપર નોંધાઈ હતી. જેમાંથી 1,26,624 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે આવેદનપત્ર આપ્યું હતું. જેમાંથી 1,25,563 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેના કારણે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા નોંધાયું છે.
સતત મહેનતનું પરિણામ : વિધાર્થીઓએ પરિણામ બાબતે જણાવ્યું હતું કે, કોરોના કાળ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી શક્યા ન હતો. જેના કારણે બોર્ડની પરીક્ષા અનુભવ હતો નહીં. જેના કારણે મહેનત વધારે જરૂર હતી અને સતત વાંચન અને યુનિટ ટેસ્ટના પરિણામ આટલું સારું પરિણામ મેળવી શક્યા છીએ. અમે પરીક્ષાની તૈયારી માટે એક ચોક્કસ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર કર્યું હતું. જેમાં ટાઈમ ટેબલ પ્રમાણે રેગ્યુલર વાંચન યુનિટ ટેસ્ટ તેમજ જે પણ વિષય અઘરો લાગતો હતો તે વિષયમાં વધારે ભારણ આપ્યું હતું. જેથી સારું પરિણામ લાવી શક્યા છીએ.
અમદાવાદ શહેરનું પરિણામ 65.62 ટકા : આ વખતે અમદાવાદ શહેરમાં કુલ 8,315 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાનું આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 8,287 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી A1 ગ્રેડમાં 5, A2 ગ્રેડમાં 97, B1 ગ્રેડમાં 442, B2 ગ્રેડમાં 907, C1 ગ્રેડમાં 1429, C2 ગ્રેડમાં 1769 અને D ગ્રેડમાં 780 વિદ્યાર્થી પાસ થયા છે. આમ, અમદાવાદ શહેરનું પરિણામ 65.5 ટકા નોંધાયું છે.
આ પણ વાંચો : Hsc Exam Result 2023 : આજીવન માર્ગદર્શન મળે તે માટે ધો 12માં પાસ થનારને વિદ્યાર્થીઓને ભગવદ ગીતા ભેટમાં અપાઇ
અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 69.92 ટકા : અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે તો, અમદાવાદ ગ્રામ્યમાં 5,656 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 5,652 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાં A1માં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી. જ્યારે A2 ગ્રેડમાં 73, B1 ગ્રેડમાં 298, B2માં 620, C1ગ્રેડમાં 1038, C2ગ્રેડમાં 1362 અને D ગ્રેડમાં 555 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેના પરિણામે 69.92 ટકા અમદાવાદ ગ્રામ્યનું પરિણામ નોંધાયો છે.
આ પણ વાંચો : Gujarat Education Board Result: રાજકોટના સવાણી કુંજને ગણિતમાં 100માંથી 100 માર્કસ મળ્યા
અમદાવાદ ટાગોર હોલમાં વિદ્યાર્થીઓને સન્માનિત : વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે આવેલા ટાગોર હોલમાં શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યને લઈને સારી શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ પણ પોતાના પરિણામને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી.