અમદાવાદ : ધંધુકા તાલુકામાં અશ્વનું અવસાન થતાં પરિવારે બેસણું રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, પરિવાર અથવા તો ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે હિન્દુ સંસ્કૃતિ અનુસાર શોક અને બેસણાનો રીવાજ હોય છે. પરંતુ પ્રાણીનું અવસાન થતાં ભાગ્ય જ કોઈ જગ્યા એ શોક અથવા તો બેસણું જોવા મળે છે. તેમાં ખાસ કરીને ગાય, ભેંસ અથવા અશ્વનું અવસાન પર ભાગ્યે જ ક્યાંક બેસણું જોવા મળ્યું હશે. ત્યારે ધંધુકાના જાળીયા ગામમાં અશ્વ પ્રેમી ચાવડા પરિવારે તેમની લાડકવાઈ ક્રિષ્નાનું અવસાન થતાં બેસણું રાખ્યું છે.
આ પણ વાંચો : Horse Racing Competition : જામનગરના આ ગામમાં અફઘાનિસ્તાન જેવા દ્રશ્ય સર્જાયાં, જાતવાન અશ્વોની દોડનો રોમાંચ
અશ્વનું બેસણું : વિગતવાર વાત કરીએ તો, પંખીના માળા જેવડા ગામમાં માણસનો પ્રાણી પ્રત્યેના પ્રેમ અનોખો અદભુત જોવા મળ્યો છે. ધંધુકા તાલુકાના જાળીયા ગામના વનરાજસિંહના પરિવારમાં ક્રિષ્ના નામના અશ્વનું અવસાન થયું છે. અશ્વનું અવસાન થતાં ચાવડા પરિવારમાં શોકના કાળા વાદળ પ્રસર્યા છે. ત્યારે અશ્વનું અવસાન થતાં પરિવાર દ્વારા બેસણું રાખ્યું છે. ચાવડા પરિવારે હિન્દુ રિવાજ મુજબ અશ્વના અંતિમ સંસ્કાર કર્યા છે. ચાવડા પરિવાર દ્વારા અશ્વનું બેસણું તારીખ 22મી એપ્રિલ 2023ને શનિવારના રોજ સવારે 9થી 1 કલાકે જાળીયામાં રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Horse Race : સ્પર્ધામાં 5 કેટેગરીમાં અલગ અલગ રાજ્યના 300 અશ્વ પ્રેમીઓ લીધો ભાગ
350થી વધુ અશ્વનોની જાતી : દુનિયામાં લગભગ 350થી વધુ અશ્વનોની જાતી પ્રજાતી છે, તેમજ અશ્વમાં પાંચ પ્રકારની ગતી હોય છે. આ ઉપરાંત કેટલા અશ્વ તેમાં પ્રસિધ્ધ પણ છે. જેવા કે, તુરગ, હય, તોખાર, વાજી, વીતી, સિંધી, કાઠિયાવાડી, અરબી, કાબૂલી દક્ષિણી, પહાડી, પેગુ, મારવાડી, કચ્છી અર્વા વગેરે નામથી ઓળખવામાં આવે છે. ત્યારે ખાસ કરીને વિશ્વમાં આજે પણ ગુજરાત અને તેમાં પણ કચ્છ, કાઠીયાવાડ, ગોહિલવાડ અને સોરઠના અશ્વ ખુબ પ્રખ્યાત અને વિરતાનું પ્રતિક માનવામાં આવે છે. અશ્વને લઈને આપણા સાહિત્યમાં ઘણું બધું લખાયું છે. ખાસ કરીને રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી તો એવું કહ્યું છે કે, "કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સંચગી નાર, સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર". ત્યારે હાલ જાળીયા ગામનો ચાવડા પરિવાર અનોખા અશ્વ પ્રેમી માનવી સામે આવ્યો છે.