અમદાવાદ: ગુજરાતમાં ઓડિશા બાદ બીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે. જગતના નાથ નવા રથ ઉપર સવાર થઈને નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.
શાહ મંગળા આરતીમાં ભાગ લેેશે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વર્ષોની પરંપરા પ્રમાણે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કરશે. તેઓ સહપરિવાર આરતીમાં ભાગ લેશે. ત્યારે અમિત શાહના આગમનને તમામ તૈયારીઓ અને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ અને ગોદરેજ ગાર્ડન સીટી પાસેના બ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે.
અમિત શાહનો 20 જૂનનો કાર્યક્રમ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાલે સવારે 3.45 વાગ્યે જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં 9.15 વાગ્યે ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કરશે. ચાંદલોડિયામાં AMC અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 10 વાગ્યે તેઓ ક્રેડાઈ ગાર્ડન ખાતે પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કરશે. અને છેલ્લેે બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે. આ કાર્યક્રમો પછી અમિત શાહ એક જાહેર સભાને પણ સંબોધન કરશે.
તાજેતરમાં લીધી હતી કચ્છની મુલાકાત: ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમિત શાહે વાવાઝોડા બિપરજોયથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાત કરી હતી. તેમણે હવાઈ સમીક્ષા કર્યા બાદ લોકો સાથે વાતચીત પણ કરી હતી. અમે બિપરજોય વાવાઝોડુ જ્યાં ટકરાયુ હતું તે બે તાલુકાના લોકોની મુલાકાત કરી હતી. અમે સગર્ભા માતાઓ અને ખેડૂતોને મળ્યા હતાં. તે ઉપરાંત બચાવકાર્યમાં લાગેલા SDRF અને NDRFના જવાનોને મળ્યા હતાં. કચ્છ આવીને ધારાસભ્ય, સાંસદસભ્ય અને અધિકારીઓ પાસેથી સ્થિતિનો રિવ્યૂ લીધો હતો.
- Ahmedabad Rathyatra 2023: જગન્નાથની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, પોલીસ પરેડ સાથે સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો
- Ahmedabad Rathyatra 2023: પ્રથમવાર 3D મેપિંગ દ્વારા રથયાત્રા પર રખાશે બાજ નજર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ
- Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?