ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના લાખો ભક્તોને પોળોના લોકો 100 વર્ષથી જમાડે છે, બિમાર લોકો માટે અલગ ભોજન - અમદાવાદની સરસપુરની પોળો

અમદાવાદના સરસપુરની પોળોના લોકો રથયાત્રામાં આવતા ભક્તોને ભાવભેર ભોજન કરાવે છે. સરસપુરની 15થી વધુ પોળામાં 100 વર્ષથી ભક્તો, સાધુ-સંતોની ભાવભેર જમાવડવામાં આવે છે. ભોજનને લઈને એક માસ અગાઉ તૈયારીઓ કરે છે. મોહનથાળ પુરી શાક ભોજનમાં આપવામાં આવે છે. તેમજ બિમાર લોકો માટે પણ અલગથી પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે.

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના લાખો ભક્તોને પોળોના લોકો 100 વર્ષથી જમાડે છે, બિમાર લોકો માટે અલગ ભોજન

author img

By

Published : Jun 20, 2023, 9:46 AM IST

અમદાવાદ : મંદિર પરિસરમાંથી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નગરજનોને દર્શન દેવા નિકળી ગઈ છે. ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે, ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે અલગ અલગ પોળમાં જમાડવામાં આવશે. આ પોળોમાં 10-15 નહીં પરંતુ 100 વર્ષથી સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવભેર જમાડવામાં આવે છે. આ તમામ પોળમાં સવા લાખ ભાવિકોને આગ્રહ કરીને જમાડવામાં આવે છે.

એક મહિનાથી રસોઈની તૈયારી : સરસપુરમાં ભગવાનના રથનું સ્વાગત કરીને રથયાત્રામાં આવેલા ભક્તોને જમાડવામાં આવે છે. મોસાળમાં જમાડવા માટે રથયાત્રાના અઠવાડિયા અગાઉથી તૈયારી કરી દેવામાં આવે છે. એક મહિના અગાઉથી રસોઈ માટેની સામગ્રી એકઠી કરવામાં આવે છે, પોળમાં મહિલાઓ અને સ્વયંસેવકો દ્વારા અનાજ સાફ કરીને રસોઈની તૈયારી કરવામાં આવે છે. રથયાત્રાના આગળમાં દિવસે પુરી, ફૂલવડી, લાડુ તેમજ રથયાત્રાના દિવસે વહેલી સવારે શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. દરેક પોળમાં અલગ અલગ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. દરેક પોળમાં 2થી 5 હજાર લોકો પ્રસાદ મેળવે છે. મહત્વનું એ છે કે, અત્યારસુધી ક્યારેય જમાવનું ખૂટ્યું નથી.

મોહનથાળ સહીતની પ્રસાદ : મળતી માહિતી અનુસાર સાધુ સંતો અને ભક્તો સહિત 8થી 9 હજાર લોકોને જમે છે. મોહનથાળ, ફુલવડી અને પુરી-શાક બનાવવામાં આવે છે. આગલા દિવસે પુરી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે રથયાત્રાના દિવસે પરોઢીયે શાક બનાવવામાં આવે છે. પ્રસાદીને લઈને નાત-જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. તેમજ પ્રસાદ સહિત સાધુ-સંતોને ધોતી-કુર્તા જેવા વસ્ત્રો આપવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનને અહીંથી જ સુખડીનો ભોગ ચઢાવવામાં આવે છે. આ રસોડાના અંદાજે 90 વર્ષ જેવું થઈ ગયું છે.

બિમાર લોકો માટે અલગ પ્રસાદ : ભક્તો માટે જમણવારમાં દાળ-ભાત, પૂરી, બે પ્રકારનું શાક, બુંદી, ફુલવડી બનાવવામાં આવે છે, જો કે, ડાયાબિટીસવાળા લોકો માટે અલગ શાક બનાવવામાં આવે છે. મળતી માહીતી અનુસાર જેમાની એક પોળ લુહારની પોળમાં છેલ્લા 40થી 45 વર્ષથી અહીંના સ્વયંસેવકો સેવા આપે છે. જ્યાં 20થી 25 હજાર લોકોના જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે.

  1. Ahmedabad Rathyatra 2023: વહેલી સવારથી ભક્તો પહોંચ્યા જગન્નાથ મંદિર
  2. Ahmedabad Rath Yatra 2023 : આકાશી નજરે રથયાત્રા, પ્રથમવાર એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ
  3. Ahmedabad Rath Yatra 2023: 26000થી વધારે પોલીસ જવાનો ખડેપગે, 3D મેપિંગનો ઉપયોગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.