ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023 : જગન્નાથ રથયાત્રામાં પહેલી વખત સ્વદેશી ડ્રોનનો ઉપયોગ, ભક્તો સલામતી માટે બાજ નજર - જગન્નાથ રથયાત્રા 2023

લોકોની સલામતી માટે ભારતમાં પહેલી વાર સ્વદેશી ડ્રોન અમદાવાદની રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોન કેટલીક પ્રકારની ખાસિયત પણ ધરાવે છે. તેમજ આ ડ્રોન સતત 4થી 5 કલાક હવા ઉડી શકે છે.

Ahmedabad Rath Yatra 2023 : જગન્નાથ રથયાત્રામાં પહેલી વખત સ્વદેશી ડ્રોનનો ઉપયોગ, ભક્તો સલામતી માટે બાજ નજર

author img

By

Published : Jun 20, 2023, 2:19 PM IST

જગન્નાથ રથયાત્રામાં પહેલી વખત સ્વદેશી ડ્રોનનો ઉપયોગ

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા શહેરમાં નીકળી છે. જેમાં સુરક્ષાને આ વર્ષ કોઈ કસર ન રાખીને તમામ પ્રકારની તૈયારી પોલીસ, સરકાર અનેે મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે અલગ અલગ નવી ટેકનોલોજીવાળા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોન સંપૂર્ણપણે એરલીઆઇક કંપની કંપની દ્વારા મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતની રથયાત્રા 6 જગ્યા પર આવા પ્રકારના ડ્રોન મૂકવામાં આવ્યા છે. જે એક જગ્યા પરથી અંદાજીત 3 કિમી જેટલા વિસ્તારને કવર કરી શકે છે.

ગુજરાત પોલીસે હાલમાં જ ડ્રોન ખરીદ્યા છે. આ ડ્રોન ભારતમાં બન્યા છે. મેક ઈન ઇન્ડિયા અંતર્ગત કંપનીએ બનાવીને આપ્યા છે અને પહેલી વાર આ ડ્રોન ગુજરાતના અમદાવાદની નીકળનારી રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત આમ પણ ટેકનોલોજીમાં આગળ રહ્યું છે. રથયાત્રામાં આ ડ્રોન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનો કેબલ છે કે આની ખાસ એ છે કે આ ડ્રોનને વારંવાર નીચે લાવીને બેટરી નથી બદલી પડતી. આ ડ્રોનને સતત 4-5 કલાક ઉપયોગ કરવામાં આવશે. - અનંત ધીર (ડિરેક્ટર, એરલીઆઇક કંપની)

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં : ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને નગરજનો અને બહારથી આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ હોય છે, ત્યારે હજારોની ભીડમાં કોઈ અસામાજિક તત્વો ગેરફાયદો અથવા તો અન્ય પ્રવૃતિ ન કરે તે માટે ગુજરાત પોલીસે આ વખતે લોખંડી બંદોબસ્ત રાખ્યો છે. જેથી કરીને લોકો ઉત્સવ શાંતિ અને આનંદ સાથે ઉજવણી કરી શકે છે. તેમજ 26,000 આસપાસ પોલીસ કર્મચારીઓને પણ રથયાત્રામાં ખડે પગે સેવા આપી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક વાહનો તેમજ અગાસી પર CCTV કેમેરા રાખવામાં આવ્યા છે. તેમજ બોડી વોર્ન કેમેરાને પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

  1. Ahmedabad Rathyatra 2023: 'ડાકોર વાલે આયે.....' ની ધૂન પર ઝૂમી ઉઠી ભજન મંડળી
  2. Ahmedabad Rath Yatra 2023: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે બીજી વખત કરી પહિંદવિધિ, કંટ્રોલરૂમમાં જઈ નિહાળી રથયાત્રા
  3. Ahmedabad Rath Yatra 2023: બાબા બાઘેશ્વરથી લઈ બાળ કૃષ્ણ, રાધા સુધી જગન્નાથ રથયાત્રામાં વિવિધ રંગોની અદભૂત તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.