ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદમાં એક સ્લેબ તૂટ્યો, ફાયર વિભાગે 38 લોકોનું કર્યું રેસ્ક્યુ - અમદાવાદમાં વરસાદ

અમદાવાદના ગોમતીપુરમાં 60 વર્ષથી જૂનું ક્વાર્ટર સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. જેના પગલે તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થાને પહોંચી 38 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ટુક સમયમાં અમદાવાદમાં આ પ્રકારની બીજી ઘટના છે.

Ahmedabad News : અમદાવાદમાં એક સ્લેબ તૂટ્યો, ફાયર વિભાગે 38 લોકોનું કર્યું રેસ્ક્યુ

author img

By

Published : Jun 30, 2023, 5:31 PM IST

અમદાવાદમાં એક સ્લેબ તૂટ્યો, ફાયર વિભાગે 38 લોકોનું કર્યું રેસ્ક્યુ

અમદાવાદ : રાજ્યમાં એક બાજુ ચોમાસાના સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી બાજુ મકાનો તૂટી પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ જુના મકાનનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે. ગતરોજ મણીનગરના ઉત્તમ નગર ગાર્ડન પાસે બીજા અને ત્રીજા માળની વચ્ચે આવેલી ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ફાયર વિભાગે 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, ત્યારે આજે ફરી એકવાર ગોમતીપુરમાં 60 વર્ષ જૂનું ક્વાર્ટરસનો સીડીનો ભાગ તૂટી પડ્યો હતો અને આમાં પણ ફાયર વિભાગે 38 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે.

આજરોજ ગોમતીપુર બ્રીજ પાસે આવેલા હેલ્થ ક્વોટર્સ આશરે 60 વર્ષ જૂનું જર્જરિત હાલતમાં છે. જે આજે વહેલી સવારે 7 વાગે બીજામાંને બાજુમાં આવેલા સીડીના ભાગનો સ્લેબ અચાનક તડાકા સાથે તૂટી પડ્યો હતો. જેથી બીજા અને ત્રીજા માળે ફસાયેલા 16 જેટલા પરિવારના 38 જેટલા લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. - ઇકબાલ શેખ (સ્થાનિક કોર્પોરેટર)

મકાનોને નોટિસ : વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિસીપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરી હતી કે જે મકાનો જર્જરીત છે. તેને નોટિસ પાઠવવામાં આવવી જોઈએ. જે અસરકારક કામગીરી થવી જોઈએ તે થઈ નથી. કારણ કે તાજેતરમાં જ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પણ એવા દાવા કરવામાં આવ્યા હતા કે તમામ મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ જે મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો, ત્યાં મકાનને નોટિસ પાઠવવામાં આવી નહોતી.

38 જેટલા લોકોને રેસ્ક્યુ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફરજ બજાવતા કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેની મરામત થઈ ન હોવાથી ખૂબ જ જર્જરીત હાલતમાં હતું. આજ વહેલી સવારે ફાઈલ ભાગને 7:00 વાગ્યાની આસપાસ ગોમતીપુરમાં સ્લેબ તૂટી પડવાની ઘટનાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગની ત્રણ ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને 38 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ચોમાસુ શિયાળો અને ઉનાળો આવાજ મકાનમાં રહેતા હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના કર્મચારીઓના આવાસોનું પણ યોગ્ય સમય મરામત કરતા નથી. એના કારણે બે દિવસમાં બે ક્વાર્ટર્સના સ્લેબ તૂટી પડ્યા હોય તેવી ઘટના સામે આવી છે.

  1. Ahmedabad News: મણિનગર સ્લમ ક્વોટર્સની ગેલેરીનો ભાગ તૂટ્યો, 30 લોકોનું રેસ્ક્યૂ, સૈજપુરમાં ધાબાની છત પડી
  2. Vadodara News: વડોદરાના સુખલીપુરા ગામેથી 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો
  3. Himachal Cloud Burst: મંડીના ધનાયરામાં વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ, 40 લોકોના કરાયા રેસ્ક્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.