રાજ્ય સરકાર દ્વારા IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણમાં એક ખાસ કમિટીની રચના કરવામા આવી છે. જેની પ્રથમ બેઠક સોમવારના રોજ સચિવાલય સંકુલમાં યોજવામાં આવી હતી. બેઠક મુદ્દે કમિટીના ચેરપર્સન સુનાયના તોમરે જણાવ્યું હતું કે ગૌરવ દહીંયાં પર જે મહિલા એ કરેલા આક્ષેપો મુદ્દે કમિટીમાં ચર્ચા થઈ છે. આ પ્રેમ પ્રકરણમાં સરકાર દ્વારા 5 મહિલા અધિકારીઓની તપાસ સમિતિ બનાવવામાં આવી છે, જેને સોમવારે બેઠક મળી હતી. અધિકારી ગૌરવ દહિયા અને પીડિત મહિલાનો કઈ રીતે કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને સમગ્ર ઘટના શું છે, તે અંગે તપાસ કરવામાં આવશે જેની પ્રાથમિક બેઠક મળી હતી
કમીટીના ચેરમેન સુનયના તોમર એ વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં પીડિતા સાથે કઈ રીતે તપાસ કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવશે. જ્યારે પીડિતાને ગુજરાતમાં બોલાવવામાં આવશે કે નહીં અથવા તો ગુજરાતી ટીમ દિલ્હી મોકલવામાં આવશે તે અંગે પણ પીડિત સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે, ઉપરાંત ગૌરવ દહીંયાંને પણ તપાસ માટે બોલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એવું નથી દિલ્હીની પીડિત મહિલા દ્વારા અગાઉ આઈએએસ ગૌરવ દહિયા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે કે નહીં, તે તપાસ કરવામાં આવશે. આ બેઠકમાં વાહનવ્યવહાર કમિશ્નર સોનલ મિશ્રા, પોર્ટ વિભાગના સુનાયના તૌમર, રિટાયર્ડ IAS દેવી બહેન, મમતા વર્મા, અને GADના અશોક દવે બેઠકમાં હાજર રહ્યા હતા.