અમદાવાદ : શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવક પર છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને ત્રણથી ચાર લોકોએ ભેગા મળી હત્યાને અંજામ આપ્યો છે. આ મામલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના ફતેવાડીમાં રહેતા અઝરૂદ્દીન શેખ નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે, જેમાં અઝરુદ્દીન શેખ પોતાના ઘરે હાજર હતો, તે સમયે નૂર મસ્જિદની ચાલી પાસે બાદશાહ ખાન પઠાણ તેમજ તેનો ભાઈ સેજુખાન પઠાણ, શાબાદ ખાન પઠાણ તેમજ એક મિત્ર સોહેલ ખાન પાસા આમ ચાર લોકોએ ભેગા મળીને મૃતકને બોલાવી પોતાની પાસે રહેલી છરી જેવા શિક્ષણ હથિયારો દ્વારા અઝરુદ્દીન શેખને શરીર પર હુમલાઓ કરીને ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે અઝરુદ્દીન શેખને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે અઝરૂદ્દીન શેખને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad Crime : ગેમિંગ ઝોનમાં પુલની સ્ટીક અડી જતાં બોલાચાલી બાદ 19 વર્ષના યુવકની હત્યા, CCTVમાં કેદ આરોપીઓ
ગળાના ભાગે છરી મુકી : આ મામલે પોલીસને જાણ થતા વેજલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝઘડા અને હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે, જેમાં અઝરૂદ્દીન શેખે બાદશાહ પઠાણને થોડા હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા અને જે બાબતે 3 હજાર રૂપિયા પરત માંગવા જતા દોઢ મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. જે બાબતની અદાવત રાખીને બાદશાહ ખાન પઠાણે તેના ભાઈઓ અને મિત્રો સાથે મળીને અઝરૂદ્દીન શેખને ગળાના ભાગે તેમજ છાતીના ભાગે અને શરીર ઉપર અન્ય જગ્યા પર છરીથી હુમલાઓ કરીને તેની હત્યા નીપજાવી હતી.
આ પણ વાંચો : Atiq Ahmed: સાબરમતી જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવનાર માફિયા અતીકના સાગરિતો કોણ ? કેમ કાર્યવાહી હજી સુધી નથી થઈ?
પોલીસનું નિવેદન : આ સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે ટીમો કામે લગાડી છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી રાજવીએ જણાવ્યું હતું કે, 3 હજાર રૂપિયાની લેતી દેતીમાં આરોપીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.