ETV Bharat / state

Flower Show 2024: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફ્લાવર શૉનું કર્યુ ઉદ્ઘાટન, જાણો આ વર્ષે શું છે ખાસ ? - અમદાવાદ

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ફ્લાવર શોને લોકો માટે ખુલ્લો મુક્યો હતો. મુલાકાતીઓ દેશ વિદેશના 150થી વધુ પ્રજાતિઓના 7 લાખથી વધારે રોપાઓની મજા માણી શકશે.

અમદાવાદમાં આજથી ફ્લાવર શૉ શરૂ
અમદાવાદમાં આજથી ફ્લાવર શૉ શરૂ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 6:27 AM IST

Updated : Dec 30, 2023, 3:01 PM IST

ફ્લાવર શૉનું કર્યુ ઉદ્ઘાટન

અમદાવાદ: પ્રતિવર્ષ મળતા અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાને લઈ આ વર્ષે પણ અમદાવાદમાં પાલડીના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 30 ડિસેમ્બર 2023થી મુલાકાતીઓ ફલાવર શૉની મુલાકાત લઈ શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો

CM ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન: આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને લોકો માટે ખુલ્લો મુક્યો હતો. આ વર્ષે આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર તૈયાર કરાયા છે. નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન, સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર મુખ્ય આકર્ષણ રહેશે. 150થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપાઓની મજા મુલાકાતીઓ માણી શકશે.

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન

ફલાવર શૉનાં મુખ્ય આકર્ષણો: ફલાવર શૉ 2024માં જુદી જુદી વેરાયટી જેવી કે પીટુનીયા, ડાયથસ, ક્રીસથીમમ (સેવંતી), વીમ્કા, ગજેનીયા, બીગોનીયા, એન્ટીરીનીયમ, એસ્ટર, ઈન્વેશીયન, મેરીગોલ્ડ, કેલેનડયુલા, કોલીયસ, તોરણીયા, વર્બેના, સાલ્વીયા, ઓરનામેન્ટલ કેલે, સક્યુલન્ટ એન્ડ કેકટસ પ્લાન્ટ, પાઈન્સેન્ટીયા, ઓર્ચીડ, જરબેરા, ડહેલીયા, લીલીયમ, એન્જીનીરીયમ, એમરન્સ લીલી વગેરે પ્રકારની વેરાયટીનાં ફુલ-છોડની પ્રદર્શની રજૂ કરાશે. મીલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્સ આઈટમ રાખવામાં આવશે.

  • 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024'નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ. https://t.co/i8nW7MElJ5

    — Bhupendra Patel (@Bhupendrapbjp) December 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઓનલાઇન ટિકિટ ખરીદી શકાશે: ટિકિટના ઘસારાને ધ્યાને રાખી તમામ સીટી સિવીક સેન્ટર ઉપર ટિકીટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી મુલાકાતીઓ ઘરની નજીકથી સહેલાઈથી ટિકિટ ખરીદી શકે તેમજ ઓનલાઇન પણ ટિકિટ મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે 50 રૂપિયા અને શનિવાર તેમજ રવિવારના રોજ 12 વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે 75 રૂપિયા ચાર્જ રાખવામાં આવેલ છે. શાળા પ્રવાસ માટે આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

  1. Flower Show 2024: 30 ડિસેમ્બરે ખુલ્લો મુકાશે ફલાવર શૉ, જાણો આ વર્ષે શું છે નવું ?
  2. કાંકરિયા કાર્નિવલ 2023: 'વિકસિત ભારત સંકલ્પ' થીમ આધારિત લેસર શોનું આયોજન, જાણો આ વખતે કયાં કાર્યક્રમો હશે ?

Last Updated : Dec 30, 2023, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.