ETV Bharat / state

Ahmedabad Crime: ફતેવાડીમાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા

અમદાવાદના ફતેવાડીમાં યુવકની પૈસા બાબતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. વેજલપુર પોલીસે હત્યામાં સામેલ ચારેય આરોપીઓની ધરપકડ અમદાવાદ પોલીસે કરી છે. જૂના ઝઘડાની અદાવતમાં યુવક પર છરી જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો છે.

ફતેવાડીમાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા

author img

By

Published : Apr 29, 2023, 2:33 PM IST

ફતેવાડીમાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા

અમદાવાદ: ગુજરાતમાં ક્રાઇમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા ક્રાઇમ વચ્ચે પોલીસને ભેદ ઉકેલવામાં પણ એટલી મુશ્કેલી પડતી હશે. પરંતુ પોલીસતંત્ર હંમેશા લોકોને ન્યાય અપાવવા માટે મહેનત કરતું આવ્યું છે. અમદાવાદમાં આવેલા ફતેવાડીમાં રહેતા અઝરૂદ્દીન શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. વેજલપુર પોલીસે હત્યામાં સામેલ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad News : કરોડાના ખર્ચ છતાં કોઈ પ્રકારનું હવા પ્રદુષણમાં સુધારો જોવા ન મળતા કોંગ્રેસના પ્રહાર

ઇજા પહોંચાડી: જેમાં અઝરુદ્દીન શેખ પોતાના ઘરે હાજર હતો. તે સમયે નૂર મસ્જિદ ચાલી પાસે બાદશાહ ખાન પઠાણ તેમજ તેનો ભાઈ સેજુ ખાન પઠાણ અને શાબાદ ખાન પઠાણ તેમજ એક મિત્ર સોહેલ ખાન પાસા આમ ચાર લોકો ભેગા મળીને મૃતકને બોલાવી પોતાની પાસે રહેલી છરી જેવા શિક્ષણ હથિયારો દ્વારા અઝરુદ્દીન શેખને શરીર ઉપર હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે અઝરુદ્દીન શેખને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર અઝરૂદ્દીન શેખને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાનીને લઈને NSUIનો વિરોધ, માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી

આરોપીની ધરપકડ: પોલીસની પ્રાથમિક તપાસમાં ઝઘડા અને હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. જેમાં અઝરૂદ્દીન શેખે બાદશાહ પઠાણને થોડા હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. જે બાબતે રૂપિયા પરત માંગવા જતા દોઢ મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારી થઈ હતી. જે બાબતે અદાવત રાખીને બાદશાહ ખાન પઠાણે તેના ભાઈઓ અને મિત્રો સાથે મળીને અઝરૂદ્દીન શેખને ગળાના ભાગે તેમજ છાતીના વાગે અને શરીર ઉપર અન્ય જગ્યા ઉપર છરીથી હુમલો કરીને તેની હત્યા નીપજાવી હતી. આ સમગ્ર મામલે એમ ડિવિઝનના ACP એસ.ડી પટેલે જણાવ્યું હતું કે ' આ ગુનામાં સામેલ તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.