ETV Bharat / state

Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતો સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ - Fraud in name of fake PSI Jadeja

અમદાવાદમાં PSI જાડેજાના નામે ઓળખ આપીને વેપારી અને પોલીસ સાથે છેતરપિંડી કરતો શખ્સ પકડાયો છે. આ આરોપીએ એક બે નહીં પરંતુ 30 ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. કોર્ટમાંથી તેનું વોરંટ નીકળતા પોલીસે કલકત્તાથી તેની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીની મોડ્સ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ હતી.

Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતું સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ

author img

By

Published : Jul 5, 2023, 8:23 PM IST

Updated : Jul 5, 2023, 8:51 PM IST

PSI જાડેજા બોલું છું, કહીને અનેક વેપારીઓને ચૂનો લગાડનાર ઠગ ઝડપાયો

અમદાવાદ : અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઝડપાયા બાદ પોલીસની સંગતમાં આવેલા આરોપીએ એક બાદ એક 30 ગુનાને અંજામ આપ્યો. ક્રાઈમ બ્રાન્ચ અથવા તો LCBના PSI જાડેજાની ઓળખાણ આપી તમામ લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. જે આરોપીની ઇસનપુર પોલીસે કલકત્તાથી ધરપકડ કરી છે. આરોપીની મોડ્સ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ.

શું હતો બનાવ : અમદાવાદના ઈસનપુર પોલીસે પ્રકાશ ઉર્ફે ટીનો દેસાણી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ વિરુદ્ધ અમદાવાદના ઇસનપુરમાં અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં કોર્ટમાંથી તેનું પકડ વોરંટ નીકળતા પોલીસે કલકત્તાથી તેની ધરપકડ કરી છે. જોકે તેની પૂછપરછ કરતા એક નવી જ મોડેસ એપરેન્ડીથી કરવામાં આવતી છેતરપિંડીની હકીકત સામે આવી છે. જેમાં આરોપીએ PSI જાડેજાના નામે ઓળખ આપી લોકો તેમજ પોલીસ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. લોકોને પોતાની વાતોમાં ભેળવી આરોપી પ્રકાશ તેમની પાસેથી 20-30 હજાર રૂપિયા પડાવી લેતો હતો. સાથે જ રકમ નાની હોવાથી કોઈ ફરિયાદ પણ નહી કરતા. આરોપીએ એક બે નહીં પરંતુ 30 ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે.

અકસ્માતનું બહાનું કાઢી પૈસા પડવો : આરોપી પ્રકાશની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપી હોટલ માલિક, જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકોને ફોન કરી કોઈ પોલીસકર્મી કે પરિવારના કોઈ સભ્યનો અકસ્માત થયો છે અને હોસ્પિટલમાં રૂપિયાની જરૂર હોવાનું બહાનું કાઢી 20થી 30 હજાર પડાવી લેતો હતો. પોલીસે તપાસ કરતા આરોપીએ અમદાવાદ, બરોડા, ભાવનગર, ભરૂચ, આણંદ, સુરત અને મહેસાણામા લોકો પાસેથી રૂપિયા, પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસ લોકોને શોધીને આરોપી વિરુદ્ધ વધુને વધુ ગુના નોંધવા તજવીજ હાથ ધરી છે.

આરોપી વેપારીઓને ફોન કરી PSI જાડેજા બનીને ઈમરજન્સી બતાવી 20થી 30 હજાર પડાવી લેતો અને તે પૈસા લઈ મુંબઈ જઈને જલસા કરી પરત અમદાવાદ આવી હતો. આરોપીએ 30 જેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી હોય ભોગ બનનાર લોકોનો સંપર્ક કરી ગુનાઓ દાખલ થાય તે માટેના પ્રયાસ હાથ ધરાયા છે. - ડી.ડી ગોહિલ (PI, ઈસનપુર પોલીસ સ્ટેશન)

પોલીસ કર્મીઓ પાસેથી પણ પૈસા પડાવ્યા : પોલીસ અને સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરનાર નકલી પોલીસની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આરોપીએ વસ્ત્રાપુરમાં એક પોલીસ કર્મી પાસેથી પણ રૂપિયા પડાવ્યા હતા. જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, ત્યારે આરોપી માત્ર મોજ શોખ કરવા માટે જ તેમજ મોંઘીદાટ હોટલમાં રહેવા માટે રૂપિયા પડાવતા હોવાનુ સામે આવ્યુ છે.

  1. Rashmika Mandanna : 80 લાખની છેતરપિંડી પર રશ્મિકા મંદન્નાએ તોડ્યું મૌન, જાણો સમગ્ર ઘટના
  2. Rajkot Crime : દિલ્હી અંડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસરના નામે છેતરપિંડી કરતો યુવક પકડાયો
  3. Ahmedabad Crime : આર્મીના બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડમાં સામેલ આરોપીઓને પકડવા ક્રાઈમની ટીમ જમ્મુ માટે રવાના

Last Updated : Jul 5, 2023, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.