અમદાવાદ: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં (double murder at kagdapith ahmedabad) એક સાથે બે હત્યાની ઘટના બનતા ચકચાર મચી (ahmedabad double murder case) છે. હત્યા પણ એવી જગ્યાએ કરવામાં આવી જ્યાં લોકોને જીવનદાન મળતું હોય છે. કાગડાપીઠ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલા સંકેત કોમ્પ્લેક્સના આવેલા કર્ણ હોસ્પિટલમાં માતા અને દીકરી સારવાર માટે આવ્યા પરંતુ તેઓની મોત મળ્યું (double murder case police investigation) છે. ઇન્જેક્શન આપીને ધોળે દિવસે હોસ્પિટલમાં બે હત્યાને કઈ રીતે અંજામ (double murder case police investigation) અપાયો તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.
વિગતવાર ઘટના: ઘટનાની વિગતવાર વાત કરીએ તો સંકેત કોમ્પલેક્ષમાં આવેલા કર્ણ હોસ્પિટલમાં (murder in karna hospital of ahmedabad) ડોક્ટર અર્પિત શાહ સવારે 9:00 વાગે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં તેઓની સાથેલ બે કમ્પાઉન્ડર અને એક રિસેપ્શનીસ્ટ એમ કુલ ચાર જણાનો સ્ટાફ હતો. અંદાજે 9:30 થી 10:00 વાગે આસપાસ તેઓએ દર્દીઓની સારવાર કરી અને જે બાદ કામથી હોસ્પિટલની બહાર ગયા હતા અને તે 10 વાગીને 04 મિનિટે નારોલમાં શાહવાડી વિસ્તારમાં રહેતા ભારતીબેન વાળા તેમજ તેઓના માતા ચંપાબેન વાળા ભારતી વાળાની સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જો કે ડોક્ટર હોસ્પિટલમાંથી નીકળ્યા તે બાદથી જ હોસ્પિટલના સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા અને હોસ્પિટલની અંદર જે કબાટમાં ગેસનું સિલિન્ડર રાખવામાં આવે છે. તે સિલિન્ડર કાઢીને બહાર મૂકી દેવામાં આવ્યો હતો. સારવાર માટે પહોંચેલા ભારતીબેન તેમજ ચંપાબેન હોસ્પિટલમાં પહોંચ્યા બાદ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અંદાજે 11:00 વાગે આસપાસ હોસ્પિટલના ડોક્ટર અર્પિત શાહ હોસ્પિટલમાં પરત ફરતા તેઓએ અન્ય દર્દી તપાસવાના શરૂ કર્યા હતા. કમ્પાઉન્ડર પાસે સારવાર માટેના સંસાધનો માંગતા કમ્પાઉન્ડરે હોસ્પિટલનું કબાટ ખોલતા તેના હોશ ઉડી ગયા હતા. કબાટમાંથી એક યુવતીની લાશ મળી આવતા તેણે ડોક્ટરને જાણ કરી હતી. જેથી ડોક્ટરે તરત જ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો (Cops arrest compounder for double murder) હતો.
આ પણ વાંચો Kankaria carnival 2022: કાંકરિયા કાર્નિવલ યોજવા અમદાવાદ કોર્પોરેશન તૈયાર
હોસ્પિટલમાંથી યુવતીની લાશ મળી હોવાનો મેસેજ મળતા જ કાગડાપીઠ પોલીસનો કાફલો અને એસીપી સહિતના અધિકારીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં કબાટમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં યુવતીનું નામ ભારતીબેન વાળા હોવાનું અને તે નારોલ વિસ્તારમાં રહેતા હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતક યુવતીના પરિવારજનોનો સંપર્ક કરીને હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા. જ્યાં અંદાજે 3 કલાક બાદ બપોરના સમયે યુવતીનો પરિવાર હોસ્પિટલમાં પહોંચ્યો હતો. યુવતીના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે ભારતીબેનની સાથે તેઓના માતા ચંપાબેન પણ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ઘરેથી તેઓ એલજી હોસ્પિટલ જવાનું કહીને નીકળ્યા હતા. જોકે ભારતીબેનનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો હતો, પરંતુ પોલીસ માટે સવાલ એ ઉભો થયો હતો કે ભારતીબેનના માતા ચંપાબેન વાળા ક્યાં છે.
ઊંડાણપૂર્વક તપાસ: પોલીસે હોસ્પિટલની અંદર જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી (police investigation of double murder case) હતી. જેમાં સંકેત કોમ્પ્લેક્સની નીચે લાગેલા સીસીટીવીમાં તપાસ કરતાં તેમાં માતા અને દીકરી બંને સાથે હોસ્પિટલની અંદર પ્રવેશ કરતા હોવાનું જોવા મળ્યું હતું અને હોસ્પિટલમાંથી પરત જતા વખતના કોઈપણ સીસીટીવી ન દેખાતા પોલીસે હોસ્પિટલની આસપાસ 55 વર્ષીય ચંપાબેન વાળાની શોધખોળ કરી હતી. હોસ્પિટલમાંથી જ પોલીસને ભારતીબેન વાળાની સાથોસાથ તેની માતાના ચંપલ મળી આવ્યા હતા. જેથી પોલીસની શંકા દૂર થતી હતી પોલીસે હોસ્પિટલમાં અન્ય કબાટો અને તમામ જગ્યાએ તપાસ કરતા દર્દીના બેડની નીચે જ ભારતીબેનની માતાનો સંતાડેલો મૃતદેહ મળી આવ્યો હતો.
માતા-પુત્રી બંનેની હત્યાને અંજામ: જે બાદ એક નહીં પરંતુ હોસ્પિટલની અંદર માતા-પુત્રી બંનેની હત્યાને અંજામ અપાયો હોવાનું ખુલ્યું હતું. જેથી સેક્ટર 2 JCP, 2 DCP, 2 ACP, તેમજ ચારથી વધુ પીઆઇ સહિત મોટો પોલીસ કાફલો હોસ્પિટલમાં ખડકી દેવાયો હતો. એક જ પરિવારના બે સભ્યોની હત્યા કરી દેવામાં આવતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ બંને લાશની પોલીસે FSL ની મદદથી તપાસ કરતા સામે આવ્યું હતું કે બંનેની હત્યા એક જ પ્રકારે કરવામાં આવી છે. જેમાં બંનેને ઇન્જેક્શનના હાઈ ડોઝ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો રાજકોટની સોસાયટીમાં અશાંતધારો લાગ્યા બાદ અસામાજીક તત્વોનો ત્રાસ ઘટ્યો
મોટો ખુલાસો: એક સાથે બે હત્યાના બનાવ બનતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સૌથી પહેલા પોલીસે હોસ્પિટલમાં ઘટના સમયે હાજર બે કમ્પાઉન્ડર તેમજ એક રિસેપ્શનીસ્ટની પૂછપરછ શરૂ કરી (police investigation of double murder case) હતી. મૃતક ભારતીબેન વાળાના પરિવારજનોની પૂછપરછમાં પોલીસને જાણ થઈ હતી કે ભારતીબેન વાળા છેલ્લા છ મહિનાથી તેઓના પતિ લક્ષ્મણભાઈ સોલંકીથી અલગ પિયરમાં રહે છે અને આ જ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા કૌટુંબીક દિયર મનસુખ સાથે સંપર્ક ધરાવતા હોવાથી છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા. જેથી આ ડબલ મર્ડર કેસમાં શંકાની સોય મનસુખ નામના કમ્પાઉન્ડર ઉપર હોવાથી તેની ઉચ્ચ પર જ માટે પોલીસ મથકે લઈ જઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કમ્પાઉન્ડર મનસુખ સાથે ભારતીબેન વાળાને અવારનવાર ટેલિફોનિક વાતચીત થતી હતી. જેથી પોલીસે મૃતકના અને કમ્પાઉન્ડર મનસુખની કોલ ડીટેલ્સ કઢાવવાની તજવીજ પણ શરૂ કરી છે. આ ઘટના બનતા જ પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ભારતીબેન અને તેઓની માતાની હત્યા હોસ્પિટલમાં કરી દેવામાં આવી અને પોલીસે તેઓને માત્ર ભારતીબેનની લાશ મળી હોવાની જાણકારી આપી હતી. જો કે મોટી સંખ્યામાં ખડકી દેવાયેલા પોલીસના કાફલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પરિવારજનોને શાંત કરી બંને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આ ઘટના સંદર્ભે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી (police investigation of double murder case) છે.
પોલીસની કાર્યવાહી: ખાસ કરીને આ ઘટનામાં પોલીસે ત્રણથી ચાર શકમંદોની પૂછપરછ શરૂ કરી ડબલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ભર્યા છે. પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી (police investigation of double murder case) છે. ત્યારે આ મામલે આરોપીની કબુલાત બાદ હત્યાના માસ્ટર પ્લાન તેમજ હત્યા કરવા પાછળના કારણો સામે આવશે. જો કે આ ગુનામાં માત્ર એક વ્યક્તિ સામેલ છે કે તેની સાથે હોસ્પિટલનો અન્ય કોઈ સ્ટાફ અથવા તો બહારનો વ્યક્તિ સામેલ છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ક્યારે ઉકેલાય (police investigation of double murder case) છે.