અમદાવાદ: જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતુ કે, 1 લાખ 45 હજાર ક્યૂસેક લેવલ પર પાણીની સપાટી પહોંચતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. જેમાં અમદાવાદના શહેરી વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવશે. કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ પૂર્ણ રીતે કાર્યરત છે. અમદાવાદ કલેક્ટર કચેરીની વેબસાઈટ પરથી વરસાદના આંકડા તેમજ વરસાદી સ્થિતી અંગેની માહિતી સરળતાપૂર્વક મળી રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા - Ahemdabad collector k k nirala
અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે.નિરાલાએ જણાવ્યું છે કે, ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા પણ સંપૂર્ણ રીતે સજ્જ છે. મંગળવારના રોજ સંત સરોવર ડેમની સપાટી 95 ટકા સુધી ભરાઈ છે. સાબરમતી નદીમાંથી 1500 ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હોવાથી અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ ગામડાઓને વિવિધ સિગ્નલ પ્રમાણે તેની ગંભીરતા નક્કી કરી તબક્કાવાર અલગ પાડવામાં આવશે.
સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા
અમદાવાદ: જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતુ કે, 1 લાખ 45 હજાર ક્યૂસેક લેવલ પર પાણીની સપાટી પહોંચતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. જેમાં અમદાવાદના શહેરી વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવશે. કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ પૂર્ણ રીતે કાર્યરત છે. અમદાવાદ કલેક્ટર કચેરીની વેબસાઈટ પરથી વરસાદના આંકડા તેમજ વરસાદી સ્થિતી અંગેની માહિતી સરળતાપૂર્વક મળી રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
TAGGED:
સંત સરોવર ડેમની સપાટી 95 ટકા