ETV Bharat / state

ઓનલાઇન શોપિંગના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બે આરોપીની ધરપકડ - લોકો સાથે છેતરપિંડી

અમદાવદ સાયબર ક્રાઈમે લોકો સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ ઓનલાઈન શોપિંગની વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણા મેળવી લઈને વસ્તુ નહીં મોકલી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.online shopping website, Ahmedabad cybercrime, fake online shopping website

ઓનલાઇન શોપિંગના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બે આરોપીની ધરપકડ

author img

By

Published : Aug 29, 2022, 5:49 PM IST

અમદાવાદ હાલમાં ટેક્નોલોજી યુગમાં લોકો ઓનલાઈન શોપિંગ વધારે (online shopping website)કરતા હોય છે. ઓનલાઈ શોપિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad cybercrime)દ્વારા પકડી લેવામાં આવ્યા છે. ઓનલાઈન શોપિંગની ફેક વેબસાઈટ( fake online shopping website)બનાવી લોકો સાથા છેતરપિંડી કરતા હતા.

લોકો સાથે છેતરપિંડી

વસ્તુ નહીં મોકલી છેતરપિંડી કરતા અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઈન શોપિંગની ફેક વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી (Online shopping frauds complaint )કરતા ગેંગના 2 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ www. bagonia. in અને www.bageto. in નામની વેબસાઈટ બનાવી તેમની કંપનીના ડેટા અપલોડ કરી તે ચીજવસ્તુઓ સસ્તા ભાવે વસ્તુઓ વેચાણ માટે મૂકી ફરિયાદીને આર્થિક નુકસાન કરી તેની કંપનીના ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં મેળવી લઈને વસ્તુ નહીં મોકલી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: 100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ, 2020માં 160થી વધુ ગુના નોંધાયા

ફેક વેબસાઈટ બનાવી છેતરપિંડી આ બાબતે જ્યારે સાયબર ક્રાઇમને ફરિયાદ કરવામાં આવી ત્યારે તપાસ કરતા સુરતના બે આરોપીના નામ સામે આવ્યા હતા.સાયબર ક્રાઈમ દ્વારા સુરતથી બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ પ્રમાણે ડૂબલિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા આવ્યા છે.

આ પણ વાંચોઃ DGP Ashish Bhatiya : સાયબર ક્રાઇમના કેસોમાં અત્યારસુધીમાં 6 કરોડની રકમ પરત કરી, હજુ કડક થશે સાયબર સુરક્ષા

નવા નામથી આ વેબસાઈટ પાછી ચઢાવતા આ આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચઢાવતા હતા. આરોપીઓ જોડેથી મોબાઈલ ફોન અને લેપટોપ કબ્જે કરવામાં આવ્યા છે. આ સિવાય તમામ બેન્ક એકાઉન્ટ અને કેટલા લોકો જોડે આવી છેતરપિંડી કરી છે. આવી પાંચ વર્ષમાં કેટલી ફેક વેબસાઈટ બનાવી છે તે બાબતે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.