અમદાવાદ: અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિ્નર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ હવે કુલ 127 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન થઈ ગયા છે.

જેમાં સાઉથ ઝોનના 6 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 3 વિસ્તાર, સેન્ટ્રલ ઝોનનો 1 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, નોર્થનો એક વિસ્તાર અને વેસ્ટના 3 વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મંગળવારથી મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગની કામગીરી થશે.