અમદાવાદ : આજના વિજ્ઞાનયુગમાં પણ તાંત્રિકવિધિથી સંતાન મેળવવાની લાલચ ધરાવતાં પરિવારો જોવા મળે છે. એવા અંધવિશ્વાસનો સીધો જ લાભ અનૈતિક કામ કરનારા લોકો લઈ જતા હોય છે. અમદાવાદની નિ:સંતાન મહિલાને તેનો માઠા પરિણામ ભોગવવા પડ્યાં છે. આ મહિલાને તાંત્રિકવિધિ કરીને સંતાનપ્રાપ્તિની લાલચ આપવામાં આવી અને તેના પર વિધિના નામે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
તાંત્રિકની ધરપકડ તાંત્રિકવિધિથી સંતાન પ્રાપ્ત કરાવી આપવાની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી આ સિવાય પણ કેટલીય મહિલાઓ પર તાંત્રિક વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરી આપવાની પણ લાલચ આપતો હતો, તેવામાં ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો Bardoli Molestation Case: વિધર્મીએ ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને પરિણીતા સાથે કરી છેડતી
અંધશ્રદ્ધાની પકડ 21મી સદીના આ યુગમાં એક તરફ મનુષ્ય ચંદ્ર સુધી પહોંચી ગયો છે, ત્યારે પણ હજુ અનેક લોકો તાંત્રિક વિદ્યા અને બ્લેક મેજીકમાં અંધવિશ્વાસ ધરાવે છે. સંતાન પ્રાપ્તિ માટે અનેક યુવતીઓ ઘણીવાર આવા અંધવિશ્વાસમાં આવીને કહેવાતા તાંત્રિકોના સંપર્કમાં આવે છે. સંતાન મેળવવા માટે તબીબી સારવાર નહીં પણ તાંત્રિકો અને ભુવાઓની જાળમાં ફસાઈ ગયેલી અમદાવાદની મહિલા પર દુષ્કર્મની આ ઘટના જાણકારી ચોંકાવનારી છે.
સંતાન થતું ન હતું અમદાવાદમાં રહેતી એક મહિલાને લગ્નના લાંબા સમય સુધી સંતાન થતું ન હોવાથી કપડવંજના દિલદારમીયા ઉર્ફે દિલાવરમીયા કાલુમિયા શેખ સાથે સંપર્ક થયો હતો. જેણે મહિલાનો સંપર્ક રાજસ્થાનનાં બાસવાડા જિલ્લામાં રહેતા મુકેશ ગરાસીયા નામના તાંત્રિક સાથે કરાવ્યો હતો. જેણે તાંત્રિકે વિધિથી સંતાન પ્રાપ્તિ કરાવી આપવાનું કહીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી.
દુષ્કર્મ ગુજાર્યું આરોપી દિલદારમીયા ઉર્ફે દિલાવરમીયા મહિલાને દાહોદ જિલ્લાના ફતેપુરા ગામ ખાતે લઈ ગયો હતો. ત્યાંથી રાજસ્થાન આનંદપુરી તાલુકાના ઉમેદપુરા ગામ ખાતે ડોક્ટર મિથુન સરકારના મકાનમાં લઈ ગયા હતાં. અહીં એક રૂમમાં મહિલાને લઈ જઈ તેને નિર્વસ્ત્ર કરી કાળા ગાદલા ઉપર સુવાડીને તેની આંખો બંધ કરાવીને તેની બાજુમાં દીવો કરી ચૂંદડી તથા પૂજાના સામાનથી તેના પર તાંત્રિક વિધિ કરી હતી અને વિધિ દરમિયાન મહિલાની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ પણ વાંચો તાંત્રિક વિધિ કરાવવા જતા અમદાવાદમાં યુવક લાખો રૂપિયામાં છેતરાયો
પોલીસ ફરિયાદ કરી આ પ્રકારના કૃત્યનો ભોગ બનેલી મહિલા ગભરાઈને ઊભી થઈ જતા આરોપીએ વિધિ ફેલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું, જો કે મહિલા પોતાની સાથે બનેલા બનાવને લઈને તે ગભરાઈ ગઈ હતી, જેથી અમદાવાદ ખાતે આવી સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આ મામલે પોલીસને કરતા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
બે લાખની માગણી પોલીસે આ મામલે પહેલા આરોપી દિલદારમીયા ઉર્ફે દિલાવરમીયાની ધરપકડ કરી હતી અને બાદમાં હવે મુખ્ય આરોપી તાંત્રિક મુકેશ ગરાસીયાની પણ ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સાથે જ આરોપીના મોબાઇલ ફોનમાંથી અનેક મહિલાઓ અને યુવતીઓના ફોટો મળી આવ્યા છે. આરોપીઓ તાંત્રિક વિધિથી સંતાન પ્રાપ્તિ કરાવી આપવાના બદલામાં રૂપિયા બે લાખની માગણી કરતા હતા.
પૈસાના વરસાદની લાલચ આરોપી તાંત્રિક વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરી આપવા માટેની પણ લાલચ લોકોને આપતો હતો, પાંચથી છ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી મહિલા, જેના શરીર ઉપર કોઈપણ પ્રકારનો ચિન્હ જેમાં ટેટુ, છૂંદણા તથા સીજિરિયન થયેલ ન હોય તેમજ તેને કૂતરું કરડેલ ન હોય તેવી મહિલાને એકાંતમાં રાખી નિર્વસ્ત્ર કરી તેના ઉપર તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરી શકતો હોવાની પોતાની પાસે આવડત હોવાની વાત પણ તેણે પોતાના પરિચિતોને કરી હતી. આ મામલે પોલીસે આરોપી તાંત્રિક મુકેશ ગરાસિયાની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
રાજસ્થાનથી આરોપીની ધરપકડ આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના ફોનમાંથી અન્ય ભોગ બનનાર મહિલાઓના ફોટો અને વિડીયો પણ મળી આવ્યા હોવાથી તે અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.