ETV Bharat / state

Ahmedabad Crime : અમદાવાદમાં જન્માષ્ટમીની આગલી રાત્રે હથિયારોના જથ્થા સાથે પોલીસે 6 શખ્સોને દબોચ્યાં, તપાસમાં અનેક ખુલાસા - અમદાવાદ ઝોન 7ની પોલીસ ટીમ

જન્માષ્ટમીના તહેવારમાં સુરક્ષા વ્યવસ્થાને લઇને પેટ્રોલિંગ કરી રહેલી અમદાવાદ ઝોન 7ની પોલીસ ટીમને હથિયારોના જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. એક યુવકને બાતમીના આધારે પકડયા બાદ પૂછપરછમાં વધુ ખુલાસા સામે આવ્યાં હતાં. મામલામાં પોલીસે 6 શખ્સને પકડી લીધાં છે.

Ahmedabad Crime : અમદાવાદમાં જન્માષ્ટમીની આગલી રાત્રે હથિયારોના જથ્થા સાથે પોલીસે 6 શખ્સોને દબોચ્યાં, તપાસમાં અનેક ખુલાસા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 6:53 PM IST

6 શખ્સને પકડી લીધાં

અમદાવાદ : અમદાવાદ શહેરમાં જન્માષ્ટમી તહેવારના એક દિવસ પહેલાં હથિયારના મોટા જથ્થા સાથે પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. ઝોન 7 LCB ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે એક યુવક પાસેથી હથિયાર મળી આવતા તપાસ કરતા એક બાદ એક 6 લોકોને પકડીને હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે પકડાયેલા આરોપીઓને હથિયાર આપનાર મધ્યપ્રદેશનો મુખ્ય આરોપી વોન્ટેડ હોઇ તેને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

વિશાલા હોટલ પાસે પકડાયા : ઝોન સેવન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાસણામાં વિશાલા હોટલ પાસે વિજય સેલ્સ શોરૂમ પાસે જાહેર રોડ ઉપર એક વ્યક્તિ પિસ્ટલ અને કેટલાક કારતુસ સાથે હાજર છે. જેથી પોલીસે બાતમીના આધારે તપાસ કરી શાહનવાજ ઉર્ફે શાનું શેખ નામના વટવાના યુવકની ધરપકડ કરી તપાસ કરતા એક પિસ્ટલ અને ત્રણ કારતુસ મળી આવ્યા હતાં.

છેલ્લાં દોઢ વર્ષથી અલગ અલગ સમયે આ હથિયાર અમદાવાદમાં મધ્ય પ્રદેશથી લાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે. હથિયારોનો કોઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તેમજ આ સિવાય અન્ય કોઈ હથિયારો લાવવામાં આવ્યા છે કે કેમ તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે...એસ. ડી. પટેલ (એસીબી, એમ ડિવિઝન )

જમાલપુરના શખ્સે વેચવા આપ્યાં : હથિયાર અંગે પૂછપરછ કરતા તેણે આ હથિયાર સમીર ઉર્ફે સોનું પઠાણ નામના વટવાના યુવક પાસેથી ખરીદ્યા હોવાની હકીકત જણાવતા પોલીસે સમીરના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો હતો. તેને પકડી હથિયાર બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા પોતાના વતન મધ્યપ્રદેશમાં રહેતા આફતાબ પાસેથી આ હથિયાર અને તેના સિવાય અન્ય 9 હથિયાર તેમજ કારતૂસ લાવ્યો છે. જે હથિયાર જમાલપુર ખાતે રહેતા ફરાનખાન પઠાણને વેચાણ માટે આપ્યા છે.

પૂછપરછમાં વધુ પિસ્ટલ પકડાઇ : જે બાદ ઝોન સેવન એલસીબીની ટીમે જમાલપુરમાં રહેતા ફરાનખાન પઠાણના ઘરે તપાસ કરતા તે પણ મળી આવ્યો હતો. હથિયાર બાબતે તેની પૂછપરછ કરતા ચાર પિસ્ટલમાંથી બે પિસ્ટલ તેના સંબંધિત ઝૈદખાન પઠાણ અને ઉજેરખાન પઠાણને વેચાણથી આપી હોવાની હકીકત જણાવતાં પોલીસે તે બંને શખ્સોને પણ પકડી પાડ્યા હતા. જેમાં ઝૈદ ખાન પઠાણ પાસેથી મળી આવેલી પિસ્ટલમાંથી એક પિસ્ટલ પોતાના મિત્ર શાહરુખ પઠાણને આપી હતી અને એક પિસ્ટલ પોતાના ઘરમાં છુપાવી રાખી હતી અને તે પ્રકારની સામે આવી હતી.

કુલ 9 પિસ્ટલ, એક રિવોલ્વર અને 61 જીવતા કારતુસ જપ્ત

ખરગોનનો આફતાબ મુખ્ય આરોપી : આ કેસમાં કુલ 9 પિસ્ટલ, એક રિવોલ્વર અને 61 જીવતા કારતુસ તેમજ ત્રણ ખાલી મેગેઝીન સાથે કુલ 6 લોકોની ધરપકડ કરી છે. જોકે મધ્ય પ્રદેશના ખરગોનના રહેવાસી આફતાબ નામનો આરોપી આ કેસમાં મુખ્ય આરોપી હોય તેની ધરપકડ માટેની તજવીજની શરૂ કરી છે.

આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ : આ મામલે મળી આવેલા હથિયારો પર મેડ ઇન જાપાન અને મેડ ઈન યુએસએ તેમ અલગ અલગ લખાણ લખેલા હોય જોકે તમામ હથિયારો દેશી બનાવટના હોય આ સમગ્ર બાબતે કુલ 2 લાખ 65 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વાસણા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની વધુ તપાસ વાસણા પોલીસને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

  1. Vadodara Crime: વડોદરામાં લૂંટારુઓ કંપની માલિકને મોતને ઘાટ ઉતારે તે પહેલાં પોલીસે ઝડપી પાડયા
  2. Vadodara Crime News : વડોદરામાં તસ્કરને ચોરી કરવી પડી મોંઘી, રહીશો ચોરને પકડીને મેથીપાક ચખાડ્યો
  3. Patan Crime News : પાટણ SOG પોલીસે મુજપુર નજીકથી હથિયાર સાથે બે રીઢા ગુનેગારને ઝડપ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.