ETV Bharat / state

Ahmedabad crime news: ઉત્તરાયણના તહેવારની સાંજે હવેલી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ - હવેલી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ

અમદાવાદના કોટ વિસ્તારમાં દારૂ પીવાની ના પાડનાર યુવકને બે ભાઈઓએ મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને જુહાપુરામાંથી આરોપીઓની ધરપકડ કરી છે. ( murder in ahmedabad on makar sankranti 2023)

murder in ahmedabad on makar sankranti 2023

author img

By

Published : Jan 15, 2023, 3:46 PM IST

ઉત્તરાયણના તહેવારની સાંજે હવેલી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ

અમદાવાદ: ઉત્તરાયણના દિવસે અમદાવાદના કોટ વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. જમાલપુરમાં આવેલી મસ્જિદ નજીક 2 શખ્સોને દારૂ પીવાની ના પાડનાર યુવકને બે ભાઈઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવકના ભાઈ અને ભાભી વચ્ચે આવતા તેમના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને જુહાપુરામાંથી આરોપીઓની ધરપકડ કરી છે.

મૃતક યુવકના ભાઈ અને ભાભી વચ્ચે આવતા તેમના પર પણ છરી વડે હુમલો

કેવી રીતે થઇ હત્યા?: જમાલપુરમાં રહેતા સાજીયાબાનુંએ ફરિયાદ નોંધાવી છે કે તે 14 જાન્યુઆરીએ સાંજે ઘરે હાજર હતા ત્યારે સાંજે 6:30 વાગે તેમના ઘરની બહાર બુમાબુમ થતા તેઓ ઘરની બહાર જોવા ગયા હતા, ત્યારે તેમના જેઠ ફિરોજભાઈને તેમની ચાલીમાં રહેતા નઇમ શેખ અને તેનો ભાઈ કરીમ શેખ મારી રહયા હતા. મારામારી વધતા બંને ભાઈઓએ ફિરોજને પેટના તથા શરીરના ભાગે છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન સાજીયાબનુના પતિ મોહસીન ત્યાં આવી ગયા હતા અને ફિરોઝને બચાવી રહ્યા હતા.

આ પણ વાંચો Statewide Cyber Racket: સુરત ખટોદરા પોલીસ દ્વારા રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપીની ધરપકડ

દારૂ પીવાનીના પાડતા થયો ઝગડો: મોહસીન વચ્ચે પડતા નઈમ અને કરીમે તેને પણ આંખ ઉપર અને ડાબા કાંડા પર છરીના ઘા માર્યા હતા. ફિરોઝને છરીના ઘા મારતા લોહી નીકળતા સાજીયાબાનુએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થયા હતા, ત્યારે નઈમ અને કરીમ ત્યાંથી ભાગી ગયા હતા. ફિરોઝ, મોહિસન અને સાજીયાબાનુને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ફિરોજે જણાવ્યું હતું કે નઈમ અને કરીમ મસ્જિદ પાસે દારૂ પી રહ્યા હતા ત્યારે તેમને મસ્જિદ પાસે દારૂ પીવાનીના પાડતા તેમને ઝગડો શરૂ કરી દીધો હતો.

આ પણ વાંચો ડ્રગ્સ કેસના 3 આરોપીના ATSએ 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ લીધા

બંને આરોપીની ધરપકડ: ફિરોઝને એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે ફિરોઝને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મોહસીનને છરીના ઘા વાગતા તેને સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે હત્યા અને મારમારીની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સાજીયાબાનુએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જુના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાનું ઝમે આવ્યું છે. અંર મૃતક અને તેનો ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યું છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.