અમદાવાદ : ભારતમાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં આતંક ફેલાવનારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત ATS દ્વારા ડ્રગ્સના એક કેસમાં તપાસમાં લોરેન્સ બિશ્નોઇનું નામ ખુલતા હવે તેને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવામાં આવશે.
194 કરોડના ડ્રગ્સ કેસ : મહત્વનું છે કે ગુજરાત એટીએસે થોડા સમય પહેલા જ અગાઉ જખૌના દરિયામાંથી 38.994 કિલોગ્રામ હેરોઇન જેની કિંમત અંદાજે 194.97 કરોડ થાય છે. તે અલ તાયસા નામની બોટમાંથી પકડી પાડી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. જે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી એક નાઈઝીરીયન મહિલાના દેખરેખ હેઠળ લોરેન્સ બિશ્નોઇએ ભારતમાં મંગાવ્યું હોવાનું ખુલ્યું છે.
આ પણ વાંચો Jakhau Port Drugs Case : જખૌમાં 280 કરોડના ડ્રગ્સ મામલે 4 આરોપી રીમાન્ડ પર, જૂઓ એટીએસે શું કહ્યું
આરોપીઓની ધરપકડ : ગુજરાત એટીએસએ આ સમગ્ર મામલે મહંમદ શફી, મોહસીન શહેઝાદ, જહુર અહેમદ, મોહમ્મદ સોહેલ અને મોહમ્મદ કામરાન નામના 6 પાકિસ્તાનીઓની બોટમાંથી ધરપકડ કરી હતી. જે બાદ આ ડ્રગ્સની ડિલિવરી લેનાર બે આરોપીઓ જેમાં સરતાજ સલીમ મલિક અને જગદીશ સિંહને પણ પકડી પાડવામાં આવ્યા હતા.
કોલ સાઇનથી ડિલિવરી : ડ્રગ્સ બલુચિસ્તાનના પાસની પોર્ટ પાસેથી બોટમાં લોડ કરવામાં આવ્યું હતું અને જખૌ પાસે દરિયામાં ડિલિવર કરવાનો હતો પાકિસ્તાની અબ્દુલ્લા નામના વ્યક્તિએ આ ડ્રગ્સ મોકલ્યું હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ ડ્રગ્સની ડીલીવરી માટે પણ એક કોલ સાઈન રાખ્યું હતું જેમાં પંજાબ જેલમાં બેસીને લોરેન્સ બિશ્નોઈએ જુમ્મા નામથી કોલ સાઈનથી આ ડ્રગ્સની ડીલીવરી લેવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો મૂસેવાલાની જ પહેલી હત્યા...નજીકથી ગોળી મારનાર 19 વર્ષનો શૂટર અંકિત સિરસાની ધરપકડ
અમદાવાદ લાવવાની પ્રક્રિયા શરૂ : ગુજરાત ATS દ્વારા દરિયામાંથી ઝડપેલાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશનોઇનું નામ સામે આવ્યું છે. જેથી તેની પૂછપરછ માટે ગુજરાત ATSએ NIA કોર્ટમાં ટ્રાન્સફર વોરન્ટ માટે અરજી કરી હતી. જે અરજી અંગે ગુજરાત ATSને કાયદાકીય કબ્જો આપવા માટે કોર્ટે પરવાનગી આપી દીધી છે. જેથી તેને પટિયાલા જેલમાંથી અમદાવાદ લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
ડ્રગ્સ કેસમાં સંડોવણી અંગે પૂછપરછ : ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં ગુજરાત ATS એ અગાઉ 6 પાકિસ્તાની સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે હવે ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે. તેવામાં હવે માફિયા લોરેન્સ બિશ્નોઇને અમદાવાદ લાવી તેની ડ્રગ્સ કેસમાં સંડોવણી અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે.
સિદ્ધુ મૂસેેવાલાની હત્યા કેસમાં પણ ષડ્યંત્રકાર : મહત્વનું છે કે લોરેન્સ બિશનોઇ પંજાબના જાણીતા કલાકાર સિદ્ધુ મૂસેેવાલાની હત્યા કેસમાં પણ ષડ્યંત્રકાર હતો, તેમજ માફિયા અતીક અહેમદના હત્યા કેસમાં પણ તેની સંડોવણી અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી તેવામાં આગામી દિવસોમાં તેની તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું