અમદાવાદ : ભણતરના ભારથી કંટાળી વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પંચવટી પાસે પીજીમાં રહેતા યુવકે ફ્લેટના છઠ્ઠા માળેથી ઝંપલાવી મોત વહાલું કરતા યુનિવર્સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકે લખેલી અલગ અલગ સ્યૂસાઇડ નોટ મળી આવી છે. મૃતક વિદ્યાર્થીએ પોતાના માતાપિતા મિત્ર અને પોતાની મહિલા મિત્રને આત્મહત્યા કરતાં પહેલાં અલગ અલગ સ્યૂસાઇડ નોટ પણ લખી છે.
વડોદરાનો યુવક : અમદાવાદની પ્રતિષ્ઠિત સેપ્ટ યુનિવર્સિટીના આર્કિટેક ફેકલ્ટીમાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા શિવ મિસ્ત્રી નામના યુવકે ભણતરના ભારથી કંટાળી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ વિદ્યાર્થી અંગે બહાર આવેલી વિગતો પ્રમાણે તે મૂળ વડોદરાનો છે અને અમદાવાદમાં રહીને અભ્યાસ કરતો હતો.
આ પણ વાંચો Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો, પિતાએ મિત્ર સામે શંકાની સોય તાણી
છઠ્ઠા માળેથી કૂદકો મારી આત્મહત્યા : સેપ્ટ યુનિવર્સિટીના આર્કિટેક ફેકલ્ટીમાં ભણતાં આ યુવકે પંચવટી પાસે આવેલા ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. જેમાં યુવકે અલગ અલગ સ્યૂસાઇડ નોટ નોટ લખી હોવાનું પણ સામે આવ્યું છે.
વિદ્યાર્થીએ અલગ અલગ ચિઠ્ઠીઓ લખી : ધ્રુવીન એપાર્ટમેન્ટના 12 નંબરના મકાનમાં રહેતા શિવ મિસ્ત્રીની ઘરની તપાસ કરતા પોલીસને સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં માતાપિતા, મિત્ર અને પોતાની મહિલા મિત્રને પણ એક સ્યૂસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. જે સ્યૂસાઇડ નોટ કબજે કરી FSL ખાતે મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો IIT-Madras Student Suicide : IIT-મદ્રાસના પીએચડી વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, આ વર્ષે ત્રીજો કેસ
ટેટૂની તપાસ કરશે પોલીસ : આત્મહત્યા કરનાર વિદ્યાર્થી શિવ મિસ્ત્રીના શરીર પર રહેલા ટેટૂને લઇને પણ પોલીસનું ધ્યાન દોરાયું હતું. મૃતક વિદ્યાર્થીના શરીર પર સેડ ઈમોજી ટેટુ જોવા મળ્યાં છે જે અંગે પણ તપાસ થઈ રહી છે. જેથી ક્યા કારણોસર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તે જાણી શકાય. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સપેક્ટર વી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સ્યૂસાઈડ નોટ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.