ETV Bharat / state

Ahmedabad Crime : ખાલીસ્તાની ધમકી મામલે વધુ 3 સિમ બોક્સ ઝડપાયા, શકમંદોની પૂછપરછમાં ખુલાસા

પંજાબમાં એકસમયે દાયકા સુધી લોહીની નદીઓ વહાવનાર ખાલીસ્તાન ચળવળને ફરી જીવતી કરવાના પ્રયાસો થયાં છે. જેમાં ગુજરાતના લોકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન જવા અંગે ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં ખાલીસ્તાની સમર્થિત ગ્રુપ દ્વારા અપાયેલી ગર્ભિત ધમકીના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અનેક ખુલાસા સામે આવ્યાં છે.

Ahmedabad Crime : ખાલીસ્તાની ધમકી મામલે વધુ 3 સિમ બોક્સ ઝડપાયા, શકમંદોની પૂછપરછમાં ખુલાસા
Ahmedabad Crime : ખાલીસ્તાની ધમકી મામલે વધુ 3 સિમ બોક્સ ઝડપાયા, શકમંદોની પૂછપરછમાં ખુલાસા
author img

By

Published : Apr 1, 2023, 6:21 PM IST

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અનેક ખુલાસા થયા

અમદાવાદ : ખાલીસ્તાની સમર્થિત ગ્રુપ દ્વારા આપવામાં આવેલી ગર્ભિત ધમકીને મામલે સાયબર ક્રાઇમ એક બાદ એક નવા ખુલાસા અને કાર્યવાહી કરી રહી છે. તેવામાં ઉત્તર પ્રદેશના મોદીનગરથી વધુ ત્રણ સિમ બોક્સ, ત્રણ રાઉટર કબજે કરી બે લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશથી કબજે લેવાયેલા સિમ બોક્સમાંથી પણ ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી.

શું હતી ગર્ભિત ધમકી : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની હાજરી પહેલા અમદાવાદ અને ગુજરાતના લોકોને સ્ટેડિયમમાં ન જવા અંગે ગર્ભિત ધમકી આપતી ઓડિયો ક્લિપ ખાલીસ્તાન સમર્થિત ગ્રુપના વડા ગુરપતવંત સિંગ પન્નુ દ્વારા એક ધમકી આપતી ક્લિપ મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે શીખ્સ ફોર જસ્ટિસ 2019માં આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું, તે ગ્રુપના વડા દ્વારા આતંકી ધમકી આપતા દેશભરની એજન્સીઓ સતર્ક બની હતી. જેની તપાસમાં મધ્યપ્રદેશના સતના ખાતેથી બે આરોપીઓ અને સિમ બોક્સ કબ્જે કરવામાં આવ્યા હતા. જે બાદ વધુ કેટલાક સિમ બોક્સ ઉત્તરપ્રદેશથી સાયબર ક્રાઈમે કબ્જે કર્યા છે.

આ પણ વાંચો Ahmedabad Crime: ખાલીસ્તાની ધમકી મામલે ઝડપાયેલા આરોપીઓ પાસે વધુ બે સિમ બૉક્સ મળ્યા, તપાસમાં અનેક ખુલાસા...

જીએસએમ કોલમાં કન્વર્ટ : ખાલીસ્તાની સ્થાનિક ગ્રુપ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ સાયબર ક્રાઇમ એ ગેરકાયદેસર રીતે ઇન્ટરનેટ કોલને જીએસએમ કોલમાં કન્વર્ટ કરતા 16 જેટલા સિમ બોક્સ કબ્જે કર્યા છે. સાથે જ સિમબોક્સ સાથે ઝડપાયેલા આરોપીઓના દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના કનેક્શનનો પણ સામે આવ્યા હતા. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના મવાના ખાતેથી પણ ધમકી આપતા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી.

સિમ બોક્સ મળી આવ્યા : જેથી તેની તપાસ કરતા એક ઘરમાં રાખેલા સિમ બોક્સ મળી આવ્યા છે. ઉપરાંત ઘરના બે સભ્યોની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે અટકાયતમાં લેવાયેલા બંને લોકોનું કહેવું છે કે તેમના પરિચિત દ્વારા તેમને આ સિમ બોક્સ મળ્યા હતા, જે માત્ર સાચવી રાખવાના રૂપિયા તેમને મળવાના હતા. જોકે તે સાચું બોલે છે કે ખોટું એ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ

કઇ કલમ હેઠળ ગુનો : મહત્વનું છે કે દેશમાં એકતા તોડી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરનાર લોકો વિરુદ્ધ સાયબર ક્રાઇમે આઈટી એક્ટની સાથે યુએપીએની કલમ હેઠળ ગુનો નોંધી હજી સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે. તો અન્ય બેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

શકમંદોની પૂછપરછ : આ અંગે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમના ACP જે એમ યાદવે જણાવ્યું હતું કે અગાઉના કેસની તપાસમાં યુપીમાંથી પણ કોલ કરવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા યુપીમાંથી તપાસ કરીને સિમ બોક્સ કબજે લેવાયા છે. જોકે તેને ઓપરેટ કરનારા આરોપીઓ ફરાર થઈ ગયા હોય તેઓને પકડવાની માટે અલગ અલગ દિશામાં તપાસ ધરાઈ છે. આ મામલે સિમ બૉક્સ જે લોકોના ઘરમાંથી મળ્યા તે લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.