ETV Bharat / state

Ahmedabad Crime News : બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને પકડી પાડ્યો - બોડકદેવ પોલીસે

અમદાવાદના બોડકદેવમાં થયેલી હત્યા મામલે આરોપીને પોલીસે ગણતરીમાં કલાકોમાં ઝડપી પાડ્યો છે. સામાન્ય બોલાચાલીએ હત્યા જેવી ઘટનાનુ સ્વરૂપ ધારણ કર્યું હતું, આ મામલે બોડકદેવ પોલીસે ગુનો દાખલ કર્યો હતો, આરોપી ઝારખંડ ફરાર થવાની ફિરાકમાં હતો તે પહેલાં જ પકડાઈ ગયો હતો.

Ahmedabad Crime : બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો આરોપી પકડ્યો, હત્યાનું કારણ આ હતું

author img

By

Published : Jun 6, 2023, 5:52 PM IST

હત્યાના આરોપી નિર્મલ હેરંજની ધરપકડ

અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં આવતા એસ.પી રિંગ રોડ પર સામાન્ય બોલાચાલીમાં હત્યાની સમગ્ર ઘટના બની હતી, મૂળ ઝારખંડના અને હાલ એસ.પી રીંગ રોડ પર સાઈટ પર કામ કરતા ડેવીડ કંડોન્લા નામનાં વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી છેલ્લાં દોઢ મહિનાથી ડ્રીમ વિવાનની નવી બનતી કંસ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરતાં હતાં, તેની સાથે ઝારખંડનો 19 વર્ષીય અનુપ ઉર્ફે લાલી જોગી અને 30 વર્ષીય નિર્મલ હેરેંજ કંસ્ટ્રકશનની સાઈટ પર રહેતો હતો.

ઘરવખરીના સામાન બાબતે બોલાચાલી : 4 જૂન રવિવારના રોજ સાંજના સમયે અનુપ ઉર્ફે લાલી જોગી તેમજ નિર્મલ હેરેંજ ઘરવખરીનો સામાન લાવ્યા હતાં. નિર્મલનો સાળો સોહાર મહલી તેમજ સોહારની પત્ની ફરિયાદીની ઓરડી પર આવ્યા હતા અને જેઓને નિર્મલ હેરેંજે ઘરવખરીનો સામાન આપવાની વાત કરતા અનુપે સામાન આપવાની ના પાડી હતી. જેના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જે પછી નિર્મલ ઓરડીની બહાર જતો રહ્યો હતો. જ્યારે ફરિયાદી તેમજ અનુપ જમીને રાત્રે 10 વાગ્યાની આસપાસ ઓરડીમાં સૂઈ ગયાં હતાં.

માથામાં ફટકા મારી યુવકની હત્યા : થોડી વાર પછી કઈંક અવાજ આવતા ડેવીડ જાગી જતા તેણે જોયું કે નિર્મલ હેરેંજ પોતાના હાથમાં લોખંડના સળીયા જેવી વસ્તુથી અનુપ ઉર્ફે લાલીને માથામાં ફટકો મારી ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ નિર્મલ ત્યાંથી ભાગી ગયો હતો. અનુપને માથામાંથી અને કાનમાંથી લોહી નિકળતુ હોઇ ડેવીડે ઠેકેદારને બોલાવી આ અંગે 108ને બોલાવી હતી. ત્યાં 108ના તબીબે અનુપ ઉર્ફ લાલીને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા ટીમો કામે લગાડી હતી. બાદમાં અમને માહિતી મળી કે ભાટ નજીક એક સાઈટ પર ઝારખંડના મજૂરો રહે છે અને ત્યાં જઈને તપાસ કરતા આરોપીને ત્યાંથી પકડી પાડવામાં આવ્યો છે...એ. આર. ધવન (બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ)

હત્યાના આરોપી નિર્મલ હેરંજની ધરપકડ : અનુપના મોતને લઇનેે પોલીસને જાણ કરવામાં આવતા બોડકદેવ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ અંગે પોલીસે ઘટનાની વિગતો મેળવી અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ભાટ પાસેથી પકડી પાડ્યો છે. આરોપી હત્યા કર્યા બાદ પોતાના ઝારખંડના મિત્રો પાસે ગયો હતો અને ત્યાંથી ઝારખંડ ફરાર થવાનો હતો. જોકે તે પહેલા તેને પકડી પાડવામાં આવ્યો છે. તેની પૂછપરછમાં હત્યાનું કારણ સામે આવ્યું છે. જેમાં આરોપી અને મૃતક વચ્ચે ઘરવખરીના સામાન બાબતે બોલાચાલી થતા આવેશમાં આવીને તેણે આ હત્યાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી છે.

  1. Kheda Crime: દારૂના નશામાં ભાઈએ એવું માંગી લીધુ કે, ગુસ્સે ભરાયેલી બહેને ઢીમ ઢાળી દીધુ
  2. Ahmedabad Crime News : લિફ્ટ માંગતા પહેલા સાવધાન, મહિલાએ લિફ્ટ માંગતા શખ્સે લૂંટના ઇરાદે કરી હતી હત્યા
  3. Vadodara Crime News : વડોદરામાં જમાઈ ગેસ સિલિન્ડર આપવા સાસરીમાં ગયો, સાળાએ છરીના ઘા મારીને હત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.