અમદાવાદ: ગુજરાતમાં ક્રાઇમના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં બમણો વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક છેડતીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાને વિસ્તારમાં રહેતા એક યુવકે છેડતી કરી હતી. માતાને જાણ થતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
અવારનવાર હેરાન: ગોમતીપુર વિસ્તારમાં રહેતી મહિલાએ આ સમગ્ર મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના પતિનું 2013 માં અવસાન થતા તેઓ નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની ચાલીમાં રહેતો એક યુવક છેલ્લા એક વર્ષથી તેઓની 13 વર્ષની દીકરીને અવારનવાર હેરાન કરતો હોવાથી, તે આ બાબતે જાણતા હતા પરંતુ તેઓએ ફરિયાદ કરી ન હતી.
ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ શું કહ્યું: આ મામલે ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી દ્વારા છેલ્લા ઘણા સમયથી ફરિયાદીની દીકરીને હેરાન કરતો હતો. અંતે પોલીસે આરોપીને ઝડપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
"આ અંગે મહિલાની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે." એ. જે પાંડવે(ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ)
શુ હતો કેસ: પોલીસ ફરિયાદમાં નોંધાયેલ માહિતી અનુસાર તારીખ 7મી મેના રોજ વહેલી સવારે ચાર વાગે આસપાસ ફરિયાદી મહિલા અને તેઓની દીકરી ઘરે સૂતા હતા. દીકરી ઘરની બહાર બાથરૂમમાં ગઈ હતી. તે વખતે આરોપી યુવક ત્યાં આવ્યો હતો. અચાનક સગીરા સાથે અડપલા કર્યા હતા. તે વખતે મહિલાના દિયર નોકરી પરથી ઘરે આવી જતા આરોપીને જોઈ લીધો હતો. જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાના દિયરે આ મામલે ફરિયાદીને જાણ કરતા ફરિયાદીએ આરોપીને શોધતા તે ન મળી આવ્યો હતો. અંતે દીકરીને આ બાબતે પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જેથી આ સમગ્ર બાબતને લઈને ગોમતીપુર પોલીસ મથકે છે. ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો