ETV Bharat / state

Ahmedabad Crime : ઉર્જાવિભાગના સ્ક્રેપનું ટેન્ડર અપાવવાની લાલચે વેપારીને 6 કરોડમાં નવડાવ્યો, નાણાં પરત માંગતા રિવોલ્વર તાકી

સરકારના ઉર્જાવિભાગના સ્ક્રેપનું ટેન્ડર મેળવી અપાવવાની લાલચમાં અમદાવાદના વેપારી સાથે કરોડો રુપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. સમગ્ર મામલે અનેક પ્રકારના લોભામણા વાયદાઓ, ખોટી મુલાકાતોની પ્રબાવિત કરીને વેપારીને ફસાવાયો હતો. વેપારીને છેતરપિંડીનો ખ્યાલ આવતાં નાણાં પરત માગ્યા તો આરોપીઓએ રિવોલ્વર તાકી દીધી હતી. બોડકદેવ પોલીસમાં નોંઘાયેલી આ ચોકાવનારી ફરિયાદ જૂઓ.

Ahmedabad Crime : ઉર્જાવિભાગના સ્ક્રેપનું ટેન્ડર અપાવવાની લાલચે વેપારીને 6 કરોડમાં નવડાવ્યો, નાણાં પરત માંગતા રિવોલ્વર તાકી
Ahmedabad Crime : ઉર્જાવિભાગના સ્ક્રેપનું ટેન્ડર અપાવવાની લાલચે વેપારીને 6 કરોડમાં નવડાવ્યો, નાણાં પરત માંગતા રિવોલ્વર તાકી
author img

By

Published : Apr 19, 2023, 4:16 PM IST

અમદાવાદ : અમદાવાદના થલતેજમાં રહેતા વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. આરોપીઓએ ઉર્જા વિભાગ દ્વારા એલ્યુમિનિયમના સ્ક્રેપનું ટેન્ડર મળવાનું હોવાનું જણાવી ગાંધીનગરમાં એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી વેપારી તેમજ તેઓના ભાગીદાર પાસેથી 6 કરોડ જેટલી રકમ મેળવી હતી. જે બાદ અંતે ટેન્ડર ન અપાવી તેમજ વેપારીના લેટરપેડ તેમજ અન્ય ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી વેપારીને પૈસા પરત મળી ગયા છે તેવું લખાણ લખાવી છેતરપિંડી આચરી હતી. વેપારીએ પૈસા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.

રમેશ ગજેરાએ નોંધાવી ફરિયાદ અમદાવાદના થલતેજમાં રહેતા અને મૂળ અમરેલીના રમેશ ગજેરાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતે મયુર કન્સ્ટ્રક્શનના નામથી મિકેનિકલ મશીનરી મેઈન્ટેનન્સનો વેપાર કરે છે. 28 જાન્યુઆરી 2021 ના રોજ રમેશ ગજેરાના મિત્ર રાજેશ શાહે ઘરે મળવા બોલાવી પોતાના ઓળખીતા મિત્ર અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખને ઉર્જા વિભાગનું એલ્યુમિનિયમ સ્ક્રેપનું ટેન્ડર મળવાનું છે. ટેન્ડર માટેના ખર્ચ માટે ભાગીદારની જરૂર છે, તેમજ બીજા દિવસે ઉર્જા વિભાગનું ટેન્ડર છે, અને સાત જગ્યાએ સ્ક્રેપ પડ્યું છે, તેની વિગત અને સ્ક્રેપના ફોટા વ્હોટ્સએપ પર મોકલ્યા હતા.

સરકારી ટેન્ડરની લાલચ આપી : વેપારીને આ ટેન્ડરમાં રસ હોય તેઓએ રાજેશ શાહે શાહીબાગમાં અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર ઉર્ફે જે.ડી શેખ સાથે મીટીંગ કરાવી હતી. મીટીંગ દરમિયાન અપૂર્વ ખન્નાએ વેપારીને જણાવ્યું હતું કે તે એ.કે એન્ટરપ્રાઇઝ નામની કંપની ધરાવી વેપાર કરે છે તેમજ ઝાકીર ઉર્ફે જે.ડી શેખ સરકારી અધિકારીઓ જોડે લાઇઝનીંગનું કામ કરતો હોય અને જેના કારણે સરકારી ટેન્ડર મળે તેવું જણાવતા વેપારી રમેશ ગજેરાને વિશ્વાસ આવી ગયો હતો.

આ પણ વાંચો Fraud case Surat: કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કાકા ભત્રીજાની ધરપકડ

ભાગીદારીમાં રોકાણ : આરોપીએ આ સમયે ટેન્ડર ઊર્જા વિભાગ તરફથી બહાર પડશે તેમાં 1 લાખ 60 હજાર ટન એલ્યુમિનિયમ સ્ક્રેપનો જથ્થો હશે, જે માટે કુલ 10 કરોડનું રોકાણ થશે, તેવી વાત કરી હતી. જે તે સમયે રમેશ ગજેરા પાસે આટલા પૈસાની સગવડ ન હોય તેમણે પોતાના મિત્ર જયસુખ સાંગાણી તેમજ જયંતી ભુવાને ટેન્ડર બાબતે જણાવતા તેઓએ પણ ટેન્ડરમાં રસ હોવાથી ભાગીદારીમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.

મીટિંગો ગોઠવાઇ : ત્રીજી ફેબ્રુઆરી 2021 ના રોજ અપૂર્વ ખન્નાએ તેમજ જાકીર ઉર્ફે જે.ડી શેખે ફરિયાદી રમેશ ગજેરાને શાહીબાગ સિદ્ધાર્થ પેલેસ ખાતે બોલાવતા તેઓ પોતાના ભાગીદાર જયસુખ સાંગાણી તેમજ જયંતીભાઈ ભુવા સાથે મળવા ગયા હતા. જ્યાં રાજેશ શાહ પણ હાજર હોય તે વખતે અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખે ટેન્ડર ઉર્જા વિભાગ તરફથી બહાર પડશે, જેમાં 1 લાખ 60 હજાર ટન એલ્યુમિનિયમ સ્ક્રેપનો જથ્થો હશે. જે ગુજરાતના અલગ અલગ ભાગમાં હોય જે માટે કુલ 10 કરોડનું ખર્ચ અને રોકાણ થશે તેવું જણાવ્યું હતું. જેમાં 80 હજાર ટન મલ રમેશ ગજેરાની મયુર કન્સ્ટ્રકશન કંપનીને તેમજ 80 હજાર ટન સ્ક્રેપ અપૂર્વ ખન્નાની એ.કે એન્ટરપ્રાઇઝ કંપનીને મળશે તેવું જણાવ્યું હતું. ટેન્ડર માટેનો ખર્ચ ફરિયાદી અને સામેવાળાએ 50-50 ટકા લેખે પાંચ- પાંચ કરોડ કરવાની વાત કરી હતી.

મયુર કન્સ્ટ્રક્શન નામે બેંકમાં ખાતું ખોલાવ્યું : ટેન્ડરના વહીવટ માટે 8 થી 10 અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનશે, જે સરકારી કચેરીમાં લાયઝનીંગ કરશે. આ લાઇઝનીંગ ઓફિસર આર.સી પરમાર નામની વ્યક્તિ હશે તેવું જણાવ્યું હતું. તેમજ ટેન્ડરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપનો એક કિલોનો ભાવ રૂપિયા 45 સરકારને ચૂકવવાના રહેશે, અને બાકીની ટેન્ડરની શરતો ટેન્ડર મળ્યા બાદ નક્કી કરીવાની વાત કરી હતી. ન્યૂઝ પેપરના સ્પેશિયલ એડિશનમાં જાહેરાત આપવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા 30 થી 45 દિવસમાં પૂરી થઈ જશે અને બંને પાર્ટીને વર્ક ઓર્ડર મળી જશે અને જે સાત જગ્યાએ સ્ક્રેપ પડ્યું છે તેમાંથી એક કે બે જ જગ્યાએ આ સ્ક્રેપની વિઝીટ સરકારની પરમિશન મળે પછી થશે તેવું જણાવ્યું હતું. ટેન્ડરમાં કરોડોનો નફો થશે સારી એવી આવક થશે, તેવું કહીને વેપારીને વિશ્વાસમાં લઈને ટેન્ડરની પ્રક્રિયા તેમજ ખર્ચ લેવડ-દેવડ માટે મયુર કન્સ્ટ્રક્શન નામે બેંકમાં ખાતું ખોલાવ્યું હતું.

આ પણ વાંચો Bribe Case: 39 લાખના સોનાના બિસ્કિટની છેતરપિંડી કેસમાં 7મો આરોપી ઝડપાયો

પૈસા વ્યાજ સહિત પરત ચૂકવવા ખાતરી આપી : વહીવટી ખર્ચના પાંચ કરોડ રોકડા તેઓને આપવાના હોય, જેની સલામતી પેટે અપૂર્વ ખન્નાએ એ.કે એન્ટરપ્રાઇઝના ચેક આપશે તેમજ કોઈપણ કારણસર ટેન્ડરમાં વિલમ થાય અથવા તો કેન્સલ થાય તો ખર્ચ પેટે ફરિયાદીએ આપેલા પૈસા વ્યાજ સહિત પરત ચૂકવી આપવામાં આવશે તેવી ખાતરી અપૂર્વ ખન્નાએ તેમજ ઝાકીર શેખે આપી હતી.

નોટરી કરવામાં આવી : વેપારી રમેશ ગજેરાએ ટેન્ડરના ખર્ચની રકમ પોતાની પાસે ન હોવાથી થોડા થોડા કરી પોતાના મિત્ર સર્કલ અને સંબંધીઓ પાસેની સગવડ કરી હતી. 8 ફેબ્રુઆરી 2021 ના રોજ ફરિયાદી રમેશ ગજેરા તેમજ અપૂર્વ ખન્ના સાથે ટેન્ડરની વિગત સ્ક્રેપના માલની તેમજ તેની ગુણવત્તા માલની ખરીદી ખર્ચ તેમજ નફામાં 50 50ટકાની ભાગીદારી, ટેન્ડરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપનો ટેન્ડર મળ્યા બાદ વેચાણ કરવાનું, તેમજ ભાવ નક્કી કરવાનું અપૂર્વ ખન્નાને રહેશે અને આ તમામ બાબતોએ નોટરી કરવામાં આવી હતી.

પ્રોપરાઇટરનો સિક્કો ન આપ્યો : ટેન્ડર માટે એમઓયુ કરવા તેમજ કોન્ટ્રાક્ટ માટે સરકારી કચેરીમાં આવવાના થતા જરૂરી ડોક્યુમેન્ટ ફરિયાદીની મયુર કન્સ્ટ્રક્શન નામની કંપનીના ચાર કોરા લેટરપેડ, કંપનીનો પ્રોપરાઇટરનો સિક્કો, જી.એસ.ટી નંબર, પાનકાર્ડની કોપી તેમજ વેપારીના ફોટોગ્રાફ આધારકાર્ડ અને પાનકાર્ડની માંગણી કરતા તેઓએ અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખને આપી હતી. પરંતુ કંપનીનો પ્રોપરાઇટરનો સિક્કો આપ્યો ન હતો. જે બાફ અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખે વેપારી અને તેઓના ભાગીદારને ગાંધીનગર લઈ જઈ આર.સી પરમાર નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી, જેણે સમજૂતી કરારની નકલ લઈને ટેન્ડર તમને જ મળશે અને જરૂર પડશે ત્યારે તમને બોલાવીશું તેવું કહીને ખર્ચ પેટે 11 લાખ રોકડા લીધા હતા.

પાંચ કરોડ કંપની ખાતામાં આપ્યાં : જે બાદ વેપારીએ ટુકડે ટુકડે કરીને કુલ પાંચ કરોડ રૂપિયા પૂર્વ ખન્નાને એ.કે એન્ટરપ્રાઇઝ કંપનીના ખાતામાં આપ્યા હતા, તેમજ ટેન્ડર પ્રક્રિયાના વહીવટ માટેના ટુકડે ટુકડે 50 લાખ રૂપિયા પણ આપ્યા હતા. જે બાદ જૂન મહિના સુધી ટેન્ડર ન મળતા તેઓએ આ બાબતે અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખને વાત કરતા કોવીડના કારણે સ્ક્રેપના ભાવમાં વધારો થયો છે, જેના કારણે 50 લાખનું વધુ ખર્ચ થશે તેવું જણાવતા ફરિયાદીએ બીજા 50 લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ પણ ટેન્ડરની કોઈ પ્રક્રિયા થતી ન હોય તેઓએ આ બાબતે વારંવાર પૂછતા માત્ર આશ્વાસન આપવામાં આવતું હતું.

ટેન્ડરનો પત્ર વાંચવા આપ્યો : જે દરમિયાન અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખે ફરિયાદીને ફોન કરીને પેંડા લઈને ગાંધીનગર સર્કિટ હાઉસ નજીક આવી જાઓ કહ્યું. જેથી વેપારીને ટેન્ડર મળ્યું હશે તેવું સમજી તે ગાંધીનગર ગયા હતા. જ્યાં બંને શખ્સોએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એ.કે એન્ટરપ્રાઇઝને ટેન્ડર મળેલ તેવું તેઓ સહી સિક્કા વગરનો પત્ર વાંચવા દીધો હતો અને ફોટો પાડવા દીધો ન હતો. જે પત્રમાં માત્ર એ.કે એન્ટરપ્રાઇઝને કેમ ટેન્ડર મળ્યું છે તેવું પૂછતા અપૂર્વ ખન્નાએ જણાવ્યું હતું કે એ. કે એન્ટરપ્રાઇઝને ટેન્ડર મળશે પરંતુ વર્ક ઓર્ડર બંનેની કંપનીને મળશે.

છેતરપિંડીનો ખ્યાલ આવ્યો : જે બાદ બને જણાએ ટેન્ડર માટેની વેપારી પાસેથી વધુ 3 કરોડની વધુ માંગણી કરી હતી, જેથી તેઓને પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું જણાતાં તેઓએ પોતાના આપેલા પૈસા પરત માગ્યા હતા અને અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખે બે મહિના રાહ જોવાનુ કહ્યું હતું. જે બાદ અપૂર્વ ખન્નાએ આપેલા ચાર ચેકો અને બીજો એક પાંચ કરોડનો સિક્યુરિટી પેટે જે ચેક આપ્યો હતો, તે વેપારીએ બેંકમાં જમા કરાવતા બેલેન્સ ન હોવાને કારણે રિટર્ન થયો હતો. જે બાદ અપૂર્વ ખન્નાએ વેપારીને 25 લાખ રૂપિયા રોકડ પરત કર્યા હતા અને અન્ય પૈસા પણ પરત કરવાનું કહીને બીજા ચેક આપ્યા હતા.

નાણાં પરત માંગતા રિવોલ્વર તાકી : 7 સપ્ટેમ્બર 2022 ના રોજ વેપારી તેમજ તેઓના ભાગીદારને આરોપીઓએ અડાલજ ત્રિમંદિર ખાતે બોલાવ્યા હતા અને ત્યાં વેપારીએ પૈસા બાબતે કહેતા જાકીર શેખે ઉશ્કેરાઈને ધમકીઓ આપી ઝપાઝપી કરી હતી. તે સમયે અપૂર્વ ખન્નાના કહેવાથી તેના બોડીગાડે રિવોલ્વર કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપીને વેપારી તરફ રિવોલ્વર તાકી દીધી હતી.

આરોપીઓએ પોત પ્રકાશ્યું : જે બાદ આ સમગ્ર મામલે વેપારીએ આરોપીઓ સામે અરજી કરી હતી જે અરજીના જવાબમાં અપૂર્વ ખન્ના અને ઝાકીર શેખે નિવેદન લખાવ્યું હતું, જેમાં કંપનીના લેટરપેડની એક નકલ રજૂ કરી હતી. જે લેટરપેડમાં લખાણ લખ્યું હતું કે 12 ઓગસ્ટ 2022ના રોજ અપૂર્વ ખન્ના તેમજ ઝાકીર શેખે વેપારીને 4 કરોડ 15 લાખ રૂપિયા પરત ચૂકવી આપ્યા છે હવે પછી કોઈ રકમ લેવાની બાકી નીકળતી નથી જેની આ પાકી પહોંચ લખી આપીએ છીએ. તે મુજબનું લખાણ લખ્યું હતું. જે લેટરપેડમાં વેપારીનો ફોટો અને સહી જોતા લેટરપેડના નીચેના ભાગે ફરિયાદીની કંપનીનો પ્રોપરાઇટરનો સિક્કો તેમજ તેમની સહી જણાઈ હતી. પરંતુ તેઓએ કંપનીના કોઈ લેટરપેડ ઉપર આવું લખાણ લખીને સિક્કો કર્યો ન હોવાથી આરોપીઓએ આ લેટરપેડ ખોટું બનાવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.

બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : અંતે આ સમગ્ર મામલે વેપારીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે છેતરપિંડી અને ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને બોગસ ડોક્યુમેન્ટ બનાવવા મામલે ફરિયાદ નોંધાવતા આ ઘટનાને લઈને બોડકદેવ પોલીસે અપૂર્વ ખન્ના, ઝાકીર શેખ, આર.સી પરમાર તેમજ અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે અને અંતે આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.