ETV Bharat / state

Ahmedabad Crime : મિસ્ટર નટવરલાલ અને ચાર્લ્સ શોભરાજની જેમ અનેક લોકોને ઠગનાર આંતરરાજ્ય ઠગ ઝડપાયો

છેતરપિંડી આચરનારાઓની વાત આવે ત્યારે મહાઠગ ચાર્લ્સ શોભરાજ જેવા મહાઠગોને જરુર યાદ કરવામાં આવે છે. આ યાદ કરવાનું કારણ એ કે ચાર્લ્સ શોભરાજ જેવા મહાઠગોની મોડેસ ઓપરેન્ડીથી અલગ અલગ લોકોને ઠગનાર મહાઠગ ઝડપાયો છે. વધુ જાણો.

Ahmedabad Crime : મિસ્ટર નટવરલાલ અને ચાર્લ્સ શોભરાજની જેમ અનેક લોકોને ઠગનાર આંતરરાજ્ય ઠગ ઝડપાયો
Ahmedabad Crime : મિસ્ટર નટવરલાલ અને ચાર્લ્સ શોભરાજની જેમ અનેક લોકોને ઠગનાર આંતરરાજ્ય ઠગ ઝડપાયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 9:47 PM IST

અમદાવાદ : મિસ્ટર નટવરલાલ તેમજ ચાર્લ્સ શોભરાજ જેવા મહાઠગોની મોર્ડસ ઓપરેન્ડીથી અલગ અલગ લોકોને ઠગનાર મહાઠગ ઝડપાયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય વોન્ટેડ ઠગની ધરપકડ કરી છે. આરોપીએ અલગ અલગ રાજ્યોમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

વોન્ટેડ આરોપીઓની તલાશ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પોલીસ વિભાગની માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ જે.એચ સિંધવની ટીમ પેટ્રોલિંગમાં હતી અને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની તપાસમાં હતી. જે દરમિયાન બાતમીના આધારે ગુજરાત યુનિવર્સિટી ત્રણ રસ્તા પાસેથી મયંક રસિકલાલ વ્યાસ નામના 47 વર્ષીય શખ્સની ધરપાકડ કરવામાં આવી હતી.

વેપારીઓને છેતરતો હતો આરોપી : આરોપી મયંક રસિકલાલ વ્યાસ મૂળ અમરેલીના અને ન્યુ રાણીપમાં રહે છે. આરોપીની તપાસ કરતા તે મેડિકલ તેમજ અલગ અલગ ધંધામાં રોકાણ કરવાની લાલચો આપી અલગ અલગ વેપારીઓ પાસેથી પૈસા મેળવી છેતરપિંડી આચરતો હોવાની હકીકત સામે આવી છે. છેતરપિંડી આચરનારાઓની જમાત મહાઠગ ચાર્લ્સ શોભરાજ જેવા આ ઠગનું કારનામું છે. આ યાદ કરવાનું કારણ એ કે ચાર્લ્સ શોભરાજ જેવા મહાઠગોની મોડેસ ઓપરેન્ડીથી અલગ અલગ લોકોને ઠગનારનો કિસ્સો સામે આવ્યો છે.

આરોપી સામે કુલ પાંચ ગુનાઓ : આ મામલે પકડાયેલા આરોપી મયંક રસિકલાલ વ્યાસ સામે હરિયાણાના સોનીપત સીટી પોલીસ સ્ટેશનમાં બે ગુના, દેહરાદુર નેહરુ કોલોની પોલીસ સ્ટેશનમાં એક ગુનો, અમદાવાદના રાણીપમાં તેમજ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશનમાં એક એમ કુલ પાંચ ગુનાઓ ખેતરપિંડીના નોંધાયા હોય તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. Fake army officer : આર્મી ઓફિસરની ઓળખ આપી છેતરપિંડી કરનારા 3 આરોપીને અલવરથી પકડી લાવતી દાહોદ પોલીસ
  2. Navsari Crime : ચીખલીમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ, બોગસ પાવર ઓફ એટર્ની બતાવી લેન્ડ ગ્રેબિંગ કરતાં બે ઝડપાયાં સાત ફરાર
  3. Ahmedabad Crime News : વિદેશમાં નોકરીની લાલચમાં લાખોનો ચૂનો લાગ્યો, ચબરાક ઠગની ટેક્નિક તો જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.