અમદાવાદ : છેતરપિંડીના આ મામલે નવરંગપુરા પોલીસે ધવલ હરસુરા નામના એક આરોપીને ઝડપી લીધો છે. આ આરોપીએ તેના ભાઇ કૃણાલ હરસુરા અને ખાલીદ મલેક સાથે મળી એક વ્યક્તિ સાથે 13.70 લાખની ઠગાઇ આચરી વિશ્વાસઘાત કર્યો હતો.
13.70 લાખની ઠગાઈ : આરોપીઓએ એરપોર્ટ પર એરલાઇન્સમાં પાણી તથા કપડાંના વ્યવસાયનો ઓર્ડર અપાવીશું કહી 13.70 લાખની ઠગાઈ કરી હતી. રેડિમેડ કપડાંનો વેપાર કરતા અરવિંદ દેસાઈ ફેબ્રિકેશનનો વેપાર કરતા ધવલ અને તેના ભાઈ કૃણાલ હરસુરાના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ ખાલીદ મલેક કે જે એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા હોવાનું જણાવી નિખિલભાઈનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં બે સગા ભાઇઓએ પોતાને સમય નથી અને તેઓને ઓર્ડર મળ્યો હોવાનું કહી સાથે મળીને કામ કરવાની લાલચ આપી ફરિયાદી પાસે શરૂઆતમાં 6 લાખ રૂપિયા ભરાવ્યા હતા.
આ પણ વાંચો Patan Crime: ફોનમાં મહિલાનો અવાજ સાંભળી વેપારી ફસાયો હનીટ્રેપમાં, પોલીસે કરી 5ની ધરપકડ
છેવટે છેતરપિંડી બહાર આવી : ભોગ બનનાર નિખિલભાઇએ પાણીની ડિપોઝિટ પેટે 6 લાખ ટ્રાન્સફર કર્યા એ સમયે ધવલ અને ખાલીદે વધુ 4 લાખ ચૂકવવા કહ્યું હતું, ત્યાર બાદ કપડાંના ઓર્ડરની ડિપોઝિટ પેટે પણ લાખો રૂપિયા ધવલ-ખાલીદે લીધા હતા. આમ નિખિલભાઇએ કુલ 13.70 લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ નિખિલભાઇએ સ્પાઇસ જેટમાં રૂપિયા જમા કરાવ્યા અંગેનું બેંક સ્ટેટમેન્ટ માગતા બંનેએ આપ્યું ન હતું અને સ્પાઇસ જેટનો ઓર્ડર પણ ખોટો હતો તેવું સામે આવ્યું હતુ. જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
અન્ય આરોપી ફરાર : બે સગા ભાઇ એવા આરોપીઓ ફેબ્રીકેશન લેથ મશીનનું કામ કરે છે. જેમા એક આરોપી કૃણાલ પુના હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી હાલ તો પોલીસ તપાસમાં સહયોગ ન આપી તેણે કોઇ ગુનો ન કર્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જેથી અન્ય ફરાર આરોપીને પકડવા પોલીસ કામે લાગી છે.
આ પણ વાંચો Kutch Crime: વેપારી સાથે 3 વર્ષ પહેલા થઈ 8 લાખની ઓનલાઈન છેતરપિંડી, આજે પણ નથી આવ્યો કેસનો ઉકેલ
રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ : આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના PI અમિતકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે વેપારી સાથે ઠગાઈ થતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ ગુનામાં હજુ પણ બે આરોપીઓ પકડવાના બાકી હોય તેઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે અને પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.