અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક યુવક પણ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે. દરિયાપુરમાં પાનનાં ગલ્લા પર બેઠેલા યુવક પર 6-7 વ્યક્તિઓ દ્વારા છરી અને પાઈપ તેમજ લાકડાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ અંગે દરિયાપુર પોલીસે રાયોટીંગ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાર્યવાહી કરાઈઃ અમદાવાદમાં દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓ આવેલી છે. ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓનું ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતું હોવાથી દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ટાસ્કફોર્સ બનાવવામાં આવ્યો છે. પોલીસની સાથે ટાસ્ક ફોર્સ દ્વારા દાણીલીમડા અને બહેરામપુરામાં આવેલી ફેક્ટરીઓમાંથી ગેરકાયદેસર રીતે કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સાબરમતીમાં છોડાતું પાણીઃ જેમાં છેલ્લા પાંચ દિવસમાં કુલ 251 ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓના ગેરકાયદેસર જોડાણને દૂર કરવામાં આવ્યા છે.દક્ષિણ ઝોનના બહેરામપુરા વિસ્તારમાં 72 ઇંચ ડાયાટની જૂની સ્ટ્રોમ વોટર લાઇનમાંથી સાબરમતી નદીમાં બહેરામપુરા વિસ્તારના ઔધોગિક એકમો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતુ હતું.
આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભોગ બનનારનું નિવેદન મેળવી ગુનામાં સામેલ આરોપીઓની ઓળખ કરી તેઓની ઝડપી લેવામાં આવશે. પી.પી પીરોજીયા(ACP, એફ ડિવીઝન)
યુવકના પત્નીએ નોંધાવી ફરિયાદ : દરિયાપુરમાં રહેતા રેખાબેન પુરોહીતે આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના પતિ રવિભાઈ પુરોહિત દરિયાપુરમાં પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 10મી જુલાઈ 2023 ના રોજ તેઓના પતિ જમીને ગલ્લા પર ગયા હતાં. થોડી વાર પછી પતિના મિત્ર કેયૂર મકાણીનો તેઓને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે પાનના ગલ્લા પાસે 6થી7 લોકો તેઓના પતિને મારે છે.
ટાસ્કફોર્સ તૈયાર કરાઈઃ ઈજનેર વિભાગના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નદીના આઉટલેટ પર ખુલતા અને લાઇન પરના વાલ્વને પણ રીપેર કરીને બંધ કરવામાં આવ્યો છે. ટાસ્કફોર્સ બનાવીને જુદી-જુદી મશીનરી જેવી કે, જે.સી.બી, છોટા હાથી, ટ્રેકટર, ડીશીલ્ટીંગ મંડળીના મજૂરો, કોન્ટ્રાકટરના મજૂરો તથા રેતી ભરેલી બેગનો ઉપયોગ કરી એસ.આર.પી.ની હાજરીમાં 5 જુલાઈથી પીરાણા ડમ્પ સાઇટ પાસે આવેલી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, પટેલ મેદાનથી સિકંદર માર્કેટ સુધીના રોડ, ખોડિયારનગર ચાર રસ્તાથી પીરાણા રોડ, પીરાણા રોડ પર આવેલ જુદા-જુદા ઔદ્યોગિક એકમોના ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા છે.
હુમલાખોરો ફરાર : જેથી ફરિયાદી તરજ જ પતિના ગલ્લા પર ગયા હતાં. ત્યાં જોતા પતિને અમુક શખ્સો માર મારતા હોય તેઓ છોડાવવા વચ્ચે પડ્યા હતા. આરોપીઓ ભેગા મળીને રવિ પુરોહિતને લાકડી, પાઈપો, છરી તલવાર અને લાકડીઓથી માર મારતા ફરિયાદીના પતિ નીચે ઢળી પડ્યા હતા. જે બાદ આસપાસના લોકો એકઠા થયા હતાં, જેથી તમામ શખ્સો ઈકો ગાડીમાં બેસીને ફરાર થઈ ગયાં હતાં.
રવિ પુરોહિત પહેલાં ગુનાખોરીની આલમમાં હતો : જે બાદ ફરિયાદી તેઓના પતિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતાં અને આ સમગ્ર બાબતને લઈને દરિયાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દરિયાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ટીમો કામે લગાડી છે. આ મામલે ફરિયાદીનો પતિ રવિ પુરોહિત અગાઉ દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો અને અનેક વખત જેલવાસ પણ ભોગવી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad crime news: પોલીસકર્મીના માથામાં તલવાર મારી હત્યાનો પ્રયાસ કરનાર આરોપી સહિત 5 ની ધરપકડ
Ahmedabad Crime : વટવામાં જાહેરમાં યુવકની હત્યાનો પ્રયાસ, હુમલાની ઘટનાના સીસીટીવી મળ્યાં
Ahmedabad Crime : 40 વર્ષના આધેડે 17 વર્ષીય સગીરાની હત્યા કરવાનો કર્યો પ્રયાસ