ETV Bharat / state

Ahmedabad Crime : આરોપીઓને બિયર આપનાર પિતાપુત્રની ધરપકડ, પિતા હેલ્થ પરમીટથી દારૂ લાવતા અને લેક્ચરર પુત્ર વેચતો

author img

By

Published : Jul 25, 2023, 5:39 PM IST

અમદાવાદના મણિનગરમાં કાર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ કેસમાં આરોપીઓને બીયર પૂરો પાડનાર પિતાપુત્રની ધરપકડ કરવામાં આવી છે. આમાં ચોકાવનારી વિગત સામે આવી હતી કે પિતા હેલ્થ પરમીટ મેળવી દારુ લાવતા હતાં અને લેક્ચરર પુત્ર વેચાણ કરતો હતો.

Ahmedabad Crime : આરોપીઓને બિયર આપનાર પિતાપુત્રની ધરપકડ, પિતા હેલ્થ પરમીટથી દારૂ લાવતા અને લેક્ચરર પુત્ર વેચતો
Ahmedabad Crime : આરોપીઓને બિયર આપનાર પિતાપુત્રની ધરપકડ, પિતા હેલ્થ પરમીટથી દારૂ લાવતા અને લેક્ચરર પુત્ર વેચતો

અમદાવાદ : અમદાવાદના મણિનગર વિસ્તારમાં બીયરના નશામાં ગાડી ચલાવી અકસ્માત સર્જવા મામલે પોલીસે કારચાલક સહિત કારમાં સવાર ત્રણ લોકોની અગાઉ ધરપકડ કરી હતી. જોકે તે આરોપીઓને બીયર આપનાર પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પકડાયેલો યુવક ખાનગી કોલેજમાં લેક્ચર હોવાનું તપાસમાં ખુલ્યું છે.

અગાઉ પકડાયેલા આરોપીઓને બિયર આપનાર પિતા પુત્રને પકડી પાડવામાં આવ્યા છે. પિતા પાસે દારૂની પરમિટ હોય તે રીતે દારૂ લાવતા હતા અને પુત્ર દારૂ વેચતો હતો. આ મામલે આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારનું કામ કરતા હતા તે તમામ દિશામાં વધુ તપાસ ચાલુ છે...ડી. પી. ઉનડકટ (PI, મણિનગર પોલીસ સ્ટેશન )

વલ્લભવાડીમાં અકસ્માતની ઘટના : અમદાવાદના મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે વલ્લભવાડી જવાહર ચોક ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલક ઇસનપુર વિસ્તારમાંથી દારૂના નશામાં કાર લઈને પસાર થતો હોય અને તે સમયે અચાનક સામેની બાઈકની લાઈટની ડીપર વાગતા તેને આંખો અંજાઈ જતા સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો અને વલ્લભવાડી રોડ ઉપર રમુજીલાલ હોલ પાસે એક્સિસ બેન્ક સામે ફૂટપાથ ઉપર ગાડી પલટી ખાઈ ગઈ હતી. જે ઘટનામાં મારુતિ સુઝુકી કંપનીની સિયાઝ ગાડી જેનો નંબર GJ 27 AP 4361 હોવાનું સામે આવ્યું હતું.

કારચાલકની તપાસમાં હકીકત સામે આવી : આ મામલે તપાસ કરતા ગાડીનો ચાલક દારૂના નશામાં હોય તેનું નામ કેદાર હિરેનભાઈ દવે (25) (આનંદ સોસાયટી ઇસનપુર) ખાતે રહેતો હોય તે હકીકત સામે આવી હતી. તેની પૂછપરછ કરતા પોતે 60 થી 80 ની સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હોય અને પોતાના મિત્ર પ્રીત મિતેશકુમાર સોની, ઋત્વિક માંડલિયા અને સ્વરાજ જાદવને પોતાની ગાડીમાં બેસાડી બીયર પીને ઘરે ઉતારવા જતો હતો. ત્યારે જવાહર ચોક તરફ રસ્તા ઉપર સામેથી આવતી અજાણી ગાડીના લાઈટના ડીપરના કારણે આખો અંજાઈ જતા ડાબી બાજુ ટર્ન મારતા ગાડી પલટી ખાઈ ગઈ હોવાની કબુલાત કરી હતી.

મણિનગર કાર અકસ્માત આરોપીઓ
મણિનગર કાર અકસ્માત આરોપીઓ

ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો : આ મામલે ગાડીમાંથી વિદેશી બનાવટની બીયરની 3 બોટલ મળી આવી હતી અને કારમાં સવાર અન્ય યુવકોએ પણ બીયર પીધી હોવાનું સામે આવતા આ સમગ્ર મામલે કાર ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો જે ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે નોંધાયો છે, જ્યારે પ્રોહિબિશનનો ગુનો મણિનગર પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો હતો. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈપીસીની કલમ 269, 427 તેમજ મોટર વ્હીકલ એક્ટ 185 મુજબ કાર્યવાહી કરીને કારચાલકની ધરપકડ કરી હતી. જ્યારે મણિનગર પોલીસે ગુનો દાખલ કરી કારમાં સવાર ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

બીયર કોણે આપ્યો તેની તપાસ : આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. કાર ચાલક અને તેના મિત્રોને બીયર આપનાર યુવકની તપાસ કરતા ઇસનપુર વિસ્તારમાં રહેતા જયશીલ ઠાકોર નામના યુવકે બીયર આપી હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછ કરતા તેના પિતા હીરેનભાઈ ઠાકોર પાસે દારૂની પરમિટ હોય જે પરમિટના આધારે તે દારૂ લાવતા હોય તે પ્રકારની બાબત સામે આવી હતી.

જયશીલ ઠાકોર કોલેજમાં લેક્ચરર : જે વાત પોલીસે જયશીલ ઠાકોરના પિતા હીરેનભાઈ ઠાકોરની પણ ધરપકડ કરી આ મામલે વધુ તપાસ કરતા હીરેનભાઈ ઠાકોર પાસે એકાદ વર્ષ પહેલાથી દારૂની હેલ્થ પરમીટ હોવાનું સામે આવ્યું છે અને ચાર યુનિટની પરમીટ તેઓ પાસે છે. આ મામલી પકડાયેલો જયશીલ ઠાકોર ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચરર હોવાનું સામે આવ્યું છે. તેમજ તેના પિતા બોલ બેરિંગના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે.

  1. Ahmedabad Accident: મણીનગરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, કારમાંથી મળી બીયરની બોટલ
  2. Iskcon Bridge Accident: તથ્ય પટેલે ઘટના સમયે ગાડીને બ્રેક ન મારી હોવાની કબૂલાત કરી, 30થી વધુ લોકોના નિવેદન લેવાયા
  3. Ahmedabad ISKCON flyover accident: તથ્ય પટેલની જેગુઆર કારનો યુ.કેથી આવ્યો રિપોર્ટ, કારને બ્રેક ન મારી એટલે 0.5 સેકેન્ડમાં લોકો પર ફરી વળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.