ETV Bharat / state

અમદાવાદમાં લૂંટ અને ખંડણીના બનાવ બને તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે 5ને ઝડપી પાડ્યાં

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 લોકોને હથિયાર અને ગાડી સાથે અગોરા મોલ પાસેથી ઝડપી પાડ્યા હતાં. આ પકડાયેલા આરોપીઓએ કન્સ્ટ્રકશનના વેપાર સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરી 50 કરોડથી વધુ રકમ લૂંટી અને ખંડણી માંગવાનું આયોજન કર્યું હતું, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી લૂંટ, અપહરણ અને ખંડણીનો ગુનો બને તે પહેલાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jul 18, 2020, 10:20 AM IST

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કેટલાક લોકો બે કાર ભરીને જઈ રહ્યાં છે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાના છે. સરખેજનો આરીફ શેખ આ ગુનાને અંજામ આપવા લીડ કરી કોઈ પ્લાનિંગ કરી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક રિંગ રોડ પર આગોરા મોલની પાસે આવેલા ગરનાળા તરફ પહોંચી હતી. ત્યાં જઈને બાતમી આધારે બે ગાડીઓ પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

આ ગાડીમાંથી પોલીસે સરખેજના આરીફ શેખ, ગોળલીમડાના મહોમદ જાવેદ બાંધણી વાલા, સાબરમતી છારા નગરના રાજેશ ઉર્ફે રાજુ રાઠોડ અને વિક્કી જાડેજા, દાણીલીમડાના ફેઝાન ઉર્ફે મોલાના મેમણની અટકાયત કરી હતી. જ્યારે ટીપ આપનાર મોહમદ અલ્તાફ મન્સૂરી હજુ પકડાયો નથી.

આ પકડાયેલા આરોપીઓની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વાપીના મોહમદ અલતાફ મન્સૂરીએ એક ટીપ આપી હતી. તમામ લોકોએ પૈસાની લાલચમાં આ ટીપ મેળવી હતી. અલ્તાફે ટીપ આપી હતી કે, વાપીના સઈદભાઈ શેખ કે, જે કન્સ્ટ્રકશનનું કામ કરે છે. તેમની ઓફિસમાં 50 કરોડની રકમ છે અને તેનાથી વધુ પણ રકમ હાલ પડેલી હોવાથી તેની લૂંટ કરી સઈદભાઈનું અપહરણ કરી મોટી ખંડણી માંગવાનું નક્કી કર્યું હતું.

આ માટે આરોપીઓને વોટ્સએપ પર ફોટો એડ્રેસ પણ મોકલી આપ્યા હતાં. જેમાં આરોપીઓ ત્યાં જઈને ઘર અને ઓફિસની રેકી કરે તે પહેલા જ ઝડપાઇ ગયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.