ETV Bharat / state

Ahmedabad Crime News: પેરોલ પરથી ફરાર થયેલા કેદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો - ફરાર કેદી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સેન્ટ્રલ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઈ ગયેલ ગુનેગારને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ગુનેગારને વર્ષ 2010માં લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Ahmedabad Crime Branch Central Jail Ran Away 2010 Loot With Murder Case

આજીવન કેદની સજાના ફરાર થયેલ ગુનેગારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
આજીવન કેદની સજાના ફરાર થયેલ ગુનેગારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 3:56 PM IST

અમદાવાદઃ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપતો કેદી આસીફ પઠાણ પેરોલ મેળવીને ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ ગુનેગારને ઝડપી લેવામાં સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે નારોલ સર્કલ પરથી ઝડપી લીધો છે.

સમગ્ર ઘટનાક્રમઃ વર્ષ 2010માં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો કેસ નોંધાયો હતો. જેમાં પોલીસને ગુનેગાર આસીફ પઠાણની ધરપકડમાં સફળતા મળી હતી. આ ગુનેગારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તે સેન્ટ્રલ જેલમાં પાકા કેદી તરીકે સજા ભોગવતો હતો. આ કેદી વર્ષ 2022માં પેરોલ પર જેલની બહાર આવ્યો હતો. વર્ષ 2023માં 11મી જુલાઈને રોજ તેને ફરથી પેરોલ મળ્યા હતા. આ વખતે આ ગુનેગાર પેરોલ મેળવી ફરાર થઈ ગયો હતો. ફરાર થઈ ગયા બાદ આ ગુનેગારે વટવામાં મારામારી અને નારોલમાં લૂંટનો ગુનો આચર્યો હતો.

2010માં લૂંટ વિથ મર્ડરનો ગુનોઃ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આસિફ પઠાણ વિરુદ્ધ લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાયો હતો. તે વખતે આસિફ પઠાણને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. કોર્ટે આસીફ પઠાણને આજીવન કેદની સજા ફરમાવીને સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો હતો. જેમાંથી તેણે વર્ષ 2022 અને 2023માં પરોલ મેળવ્યા હતા. વર્ષ 2023ના પેરોલ દરમિયાન આસિફ પઠાણ પેરોલના નિયમોનો ભંગ કરીને ફરાર થઈ ગયો હતો.

નારોલ સર્કલથી ઝડપાયોઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર ડી.બી. બસિયા અને તેમની ટીમે આ ગુનેગારની નારોલ સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી હતી. આસિફ પઠાણને પકડવામાં પીઆઈ ડી. બી. બસિયા સાથે પીએસઆઈ ડી. જે. લકુમ, હેડ કોન્સ્ટેબલ ભરત સિંહ, નરેન્દ્ર સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહે સક્રિય ભૂમિકા ભજવી હતી.

  1. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાબરમતીમાં બનેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, એક આરોપી ઝડપાયો
  2. Drugs Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કરોડથી વધુના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપ્યાં, પાલનપુર અને રાજસ્થાન કનેક્શન ખુલ્યું

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.