અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે ઘણા બધા પેપર બનાવતા વેપારીઓને પણ ભારે નુકસાની વેઠવા પડી રહી છે. ત્યારે અમદાવાદમાં પેપર કપનું ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા એક શખ્સ પર FIR દાખલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પેપર બાબતે સેકન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદના નમસ્તે સર્કલ પાસે એકટીવા ઉપર 1 હજારથી પણ વધુ પેપર કપ લઈને નીકળ્યો ત્યારે સોલિડવીશના અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ હાથ ધરી હતી. તે સમયે ઘર્ષણ કરવાના પ્રયત્ન કરવા બદલ તેની સામે FIR દાખલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના તમામ વેપારીઓને કડકપણે સૂચના પણ આપવામાં આવી હતી કે પેપર કપનો ઉપયોગ કરવો નહીં.
આ પણ વાંચો Ban on Plastic: અમદાવાદ શહેરમાં પેપર કપ બાદ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ
1000થી વધુ પેપર કપ પકડાયા : સોલિડ વેસ્ટ વિભાગના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ધર્મેશ વ્યાસે જણાવ્યું હતું કે મધ્ય ઝોનમાં નમસ્તે સર્કલ પાસે એક શખ્સ એક્ટીવા પર પ્રતિબંધિત પ્લાસ્ટિકના 1000થી પણ વધુ કપ લઈને ફરતો હતો તેને પકડી તપાસ કરવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે આ પ્લાસ્ટિક પ્રતિબંધ હોવા છતાં તો અલગ અલગ જગ્યા પર શા માટે વેચાણ કરી રહ્યો છે. ત્યારે તે શખ્સે બૂમોબૂમ કરીને આજુબાજુની પબ્લિકને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને પેપર કપ ક્યાંથી લાવ્યો તેની માહિતી અને દંડ ભરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ તે એક્ટિવા ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
ઘર્ષણ કરવાનો પ્રયત્ન : તે ઘટના સ્થળે અમે વધુ તપાસ કરતા હતા. ત્યારે તે શખ્સ બીજા 10થી 15 લોકોને બોલાવીને અહીં ઘર્ષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે કોર્પોરેશન અધિકારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. તે સમયે પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમનો ઉલ્લેખન તેમજ સરકારી કામકાજમાં દખલગીરી કરવા બદલ તેની ઉપર FIR દાખલ કરવામાં આવી છે. તે પહેલા અટકાયત કરતી વખતે એકટીવા ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર દિવસના ક્રમ બાદ આખરે રાત્રે 9 વાગ્યાની આસપાસ તે શખ્સ પર FIR દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો Ban on papercups in vadodara: વડોદરામાં પેપર કપ પર પ્રતિબંધ મામલે વિવાદ
પેપર કપ મુદ્દે એએમસી એફઆઈઆર : ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં ચાના પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ શહેરમાં જે પણ વ્યક્તિ કે દુકાનદાર ચાના પેપર કપનો ઉપયોગ કરતા હશે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પહેલી વખત અમદાવાદમાં નમસ્તે સર્કલ પાસે એક શખ્સને 1 હજારથી પણ વધુ પ્રતિબંધિત પેપર કપ લઈને સરકારી કામકાજમાં રૂકાવટ અને પેપર કપના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ તેની ઉપર FIR દાખલ કરવામાં આવી છે.