ETV Bharat / state

Ahmedabad Crime : લગ્નપ્રસંગમાં ભેગા થયેલા કાપડના વેપારીઓ સહિત 89 શખ્સ ઘરમાં જુગાર રમતાં ઝડપાયા - કશિશ દેસાઈ

અમદાવાદના એલિસબ્રિજમાં લગ્નપ્રસંગે સગાસંબંધીઓ જુગાર રમતા ઝડપાયા છે. એલિસબ્રિજ પોલીસે મોડી રાત્રે દરોડા પાડીને બે મકાનમાંથી વરરાજા સહિત 89 જેટલા યુવકોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad Crime : લગ્નપ્રસંગમાં ભેગા થયેલા કાપડના વેપારીઓ સહિત 89 શખ્સ ઘરમાં જુગાર રમતાં ઝડપાયા

author img

By

Published : Feb 21, 2023, 6:28 PM IST

જે યુવકના લગ્ન હતા તે યુવક પણ જુગાર રમતા ઝડપાયો

અમદાવાદ : શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પ્રીતમનગર અખાડા પાસે લક્ષ્મી નિવાસ ફ્લેટમાં લગ્ન પ્રસંગ લેવાયો હતો. આ પ્રસંગેે એકઠા થયેલા તમામ સગાસંબંધીઓ જુગાર રમતા હોવાની માહિતી પોલીસને મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા. લક્ષ્મી નિવાસ ફ્લેટમાં 402 અને 602 નંબરના મકાનમાંથી 89 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જેમાં જે યુવકના લગ્ન હતા તે યુવક પણ જુગાર રમતા ઝડપાયો છે.

ઉતારા માટે આ બે ફ્લેટ રાખ્યા : આ મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે વર્ષિલ દેસાઈ નામના નવરંગપુરાના 24 વર્ષીય યુવકના લગ્ન હતા અને તેની સાથોસાથ કશિશ દેસાઈના પણ લગ્ન હતા. જે બંને પરિચિત હોય તેઓએ પોતાના સગાસંબંધીઓને ઉતારા માટે આ બે ફ્લેટ રાખ્યા હતા. 21મીએ એટલે કે મંગળવારે વર્ષિલ દેસાઈ અને કશિશ દેસાઈની સગાઈ હતી અને 22મીએ લગ્ન હતાં. જે માટે થઈને નવરંગપુરા અને પ્રીતમનગર વિસ્તારના અમિતભાઈ મહેતા અને ટીનાભાઇ શાહના મકાનમાં લક્ષ્મી નિવાસ ફ્લેટમાં તમામ મહેમાનોને રોકાણ કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Mahisagar Crime : 21 શખ્સોની પોલીસે તીન પત્તી અટકાવી, બે આરોપી વોન્ટેડ

35 ટુ વ્હીલર 18 ફોર વ્હીલર કબજે : આ લોકો જુગાર રમી રહ્યાં હોવાને લઇ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે દરોડા પાડીને 3,74,155 રોકડા તેમજ 29 લાખ 38 હજારની કિંમતના 98 મોબાઈલ ફોન અને સવા કરોડથી વધુની કિંમતના 35 ટુ વહીલર અને 18 ફોર વહીલર મળીને કુલ 1 કરોડ 58 લાખ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓ કાપડના વેપારીઓ : મહત્વનું છે કે મોટી સંખ્યામાં જુગાર રમતા યુવકો ઝડપાતા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન આરોપીઓથી ઉભરાઈ ગયું હતું. ત્યારે આ ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે કોરોના ટેસ્ટ સહિતની તમામ પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે. ધરપકડ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પકડાયેલા આરોપીઓમાં મોટાભાગે કાપડના વેપારીઓ હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો મારું 20નું બંધ, જુગારધામમાં PCBએ 10 લોકોની બાજી બગાડી

વરરાજાને હાલપૂરતા જામીન પર છોડાયા : આ મામલે પોલીસે ઝડપાયેલા વરરાજા વર્ષિલ દેસાઈની આજે સગાઈ હોવાથી તેને હાલ પૂરતો જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે. જોકે પ્રસંગ પૂર્ણ થયા બાદ તેનું પણ નિવેદન લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે : આ અંગે એમ ડિવિઝનના ACP એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે મોડી રાત્રે પોલીસે બાતમીના આધારે બે મકાનમાંથી 89 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં બે વ્યક્તિના લગ્નમાં આ તમામ લોકો અલગ અલગ જગ્યાઓ પરથી ભેગા થયા હોવાનું સામે આવ્યું છે અને હાલ ગુનો દાખલ કરવાની અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.