હાલ વરસાદને કારણે શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યા પ્રમાણે, સોમવાર સુધીમાં કોર્પોરેશન આ મશીનની સંખ્યા પાંચ કરશે અને 20 સપ્ટેમ્બર સુધીમાં આવા દસ મશીન માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરશે MCA આપેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 2214 સ્થળો અને 551 ચોરસ મીટરની વિસ્તારમાં પાંચ વર્ક પૂરું કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ પેચવર્કનું કામ નોર્થ ઝોનમાં થયું છે જ્યાં 1423 ચોરસ મીટર વિસ્તારમાં પડેલા 348 ખાડા પૂરી દેવામાં આવ્યા છે.
પશ્ચિમ ઝોનમાં 1,102 ચોરસ મીટર વિસ્તારમાં 606 ખાડા પૂરવામાં આવ્યા છે. જેમાં 20 ટોલર મશીન, 847 મજૂરો, 3 જેટ પેચર્સ અને 2 ઇન્ફ્રારેડની મદદથી રોડના સમારકામનું કામ ચાલી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું કે, તાજેતરમાં જ 238 કિલોમીટર વિસ્તારના રોડ રિસરફેસ કરવામાં આવ્યા છે તેમજ 230 કરોડના ખર્ચે સમારકામ કરાયેલા આ રોડ પર સહેજ પણ નુકસાન થયું નથી.