અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મળી હતી. જેમાં શહેર ઉદભવેલી સમસ્યા લઈ કૉંગ્રેસ દ્વારા સતા પક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જયારે બીજી બાજુ માસિક સામાન્ય સભામાં 23 કાઉન્સીલરમાંથી માત્ર 13 જ કાઉન્સીલર હાજર રહ્યા હતા. પોતાની માન પર કોંગ્રેસ અડગ રહેતા માત્ર 15 મિનિટમાં જ સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી. ભારે હંગામાને કારણે વિકાસની વાત માત્ર કાગળ પર રહી ગઈ હતી.
વિપક્ષ નેતાની વાતઃ વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે, જગન્નાથ ભગવાનની રથયાત્રાના પવિત્ર દિવસે એક જર્જરિત મકાન પડી જતા એક વ્યક્તિનું મોત થયું હતું. જેને લઈને સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા શોક પ્રસ્તાવ રજૂ કરવાની માંગ કરી હતી. આ મકાન પડી જતા ગુજરાતના મુખ્યપ્રધાને પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કોર્પોરેશનની પરંપરા રહી છે કે રાજ્યમાં કોઈ પણ મોટી ઘટના બને ત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવે છે.
શોક પ્રસ્તાવ નહીંઃ રથયાત્રામાં બાલ્કની પડવાની ઘટના તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર થઈ હતી તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દ્વારા શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. જેને લઈને કોંગ્રેસે ભારે હંગામો કર્યો હતો. મેયર કિરીટ પરમાર જણાવ્યું હતું કે, વિપક્ષને સામાન્ય સભા ચલાવવામાં કોઈપણ પ્રકારનો રસ જોવા મળતો નથી. તેમને શહેરના વિકાસમાં રસ નથી.
સભામાં ભંગાણઃ કોંગ્રેસ ગમે તેમ કરીને સભા કેવી રીતે બરખાસ્ત થાય તેવા જ પ્રયત્નો કરે છે. એક બાજુ કોંગ્રેસના કાઉન્સિલર પણ મોટાભાગના ગેરહાજર રહે છે. સભામાં શોક ઠરાવની વાત કરતા હતા. નિયમ મુજબ લોકસભા,વિધાનસભા કે ભૂતપૂર્વ કાઉન્સલર હોય તો શોક ઠરાવ પસાર કરવામાં આવે છે. દરીયાપુર વોર્ડના કાઉન્સિલરે શોક ઠરાવ લાવવા અંગેની માગ કરી હતી. જે મેયરે માન્ય રાખી નહી. શરૂઆતમાં 10 મિનિટ માટે સામાન્ય સભાને મુલતવી રાખવામાં આવી હતી. અલગ અલગ વિભાગની કામગીરી માત્ર કાગળ ઉપર જ જોવા મળતી હોય છે. એવું ફરીવાર આ સભામાં જોવા મળ્યું.
મૂળના મૂળચંદ રહી ગયાઃ રથયાત્રા પહેલા કોર્પોરેશન દ્વારા એવા દાવા કરવામાં આવ્યો હતો કે, કોટ વિસ્તારમાં 287 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ ખરેખર જે મકાન તૂટી પડ્યું હતું તે મકાનમાં કોઈ પણ પ્રકારની નોટિસ લગાવવામાં આવી ન હતી. જોકે, આ ઘટનાના પડઘા CMO સુધી પડ્યા હતા. મુખ્યપ્રધાને પણ આ ઘટનાની નોંધ લઈને આર્થિક મદદ જાહેર કરી દીધી હતી.